- મેઘાલયના રાજ્યપાલના કોન્વોય પર હુમલો
- ગાડીઓને થયું થોડુ નુક્સાન
- કોઈ જાનમાલ હાની નહીં
શિલોગં : મેઘાયલની રાજધાની શિલોગંમાં મંગળવારે કર્ફ્યુ દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકને આસામના એરપોર્ટ પર છોડીને આવી રહેલા કોન્વોય પર અજ્ઞાત ઉપદ્રવીઓએ હુમલો કર્યો હતો. રાજભવનના એક અધિકારીએ આ વિશે જાણકારી આપી હતી. રાજ્યપાલ દિલ્હી માટે સુરક્ષિત રવાના થઈ ગયા હતા.
કોન્વોય પર પથ્થરમારો
અધિકારીએ જણાવ્યું કે, અજ્ઞાત ઉપદ્રવીઓએ અસમથી પાછો આવી રહેલો કોન્વોય પર શહેરના મવલાઈ વિસ્તારમાં પથ્થરોથી હુમલો કર્યો હતો. હુમલામાં ગાડીઓને નુક્સાન થયું હતુ પણ કોઈ જાનમાલ હાની નહોતી થયું. મેઘાયલમાં 13 ઓગસ્ટમાં પૂર્વી ઉગ્રવાદી નેતા ચેરિસ્ટરફિલ્ડ થાંગખિરની કથિત રૂપથી પોલીસ અથડામણમાં મૃત્યુ બાદ 15 ઓગ્સટે શિલાંગના મવલાઈ અને જયઆ વિસ્તારમાં હિંસા ભડકી ગઈ હતી, જે બાદ રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભારતને મળશે પ્રથમ મહિલા CJI, ગુજરાતનના પણ 1 મહિલા ન્યાયમૂર્તિના નામની ભલામણ કરવામાં આવી
IED બ્લાસ્ટમાં સામેલ
થંગખિવે 2018 માં આત્મસમર્પણ કર્યું હતું અને 10 ઓગસ્ટના IED બ્લાસ્ટમાં કથિત રીતે સામેલ હતો. રાજ્યમાં શ્રેણીબદ્ધ IED વિસ્ફોટોના સંદર્ભમાં તેના ઘરે દરોડા દરમિયાન પોલીસ પાર્ટી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે થંગખિવ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.