જામનગર: શહેરનુ કુખ્યાત બનેલું શંકરટેકરી (Shankartakeri of Jamnagar) વિસ્તારમાં પોલીસ પર હુમલાનો (Attack on Jamnagar police)વધુ એક બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામેલ છે. બાતમીના આધારે પોલીસ આરોપીની અટકાયત કરવા આરોપીના ઘરે પહોંચી હતી. ત્યાં તેના સંબધીઓ દ્વારા પોલીસ જવાન સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. તેથી ફરજમાં રુકાવટની કલમ ઉમેરી (Interruption clause in duty of Jamnagar police) કાર્યવાહી હાથધરવામાં આવી હતી.
આ પણ વાંચો:Bootlegger in Valsad: બાઈકની પેટ્રોલની ટાંકીમાં દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો ફિલ્મી ઢબે ઝડપયાં
પોલીસને મળેલ બાતમી: જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારના આરોપી રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ વરાણીયા વિરૂધ્ધમા પો.સ્ટે.મા ગુ.ર.નં 11202002220404 પ્રોહી કલમ -65 (એ) (એ ) મુજબ ગુનો દાખલ કરાઈ હતી. જેમાં રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ વરાણીયાની અટકાયત કરવાની બાકી હોવાથી પોલીસને મળેલ બાતમી આધારે તેને પકડવા જતા આરોપી તેના ઘરે મળી આવતા તેને ખાનગી મોટર સાયકલમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ હાથધરવામાં આવી હતી.
ફરજમા રૂકાવટ: તે દરમ્યાન આરોપી રાજેશભાઇએ બુમો પાડતા વિજયની પત્નિ સાથે અન્ય 7 આરોપી ધસી આવેલ અને પોલીસ સ્ટાફ મહિન્દ્રસિંહ જાડેજાને ઢીકા પાટુનો મારમારવામાં આવ્યો હતો સાથે અન્ય પોલીસ સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરી અને રાજુને કેમ લઇ જવશો? તેમ કહી મોટરસાયકલની ચાવી કાઢી લીધી હતી. તેથી રાજેશભાઇ વરાણીયાની ધરપકડ અર્થે ગયેલ પોલીસ સ્ટાફની ફરજમા રૂકાવટ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં સંડોવાયેલ આરોપીઓ: રાજેશ કેશુભાઇ વરાણીયા (મુખ્ય આરોપી), વિજય કેશુ વરાણીયા (આરોપીનો ભાઈ), વિજયની પત્ની, રોહીત લીંબડ ( સબંધી),જોસનાબેન ( આરોપીની બહેન), રીટાબેન (સબંધી), રાજેશની પત્ની વીજુબેન (આરોપીની પત્ની), રાજેશની દિકરી શીતલબેન (આરોપીની દીકરી)
આઠ શખ્સો વિરૂદ્ધ ગુનો દખલ: ઉપરોક્ત તમામ આરોપી શંકર ટેકરી સુભાષપરા શેરી નં- 02 જામનગરના રહેવાસી છે. આથી સીટી-સી ડિવિઝન પોલીસે આ તમામ આઠ શખ્સો વિરૂદ્ધ IPC – કલમ -143, 147,149, 186, 189, 332 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સીટી-સીના PSI આર.ડી ગોહિલ ચલાવી રહ્યા છે.