ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં માનવભક્ષી વાઘને પકડવા ગુજરાતની ટીમે સંભાળ્યો મોરચો - ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ

ઉત્તરાખંડની રામનગર ફોરેસ્ટ ડિવિઝનની ફતેહપુર રેન્જમાં વાઘના આતંકને (Tiger terror in Uttarakhand) કારણે જામનગરની ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમની ટીમ બોલાવવામાં આવી છે. આ બાદ, વિભાગે ખાનગી શિકારીઓની ઝુંબેશ અટકાવી તેમને પરત મોકલી દીધા છે.

ઉત્તરાખંડમાં માનવભક્ષી વાઘને પકડવા ગુજરાતની ટીમે સંભાળ્યો મોરચો

author img

By

Published : Apr 10, 2022, 2:04 PM IST

હલ્દવાની, ઉત્તરાખંડ: નૈનીતાલના હલ્દવાનીના ફતેહપુર રેન્જમાં લોકો માટે ગભરાટ બની ગયેલા વાઘને મારવા માટે બોલાવવામાં આવેલા શિકારીઓને પાછા મોકલવામાં આવી રહ્યા (Tiger terror in Uttarakhand) છે. શિકારીઓની ત્રણ સભ્યોની ટીમે છેલ્લા બે દિવસથી જંગલમાં પડાવ નાખ્યો હતો, પરંતુ હવે વન વિભાગે તેમને આ ઝુંબેશ અધવચ્ચે અટકાવવા સૂચના આપી છે. આ પછી શિકારીઓની ટીમ પરત ફરી છે. આવી સ્થિતિમાં વન વિભાગે નવેસરથી ઝુંબેશ ચલાવીને માનવભક્ષી વાઘને પકડવા માટે જામનગરની ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમની 36 સભ્યોની ટીમ (CATCH MAN EATER TIGER ) બોલાવી છે, જેણે અભિયાન શરૂ કર્યું છે.

આ પણ વાંચો : ઇન્દ્રોડા પાર્કમાં લવાયો સફેદ વાઘ, એક મહિનામાં વિઝિટરની સંખ્યા પહેલા કરતા બમણી

ખાનગી શિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા : ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન પરાગ મધુકર ધકાતેએ જણાવ્યું હતું કે, વાઈલ્ડલાઈફની સૂચના બાદ ખાનગી શિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે વિભાગની શિકારી અને બચાવ ટીમ વાઘને પકડવા કે મારવા માટે કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે, વિભાગની પ્રથમ પ્રાથમિકતા વાઘને શાંત પાડવા અને તેને પકડવાની છે. નોંધનીય છે કે, ફતેહપુર રેન્જમાં આતંકનો પર્યાય બની ગયેલા વાઘે છેલ્લા 3 મહિનામાં 6 લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : રાજકોટથી પ્રથમ વાર સુરત આવનાર ગૌરવ અને ગરિમા 14 દિવસ માટે ક્વાટેનટાઇન થયા

જામનગરથી 36 સભ્યોની ટીમ : ડીએફઓ સીએસ જોષી જણાવે છે કે, વાઘને પકડવા માટે વિભાગની ટીમ સાથે ગુજરાતના જામનગરથી ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમની (Green Zoological Rescue and Rehabilitation Kingdom jamnagar) 36 સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે વાઘને શાંત કરવાની સાથે તેને પકડશે. ટીમમાં વન્યજીવોના નિષ્ણાત તબીબની ટીમ તેમજ વન્યજીવોના નિષ્ણાતો છે. આ માટે ચાર લોકોની ટીમ બનાવવામાં આવી છે, જે રેન્જના વિવિધ ભાગોમાં જઈને વાઘને બચાવવાનું કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.