ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : May 27, 2021, 6:21 AM IST

મેષઃ આજનો દિવસ ખાસ પ્રકારના આધ્યાત્મિક અનુભવનો બની રહેશે. આપને રહસ્ય અને ગૂઢ વિદ્યાઓનું જ્ઞાન મેળવવામાં રસ ઉત્પન્ન થશે. આપ આધ્યાત્મ ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી શકશો. કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય નથી. પ્રવાસ દરમિયાન અચાનક કોઇ તકલીફ આવી શકે. આપે ક્રોધ અને જીભ પર અંકુશ રાખવો પડશે. આપના વિરોધીઓ આપનું નુકસાન ન કરે તે અંગે સાવચેત રહેજો.

વૃષભઃ આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપ શરીરથી સ્‍વસ્‍થ અને મનથી પ્રફુલ્લિત રહો. પરિવારજનો અને નિકટના સગાંસંબંધીઓ સાથે વધારે સમય વીતાવશો. સામાજિક અને જાહેરજીવનમાં આપ સફળતા અને યશ પ્રાપ્‍ત કરશો. વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા પ્રસરશે. તેમજ સારું લગ્‍નસુખ મેળવી શકાશે. આકસ્મિક ધનલાભનો યોગ છે.

મિથુનઃ આજનો દિવસ આપના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ પરિવારજનો સાથે આપ આનંદ ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય પસાર કરશો. નાણાકીય લાભ મળે. જરૂરી બાબતો પાછળ ખર્ચ થાય. શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવાય. આજે ક્રોધ પર કાબૂ અને જીભ પર લગામ રાખવી પડે. નહીં તો મનદુ:ખના પ્રસંગ ઉભા થવાની શક્યતા રહે છે. સહકર્મચારીઓનો સહકાર મળે. માન- સન્‍માન પ્રાપ્તિ થાય. અધુરાં કાર્યો પૂરા થાય.

કર્કઃ આપનો આજનો દિવસ શા‍રીરિક માનસિક આંશિક બેચેનીમાં પસાર થશે કારણ કે આપના મનમાં સંખ્યાબંધ વિચારો ઘુમરાશે. મિત્ર અને સંતાનો અંગેની બાબતોમાં વધુ વ્યસ્ત રહો. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વધુ પડતો વાદવિવાદ આજે ટાળવો. મુસાફરી બને ત્‍યાં સુધી ન કરવી. વિજાતીય આકર્ષણ આપને માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. અરૂચિ, અપચો જેવી બીમારીઓ સતાવે. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

સિંહઃ આજે થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં વિવાદ, ઝગડો ન થાય તે માટે વાણી વર્તન પર સંયમ રાખવો પડે. સ્‍ત્રી વર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્‍યાન રાખવું. માતા સાથે કોઈપણ પ્રકારે મનદુઃખ ટાળવા માટે વર્તનમાં સૌમ્યતા લાવજો અને જરૂર પડ્યે નમતું જોખવાની નીતિ રાખજો. નકારાત્‍મક વિચારો તમારા મનને ઘેરે નહીં તે માટે મેડિટેશન અને પ્રેરાણાદાયી પુસ્તકોના વાંચનનો સહારો લઈ શકો છો. જમીન વાહન વગેરેના દસ્‍તાવેજો પર હસ્‍તાક્ષર કરવામાં સાવચેતી રાખવી. પાણીના સ્‍થળે સંભાળપૂર્વક વર્તન કરવું. તંદુરસ્‍તી પ્રત્‍યે આજે સચેત રહેવું.

કન્યાઃ આજના દિવસે આપ તન- મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આપને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે અને તેમનો સાથ સહકાર આપને મળશે. પ્રેમિકા સાથેની મુલાકાતથી મનને આનંદ થશે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં ‍ સિદ્ધિ મળે.

તુલાઃ આજે આપનું મન દ્વિધામાં અટવાયા કરશે માટે વૈચારિક સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરવો. નિર્ણયો લેવામાં ધૈર્ય રાખવાની સલાહ છે. ચોક્કસ નિર્ણય આજે ન લઇ શકવાના કારણે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી. આજે પર વાણી પૂરતો સંયમ રાખવો, નહીં તો મનદુ:ખ થવાના પ્રસંગો ઉભા થાય. જક્કી વલણ ન રાખતાં બાંધછોડભર્યું વલણ રાખશો તો ફાયદામાં રહેશો. મુસાફરી ટાળવી. આર્થિક લાભ રહે. કુટુંબીજનો સાથે વાદવિવાદ ટાળવો. આજે મહત્ત્વના નિર્ણય ન લેવા. સ્‍વાસ્‍થ્‍યની વધુ સંભાળ લેવાની સલાહ છે.

વૃશ્ચિકઃ આપનો આજનો દિવસ સામાન્‍ય રીતે પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે તેમજ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. પરિવારજનો સાથે આનંદ ઉલ્‍લાસમાં સમય પસાર થાય. મિત્રો સ્‍વજનો દ્વારા ભેટ સોગાદ મળવાથી આનંદ થાય. પ્રિયજનો સાથે મિલન મુલાકાતમાં સફળતા મળે. શુભ સમાચારની પ્રાપ્તિ થાય. આનંદદાયક પ્રવાસની શક્યતા છે. આપને શ્રેષ્‍ઠ દાંપત્યસુખ મળે.

ધનઃ આજનો દિવસ થોડો કષ્ટદાયક હોવાથી તેને સાચવી લેવાની સલાહ છે. કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખનો પ્રસંગ ટાળજો અને દરેકની વાત સમજવાનો પ્રયાસ કરજો. સ્‍વભાવમાં ઉગ્રતા અને આવેશ ક્યારેય પણ કોઈ સમસ્યાનો ઉકેલ નથી તે વાત આજે ધ્યાનમાં રાખવી. તંદુરસ્‍તીની વધુ કાળજી લેવી. વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી સમસ્યાઓ ટળશે. અકસ્‍માતથી સંભાળવું. વધુ પડતો નાણાંખર્ચ થાય. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવચેતીભર્યું કદમ ઉઠાવવું. નકામા કાર્યો પાછળ શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.

મકરઃ સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રો દ્વારા લાભ થવાનો આજે દિવસ છે. મિત્રો સંબંધીઓ સાથેની મિલન મુલાકાત આપને લાભદાયી નીવડશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍નનો પ્રશ્ન ઓછા પ્રયાસે આજે સરળતાથી ઉકલી જશે. શુભ પ્રસંગોનું આયોજન થાય. સ્‍ત્રી, પુત્ર વગેરેનો સહકાર મળશે. કોઇપણ વસ્‍તુની ખરીદી માટે શુભ દિવસ છે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્‍નીના આરોગ્‍ય અંગે થોડી ચિંતા રહેશે.

કુંભઃ આપનો આજનો દિવસ અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પાડવાને કારણે ખુશ રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય અને સફળતા મળે. ઉપરી અધિકારીઓ અને વડીલ વર્ગના આશીર્વાદ આજે આપની સાથે હશે તેથી આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના ભારથી મુક્ત હશો. બઢતી અને ધનપ્રાપ્તિ યોગ છે. આરોગ્‍ય સારું રહે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહેશે. માન- સન્‍માન વધે.

મીનઃ મનમાં અજંપો અને અશાંતિ સાથે આપના દિવસની શરૂઆત થાય તેવી સંભાવના હોવાથી આવી સ્થિતિમાં તમને ઈશ્વર સ્મરણ મદદરૂપ થઈ શકે છે. શરીરમાં થોડો થાક અને અશક્તિનો અનુભવ થાય. ઉપરી અધિકારીઓ સાથે સંભાળીને કામ લેવાની આપને ખાસ સલાહ છે. સંતાનો સંબંધિત બાબતોમાં તમારી વ્યસ્તતા ઘણી વધશે. ખોટો નાણાં ખર્ચ ટાળવો. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. પેટમાં ગરબડની થોડી શક્યતા છે માટે ખાવામાં ધ્યાન રાખવું. નસીબના ભરોસે બહુ રહેવું નહીં. વિચારોમાં સકારાત્મકતા લાવજો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.