ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction
author img

By

Published : Mar 17, 2021, 6:22 AM IST

મેષ: આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. પ્રવાસ થવાની શક્યતા છે. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.

વૃષભ: આજે ક્રોધ અથવા કોઈનાથી અણગમાની લાગણી આપના મન પર છવાયેલી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય વધુ સંભાળવું પડે. ઘર પરિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. આપની ઉગ્ર વાણી કોઇના માટે મનદુ:ખ અને ઝઘડાનું કારણ ના બને તે સંભાળવું. મહેનતનું ફળ અપેક્ષા કરતા ઓછુ મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી અને ગેરસમજ ટાળવાની સલાહ છે.

મિથુન: આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે. વેપાર અને નોકરીમાં ફાયદો મેળવી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે.લગ્નની ઈચ્છા ધરાવનારાઓને લગ્નના યોગ છે.સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં મધુરતા જળવાશે. સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો.

કર્ક: નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ લાભકારક હોવાનું જણાઈ રહ્યું છે. નોકરિયાત વર્ગ પર ઉચ્‍ચ અધિકારીઓની રહેમનજર રહેતાં બઢતી થવાની શક્યતા રહે. ઉપરી અધિકારીઓ સાથે મહત્‍વની બાબતે ચર્ચા વિચારણા થાય. કુટુંબીજનો સાથે પણ નિખાલસ મનથી ચર્ચા કરશો. શારીરિક માનસિક તાજગીનો અનુભવ કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ધન, માન સન્‍માનના આપ હક્કદાર બનો. ઘરની સજાવટમાં આપ રૂચિ લેશો. વાહન સુખ મળે. સરકાર તરફથી લાભ અને સાંસારિક સુખમાં વૃદ્ધિ થાય.

સિંહ: આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં હાજરી આપશો. આપનું વલણ ન્‍યાય પ્રિય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. સ્‍વાસ્‍થ્‍ય સાધારણ નરમગરમ રહે. પેટના દર્દો હેરાન કરે. પરદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું. નોકરી ધંધામાં તકલીફ હોય તો ધીરજ અને શાંતિ સાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો ટાળવા માટે મન ગમતી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકો છો.

કન્યા: આજના દિવસે નવા કાર્યની શરૂઆત કરવામાં અવરોધોના એંધાણ છે. બહારનું ખાવાપીવાથી આરોગ્‍ય બગડવાની સંભાવના જોતા અત્યારે સ્વાદના ચટાકા લેવા પર અંકુશ રાખવો. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેશે તો કોઈની સાથે તણાવ થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ટાળવા આદર અને સહકારની ભાવના વધારજો. પાણીથી સંભાળવું. અગત્‍યના નિર્ણયો કે જોખમો ટાળવા. વિલ વારસાને લગતી સમસ્‍યાઓ ઉદભવે. હિતશત્રુઓથી સંભાળવું. ગૂઢ રહસ્‍યમય બાબતમાં વધુ રસ પડે છે.

તુલા: આપનો આજનો દિવસ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો હશે. જેથી સમગ્ર દિવસ દરમ્‍યાન મનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતા કાર્યોમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્‍ત કરશો. ખાસ કરીને વિજાતીય પાત્રો આજે આપના જીવનમાં છવાયેલા રહેશે. મોજ મજા પાછળ ખર્ચ થાય. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી થાય તેમ જ તે પહેરવાનો અવસર સાંપડે. તન મનની તંદુરસ્‍તી જળાઇ રહે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. પ્રણયપ્રસંગ માટે દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે.

વૃશ્ચિક: પારિવારિક સુખ શાંતિને કારણે આપને શારિરીક માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. નક્કી કરેલા કામકાજમાં આપ સફળતા મેળવી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે. આપના વિરોધીઓ અને શત્રુઓની ચાલ સફળ નહી થઇ શકે. આપને આર્થિક લાભ થશે. મોસાળપક્ષથી પણ લાભ થઇ શકે. આપ જરૂર જણાય ત્યાં ખર્ચ કરશો. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે.

ધન:હાથ પર લીધેલાં કાર્યોમાં સફળતા માટે ઘણી વધુ મહેનત કરવી પડે. સંતાનોના ભણતર કે સ્‍વાસ્‍થ્‍ય બાબતના કાર્યોમાં તમે વધુ વ્યસ્ત રહો. આપને મુસાફરી ન કરવાની અથવા તેમાં વધુ ધ્યાન રાખવાની સલાહ છે. પેટને લગતી વ્‍યાધ‍િઓથી પીડા હોય તેમણે શક્ય હોય તો ઉપવાસ કરવો. કાલ્‍પનિક તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય- કલા ક્ષેત્રે અભિરૂચિ વધશે. પ્રણય પ્રસંગો માટે અનુકૂળ સમય છે. પ્રિયપાત્ર સાથે સુખદ ક્ષણો વીતે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે.

મકર: આજે આપ શારીરિક અસ્‍વસ્‍થતા અને માનસિક બેચેનીથી બચવા માટે મનપસંદ કાર્યો કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. પરિવારમાં વાતાવરણ કલેશમય ના રહે તે માટે સૌની સાથે સહકાર અને થોડી મજાક મસ્તીનો મૂડ રાખવો. સ્ફૂર્તિ અને તાજગી જાળવવા માટે કામકાજની સાથે આરામ પર ધ્યાન આપવું. સ્‍વજનો સાથે મનદુ:ખ ટાળવું. છાતીમાં પીડાની થોડી શક્યતા છે. જાહેરજીવનમાં વધુ પડતું માન મળે તેવી આશા રાખવી નહીં. સ્‍ત્રી વર્ગ અને પાણીથી જોખમ હોવાનું જણાઈ રહ્યું છે.

કુંભ:આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપનો ઉત્‍સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય પસાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્‍વજનો સાથેની મુલાકાત આપના ચિત્તને પ્રસન્‍ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.

મીન: આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. ક્રોધના કારણે કોઇ સાથે તકરાર કે મનદુ:ખ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શરીરમાં પણ થોડી સુસ્તિ અને નબળાઈ જેવું લાગશે. આ ઉપરાંત, આંખની કાળજી રાખવી. પરિવારના સભ્‍યો અને સ્‍નેહીજનો સાથે વાતચીત કરવામાં વિનમ્રતા રાખવી. ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. નકારાત્‍મક વિચારો આપના મન પર હાવિ ન થાય તેનું ધ્‍યાન રાખવું. ખાનપાન પર સંયમ રાખવો. એકંદરે આજનો દિવસ સમજી વિચારીને ચાલવા જેવો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.