ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - ધન રાશિનું રાશિફળ

આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

રાશિફળ
રાશિફળ
author img

By

Published : May 16, 2021, 6:32 AM IST

મેષ : આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની મનોમન પ્રેરણા મળશે. તમે વિચારોમાં સ્થિરતા જાળવજો જેથી કેટલીક જરૂરી બાબતોમાં મુંઝવણ ટાળી શકો. નોકરી કે વ્‍યવસાયમાં સ્‍પર્ધાત્‍મક વાતાવરણ રહે તેમજ નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્‍ત્રીઓએ વાણી પર કાબુ રાખવો.

વૃષભ : આજે આપના મનનું ડામાડોળ વલણ મહત્ત્વની તકોથી આપને વંચિત રાખશે. આજે નવા કામની શરૂઆત કરવી યોગ્‍ય નથી. વાતચીતમાં આપનું જક્કી વલણ ઘર્ષણ ઉભું કરી શકે છે. આપની વાકપટુતા કોઇને પ્રભાવિત કરી દેશે. પરિવારમાં શાંતિ જળવાશે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

મિથુન : આજનો દિવસ તાજગી અને સ્‍ફૂર્તિભર્યો રહેશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્‍ત્રાલંકાર અને મિત્રો સ્‍વજનોની સંગાથે આપનો દિવસ ખૂબ આનંદમાં પસાર થાય. દાંપત્‍યજીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. આર્થિક લાભ અને આયોજનો માટે અનુકૂળ દિવસ છે. ખર્ચ વધારે થશે, તેથી તેના પર સંયમ રાખવો પડે. નકારાત્‍મક વિચારોને દૂર હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક : શરીરમાં સ્ફુર્તિ અને મનમાં સ્થિરતા જેટલી વધુ હશે એટલા તમે વધુ સારી રીતે કામ કરી શકશો માટે આજે કામની સાથે આરામ અને મનોરંજન બંનેને મહત્વ આપવાની સલાહ છે. કેટલીક બાબતોમાં તમારી વિચાર ક્ષમતાની કસોટી થશે પરંતુ છેવટે આવી સ્થિતિનો તમને આનંદ પણ આવશે. વધુમાં પરિવારજનોને કદાચ ઓછો સમય આપો તો પણ તેમની સાથે અન્ય કોઈ પ્રકારે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરવો. માતાની સેવા કરજો અને તેમને ખુશ રાખવાનો વધુ પ્રયાસ કરજો. ધનખર્ચ વધશે. ગેરસમજ કે વાદવિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ : આજનો દિવસ આપના માટે લાભકારક નીવડશે, પરંતુ મનનું ઢચુપચુ વલણ હાથમાં આવેલી તક ગુમાવી ન દે તેનું ધ્‍યાન રાખવું પડશે. સ્‍ત્રી મિત્રોથી મુલાકાત અને લાભ થાય. વડીલવર્ગના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં માંગલિક કાર્યો થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. નોકરિયાતોને આવકના સ્‍ત્રોતમાં વધારો થશે. બહારગામ જવાનું આયોજન થાય.

કન્યા : નવા કાર્યના આરંભ માટે આપે જે આયોજનો કર્યા હોય તેના અમલીકરણ માટે સમય ઘણો અનુકૂળ છે. ધંધામાં પણ લાભ થવાના યોગ છે. આપ ઉઘરાણીના રૂપિયા મેળવી શકશો. નોકરી કરતા લોકોને બઢતી મળવાના યોગ છે. આપને પિતૃપક્ષથી લાભ થઇ શકે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. દાંપત્યજીવન પણ સારું રહેશે. સરકારી કામકાજ સારી રીતે પૂરા થશે અને આજનો દિવસ પણ સારી રીતે પસાર થશે.

તુલા : બૌદ્ધિકો કે સાહિત્‍યરસિકો સાથે મુલાકાતથી આપ જ્ઞાનગોષ્ટિમાં સમય પસાર કરો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા અંતરનો પ્રવાસ કે યાત્રાધામની મુલાકાત થાય. વિદેશગમન માટેની તકો સર્જાય તથા વિદેશમાં વસતા મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે. સંતાનોની બાબતોમાં તમારી વ્યસ્તતા વધુ રહેશે.

વૃશ્ચિક : વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો જરૂરી છે. રોજિંદા કાર્યો સિવાય નવું કામ હાથ ધરવું યોગ્‍ય નથી. સ્વાસ્થ્ય પર કોઈપણ પ્રકારનું જોખમ ટાળવ માટે ખાન-પાનમાં ધ્‍યાન રાખવું. ઓચિંતો ધનલાભ નકારી શકાય નહીં. આધ્‍યાત્મિક સાધના માટે સારો સમય છે. ચિંતન, મનનમાં સમય ગાળવાથી માનસિક શાંતિ સાથે ઉપાધિઓથી દૂર રહી શકશો.

: બૌદ્ધિક, તાર્કિક વિચાર વિનિમય અને લેખનકાર્ય માટે શુભ દિવસ છે. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્‍ત્ર પરિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આજના દિવસને આનંદિત અને રોમાંચિત બનાવશે. ભાગીદારીમાં લાભ થાય. જીવન સાથી સાથેના સંબંધોમાં વધારે ધનિષ્‍ઠતા રહે. જાહેર માન- સન્‍માનમાં વધારો થાય.

મકર : આજે આપના વેપાર ધંધાનું વિસ્‍તરણ થશે. આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે. કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે. સહકાર્યકરો તથા હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. હરીફોને પરાજિત કરવામાં કામિયાબ નીવડશો, માત્ર કાનૂની આંટીઘૂંટીઓથી થોડા સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ : આજે આપ સંતાનો સંબંધિત કાર્યોમાં વધુ પહોવાયેલા રહેશો. અપચન, પેટના દર્દોથી પરેશાન હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી. વિચારોમાં ઝડપી પરિવર્તનના કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી આવી શકે છે. શાંતિને સ્થિરતા જાળવવી. નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરવો હિતાવહ છે. યાત્રા- પ્રવાસમાં વિલંબ થઈ શકે છે માટે શક્ય હોય તો મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવે છે.

મીન : કુટુંબીજનો સાથે આજે સહકારની ભાવના વધારવી. માતાના સ્‍વાસ્‍થ્‍યની વધુ કાળજી લેવાની સલાહ છે. અણગમતી ઘટનાઓથી દૂર રહેવું તેમજ ઉત્સાહ અને વૈચારિક સ્થિરતાનો અભાવ વર્તાય તો મહત્વના કાર્યો ટાળીને માત્ર નિજાનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવું. વધુ ઉંઘ લેવાની સલાહ છે. ધન અને કીર્તિમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા હાલમાં જણાતી નથી. સ્‍ત્રીવર્ગ તેમજ પાણીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્‍થાવર મિલકત, વાહનો વગેરેનો પ્રશ્ન ચિંતા ઉપજાવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.