ETV Bharat / bharat

Weekly Horoscope :જાણો સાપ્તાહિક રાશિફળ, કેવું રહેશે આપનું સપ્તાહ - ASTROLOGICAL PREDICTIONS SAPTAHIK RASHIFAL

કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે. જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ. જાણો સાપ્તાહિક રાશીફળ.

Etv BharatWeekly Horoscope
Etv BharatWeekly Horoscope
author img

By

Published : Jul 2, 2023, 2:33 AM IST

મેષ: પ્રોફેશનલ કાર્યોમાં પ્રગતિ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારા કાર્યમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને તમારા મનમાં પ્રસન્નતાનો અનુભવ થશે. વ્યવસાયમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના રહેશે. કોર્ટ સંબંધિત મામલાઓમાં તમને સફળતા મળી શકે છે. જમીન-સંપત્તિથી તમને લાભ થશે. અઠવાડિયાના પ્રારંભમાં મોટા ખર્ચાથી ચેતીને રહેવું. શક્ય હોય ત્યાં સુધી કોઈ મોટું કામ હાથમાં લેવું નહીં. મોટા અને મહત્વના કાર્યો માટે અઠવાડિયાનો મધ્યભાગ સારો રહેશે. અંતિમ ચરણમાં તમારી આવકમાં વધારો થશે. તમે ખૂબ ઉત્સાહમાં રહેશો. નોકરિયાત લોકો માટે આ સમય પરિશ્રમ વાળો રહેશે અને તમારે પૂરા દિલથી કામ કરવું પડશે, કારણ કે લોકો તમારી વિરુદ્ધ પેંતરા કરીને તમને પછાડવાનો પ્રયાસ કરશે. તમારું કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવું અને તમારા કાર્યમાં તમારું પ્રદર્શન સુધારવાનો પ્રયાસ કરવો. આ સમય વિવાહિત જીવનમાં ખુશીઓથી ભરેલો રહેશે, જ્યારે પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો પોતાના પ્રેમ જીવનમાં ખૂબ જ સકારાત્મક રહેશે. તમે તમારા પ્રિયજનનો પરિચય તમારા પરિવારના સભ્યો સાથે કરાવી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મુસાફરી કરવા માટે શરૂઆત અને અઠવાડિયાના છેલ્લા બે દિવસ સારા રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.

વૃષભ: છેલ્લા કેટલાક સમયથી તમારામાં મનમાં વિચારોની ગડમથલ ચાલતી હશે તેમાંથી હવે મુક્તિ મળશે. કેટલીક બાબતોમાં તમને જે ગેરસમજ થઈ હોય તે પણ દૂર થવાથી સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે જેનો લાભ પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં જોવા મળશે. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. ફક્ત વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું તમારા માટે જરૂરી રહેશે. જો તમે બિઝનેસ કરી રહ્યા છો, તો તમને કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવાની સુવર્ણ તક મળશે. આ તક તમારે ગુમાવવી ન જોઈએ અને સમયનો પૂરતો લાભ ઉઠાવવો જોઈએ. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે. તમે ઉત્તમ યોજનાઓ બનાવશો અને તેમા તમને લાભ પણ મળશે. તમારું અંગત જીવન સુંદર રહેશે. જો તમે પરણિત છો, તો તમારા જીવનસાથીની મદદથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમે એકબીજાને સારી રીતે સમજણ સાથે સમય આપીને તમારા જીવનનો આનંદ માણી શકશો. ઉત્તેજિત થઈને કોઈ પણ ખોટી વસ્તુ, ખોટા માર્ગ અથવ અનૈતિક વિચારનો સહારો લેવો નહીં અન્યથા મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો તમને કોઈ વ્યક્તિ પસંદ હોય, તો તમે તેમની સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મુકી શકો છો. તમારું સ્વાસ્થ્ય થોડું ચડ-ઉતરતું રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સખત મહેનત કરશે, જેના કારણે તેમને સુખદ પરિણામ પ્રાપ્ત થશે. તમારું મન અભ્યાસ કરવામાં વ્યસ્ત રહેશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સારું રહેશે.

મિથુન: આ અઠવાડિયું તમારા માટે સાનુકૂળ રહેશે. ઘરમાં ધનની આવક થશે, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ હળવા ખર્ચા થશે, જેના પર તમારે ધ્યાન આપવું જરૂરી રહેશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે પરંતુ નાની નાની સમસ્યાઓ તમને વ્યથિત કરી શકે છે. તમને ખભામાં દુખાવો થઈ શકે છે અથવા સાંધાના દુખાવાની સમસ્યા તમને તકલીફ આપી શકે છે. પરિવારમાં નાના બાળકોને કોઈ બાબતે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનથી ખૂબ સંતુષ્ટ રહેશે. તમારા સંબંધમાં પ્રેમ અને રોમાન્સ બન્ને રહેશે, જે સંબંધને સારો બનાવવા જરૂરી છે. આ સાથે તમે આ ક્ષણ અને આ અઠવાડિયાનો ભરપૂર આનંદ માણી શકશો. તમે તમારા જીવનસાથી સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો, જે તમારા સંબંધને પ્રેમથી ભરી દેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે. તમે બન્ને તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ એકબીજાને ખુશ કરવા માટે કરશો અને તમે એકબીજાના દિલની વાત પણ જાણી શકશો. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે, વ્યાપારીવર્ગને વ્યાપાર કરવા માટે વધુ મહેનત કરવી પડશે. કોઈની સાથે ઝઘડો થાય નહીં, તે વાતનું ધ્યાન રાખવું. જો તમે મુસાફરી કરી રહ્યા હોય તો અઠવાડિયાના પ્રથમ બે દિવસ સિવાય બાકીના દિવસો તમારા માટે સાનુકૂળ નથી, જ્યારે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેવાનું છે.

કર્ક: નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામની વ્યસ્તતાની સાથે જ તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. વ્યવસાય કરતા લોકો તેમના કામમાં મજબૂત રહેશે અને તેમના વ્યાવસાયિક પ્લાનિંગને આગળ વધારી શકશે. શક્ય હોય ત્યાં સુધી તમારા મન પર કોઈપણ પ્રકારની ચિંતાનો ભાર રાખવો નહીં. પારિવારિક જીવન સુખમય રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોની વાત કરીએ તો તમે તમારા પ્રિય સાથે ખુલીને વાત કરશો. તમારા પ્રિયપાત્ર અહંકારમાં પણ રહેશે અને તમારી સાથે થોડો વાદ-વિવાદ થઈ શકે છે. આ બધુ હોવા છતાં, તમારા સંબંધો સારા રહેશે. જો તમે પરણિત છો, તો તમારા ગૃહસ્થ જીવનમાં સારો સમય આવશે, પરંતુ જાતે ગુસ્સો ન કરો અને એવું કામ કરો, જેના કારણે સંબંધોમાં ફરીથી સમસ્યાઓ શરૂ થાય છે. તમારા અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. યોગ્ય વર્કઆઉટ કરો અને વધુ પડતા ગરમ ખોરાકને ટાળો. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ સુખદ પરિણામ મળશે. તમે કોઈપણ સ્પર્ધાની તૈયારી કરવા માટે તમારું મન બનાવી શકો છો. તો પછી શું વિલંબ, ચાલો શરૂ કરીએ.

સિંહ: આ સપ્તાહ વ્યાપારી વર્ગ માટે પણ ખૂબ સારું રહેશે. તમે ઉત્તમ યોજનાઓ બનાવશો અને તેમા તમને લાભ પણ મળશે. માર્કેટિંગ ઉપરાંત મેન્યુફેક્ચરિંગમાં વધારો કરવા પર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. તમારું મોટાભાગનું પ્લાનિંગ ઘણા લાંબાગાળાનું રહેશે. નોકરિયાત લોકોને પોતાની કુશાગ્ર બુદ્ધિનો લાભ મળશે અને તે લોકો પોતાના ક્ષેત્રમાં ઈમાનદારીપૂર્વક અને મહેનતથી કામ કરશે. પરણિત લોકો તેમના ગૃહસ્થ જીવનને સુખી બનાવવા માટે કેટલાક નવા પ્રયોગો કરી શકે છે, જેથી તેમના મનમાં પોતાના જીવનસાથી સાથે ફરવા જવાની યોજના બનાવવાનો વિચાર પણ આવી શકે છે પરંતુ ઉત્તેજિત થઈને કોઈ પણ ખોટી વસ્તુનો સહારો લેવો નહીં અન્યથા મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો સંપૂર્ણપણે પોતાના પ્રેમ જીવનમાં સંપૂર્ણપણે રોમેન્ટિક રહેલા દેખાશે અને તમે તમારા પ્રિય સાથે ક્યાંક દૂર ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમને એકબીજા સાથે સમય પસાર કરવામાં આનંદ આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારું મન ભણવામાં વ્યસ્ત રહેશે. અઠવાડિયાના અંતિમ દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.

કન્યા: આ સમયમાં મોટાભાગે તમારું ભાગ્ય બળવાન રહેશે, જેના કારણે તમારા અટકેલા કામ પણ થવા લાગશે. તમારી આંતરિક સૂઝ અને આવડતાના કારણે તમે કોઈપણ કામ ઝડપથી અને વધુ સારી રીતે ઉકેલી શકશો. તમારા અટકેલા પૈસા પણ પાછા આવશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. તમને સર્વાંગી લાભ પ્રાપ્ત થશે. નોકરી હોય કે ધંધો, તમે બધી જગ્યા પર તમારો વિજય ધ્વજ લહેરાવશો, જેનાથી તમારું મનોબળ મક્ક્મ થશે. તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો. કોર્ટના મામલામાં તમને સફળતા મળી શકે છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે, જેથી તમને નોકરીમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. તમારા પ્રદર્શનમાં સુધારો થશે અને તમને લોકો તરફથી પ્રશંસા પણ પ્રાપ્ત થશે. તમારું કામ લોકોની નજરમાં આવશે. વિવાહિત લોકોનું વિવાહિત જીવન તણાવથી બલી ચડી શકે છે, તેથી એવું કોઈ કાર્ય ન કરવુ, જેનાથી તમારા સંબંધોમાં અંતર વધવાની સંભાવના વધે. પ્રેમસંબંધોમાં હોય તેવા લોકો માટે આ સમય ચડતી-પડતીથી ભરેલો રહેશે, તેથી તમારે સાવધાન રહેવું પડશે. એવું કંઈ કામ કરવું નહીં જેનાથી તમારા પ્રિયપાત્રની લાગણી દુભાય. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આનંદ પ્રાપ્ત થશે અને તેમને ટેકનિકલ વિષયો અભ્યાસ કરવાથી વધારે લાભ મળશે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે.

તુલા: નોકરિયાત લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં વધારો થશે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે, તેમ છતાં એવું કોઈ કામ કરવું નહીં, જેનાથી તમારા સન્માનને ઠેસ પહોંચે, દરેક સાથે સારો વ્યવહાર કરવો. વેપાર કરતા લોકો માટે આ સમય સાનુકૂળતા લાવનારો રહેશે અને તમને પ્રયત્નો કરવાથી લાભ પ્રાપ્ત થશે. શરૂઆતના ચરણમાં તમારી આવકમાં વધારો થશે અથવા કોઈપણ પ્રકારે વધારાના નાણાં મળવાથી ઘરમાં ખુશીઓનું આગમન થશે. ઘરમાં સુખ-શાંતિ આવશે. કોઈ જૂના મિત્રને મળવાની તક પણ મળશે, પરંતુ આ બધું હોવા છતાં, ઘરમાં માતાપિતા વચ્ચે કોઈ વાતને લઈને ચિંતામાં વધારો થઈ શકે છે અને તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારે આ બાબત પર ધ્યાન આપવું પડશે. વિવાહિત જીવન સુખી રહેશે. તમારા જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે લોકોના થોડો વિરોધનો પણ સામનો કરવો પડશે, પરંતુ તેમ છતાં તમે તમારા સંબંધોમાં મક્કમ રહેશો. મુસાફરી કરવા છેલ્લા દિવસ સિવાય બાકીનો સમય સારો રહેશે. વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો, તે લોકો કઠિન વિષય પર પણ સારી પકડ મેળવી શકશે.

વૃશ્ચિક: આ અઠવાડિયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે તમને વ્યવસાયને આગળ વધારવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમે થોડું જોખમ પણ ઉઠાવશો, પરંતુ તે વ્યવસાય માટે જરૂરી છે જેથી ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવાથી તમને સારાં પરિણામો મળશે. વેપાર-ધંધામાં ગતિ આવશે અને તમને વેપાર કરવાથી સંતોષ પ્રાપ્ત થશે. આ અઠવાડિયે રોકાણ કરતા પહેલાં થોડું વિચારવું જરૂરી રહેશે. તેમ છતાં રોકાણ તમને નફો અપાવશે. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળશે અને તમારી ગણના સારા કર્મચારીઓમાં થશે. તમારા પર કામનો બોજ પણ વધી શકે છે અને તમને કેટલાક નવા કામ સોંપવામાં આવી શકે છે, જેનો તમે ખુશીથી સ્વીકાર કરશો. વિવાહિત જીવન સામાન્ય ગતિએ આગળ વધશે. પરિવારમાં નાની-નાની સમસ્યાઓને તમે સાથે મળીને હલ કરશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. તમારા પ્રિય તમારી સામે તેમના મનની વાત કહેશે, જેથી તમે તેમને વધુ સારી રીતે સમજી શકશો. જીવનસાથીની શોધમાં હોય તેમને યોગ્ય પાત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આ અઠવાડિયે નાની-મોટી મુસાફરીના યોગ બનશે. પ્રોફેશનલ હેતુથી કરેલી મુસાફરી સફળ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સખત મહેનતથી સફળતા મળે તેવું જણાઈ રહ્યું છે.

ધન: શરૂઆતના ચરણમાં તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાનો સામનો કરવો પડશે પરંતુ વિકએન્ડ સુધીમાં પરિસ્થિતિ થાળે પડી જશે. નાણાકીય દૃશ્ટિએ આ અઠવાડિયું થોડું નબળું કહી શકાય. તમારી આવક કરતાં ખર્ચા વધુ રહેશે. વ્યવહારુ અને મેડિકલ સંબંધિત ખર્ચ થઈ શકે છે નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. નોકરિયાતોએ તેમના કાર્ય પ્રત્યે ખૂબ કાળજી રાખવી જોઈએ અને પોતાના તરફથી પૂરતો પ્રયાસ કરવો જોઈએ, જેથી ભૂલ થવાનો કોઈ પણ અવકાશ રહે નહીં. નોકરીના ઈન્ટરવ્યુમાં વધુ નર્વસ થવાના બદલે સ્વસ્થતાપૂર્વક જવાબ આપવાથી નોકરીના ચાન્સ વધી જશે. વેપારમાં ચડતી-પડતી આવી શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે મજબૂત સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન રોમેન્ટિક રહેશે અને તે લોકો પોતાના જીવનસાથી સાથે પ્રેમથી ભરપૂર વાતચીત કરશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે. ક્યાંક ફરવા અથવા ડીનર પર જવાનું પ્લાનિંગ થઈ શકે છે. અઠવાડિયાના મધ્ય અને છેલ્લા દિવસો વાહન ચલાવવા માટે સારા રહેશે. વિદ્યાર્થીઓ ભણતરમાં સારું પ્રદર્શન આપી શકશે પરંતુ આસપાસના ઘોંઘાટિયા માહોલના કારણે ક્યારેક ખલેલ પહોંચી શકે છે. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે હજી પણ તમારા સ્વાસ્થ્ય ઉપર ભયનાં વાદળો છવાયેલા છે.

મકર: નોકરી કે ધંધામાં આગળ વધારવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમે થોડું જોખમ પણ ઉઠાવશો. વેપારમાં ગતિ આવશે અને તમને વેપાર કરવાથી સંતોષ પ્રાપ્ત થશે. તમારી સર્જનાત્મકતા વધશે જેથી કામમાં કંઈક નવું કરશો. લાંબાગાળાનું રોકાણ થવાના ચાન્સ છે. સંપત્તિમાં રોકાણ કરી શકશો. જોકે, શેરબજાર અથવા અટકળો આધારિત કોઈપણ બજારોમાં રોકાણ કરતા પહેલા વિચારવું. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. તમે આત્મવિશ્વાસ સાથે તમારી પ્રતિભા બતાવી શકશો અને તમારી ગણના સારા કર્મચારીઓમાં થશે. કામનો બોજ વધશે પરંતુ પ્રમોશન અથવા અન્ય કોઈ લાભ મળવાથી તમારો ઉત્સાહ પણ વધશે. વિવાહિત જીવન સામાન્ય ગતિએ આગળ વધશે. પ્રોફેશનલ કાર્યોમાં જીવનસાથીનો સહકાર અને સલાહ મળવાથી ફાયદો થશે. પરિવારમાં નાની-નાની સમસ્યાઓને તમે સાથે મળીને હલ કરશો. પ્રેમ જીવન માટે આ સમય સારો રહેશે. તમારા પ્રિય તમારી સામે તેમના મનની વાત કહેશે. જોકે ક્યારેક તેમની અપેક્ષા પૂરી ન થવાથી તેઓ નારાજ થશે પરંતુ તમે રોમેન્ટિક અંદાજમાં તેમને મનાવી લેવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓને મિત્રો પાછળ વધુ પડતો સમય બગાડવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ છે.

કુંભ: તમને અત્યારે નાણાકીય લાભ સારા પ્રમાણમાં થશે જેથી પોતાના મોજશોખ પુરા કરવામાં તેમજ પરિવારના લોકોની જરૂરિયાતો અને તેમની ખુશી માટે ખર્ચ કરવામાં તમે પાછા નહીં પડો. નોકરિયાત લોકો તેમના કામ પ્રત્યે ખૂબ જ સભાન રહેશે અને આ અઠવાડિયે તેમને પ્રમોશન મળી શકે છે અને પગાર વધારો પણ થઈ શકે છે. વ્યવસાય કરતા લોકોએ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો. તમારા વિરોધીઓ સક્રીય થશે પરંતુ તમારી સ્ટ્રેટેજી અને કૌશલ્યના કારણે તેઓ તમારી સામે ટકી નહીં શકે. દૂરના અંતર અથવા વિદેશને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે. વિદેશી ચલણમાં પેમેન્ટ મેળવી શકશો. કાર્યસ્થળે કોઈપણ વિજાતીય પાત્ર સાથે ગેરવર્તન કરવુ નહીં. વિવાહિતોને ગૃહસ્થ જીવન થોડી ચિંતા રહે. તમારી વચ્ચે નાના-મોટા ટકરાવ થવાની સંભાવના ઉભી થઈ શકે છે. શક્ય હોય એટલું સમાધાનકારી વલણ રાખવું અને તેમને ક્યાંક નજીકમાં ફરવા લઈ જવાથી તમારી વચ્ચે આત્મીયતા વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમને તમારા પ્રિયનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તેમનો દરેક વાતમાં સાથ પણ આપશો. પ્રપોઝ કરવા માટે યોગ્ય ચાન્સ મળી રહેશે. પૂર્વાર્ધનો સમય મુસાફરી કરવા માટે ઠીક રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશે.

મીન: તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન થવાના ચાન્સ છે. શરૂઆતમાં તમારો વ્યવસાય શરૂ કરી શકશો અથવા હાલના વ્યવસાયમાં કંઈક નવું પ્લાનિંગ કરીને તમારી પાંખો ફેલાવી શકશો. તમે ઝડપથી સિદ્ધિના શિખરો સર કરવાનો પ્રયાસ કરશો. વેપારના સંબંધમાં મુસાફરી થઈ શકે છે. દૂરના પ્રદેશો અને રાજ્યો સાથે તમારા સંબંધો વધશે. સરકાર સંબંધિત કાર્યોમાં મોટા કોન્ટ્રાક્ટ મળે અથવા મોટા હોદ્દેદારો સાથે ઓળખાણ વધવાથી નવું કામ શરૂ થઈ શકે છે. નોકરી શોધનારાઓએને સફળતા મળે. જેઓ પહેલાંથી નોકરીમાં છે તેમણે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. તમારા ઉપરીઓ તમારી કાર્યનિષ્ઠાથી પ્રભાવિત થશે. પરણિત જાતકોનું ગૃહસ્થ જીવન સુખી રહેશે. તમારી વચ્ચે અહંકાર ઓગળી જશે અને પ્રેમનું બંધન મજબૂત થશે. તમે એકબીજા સાથે ખુલીને વાત કરશો અને સંબંધોમાં જામી ગયેલી ધૂળને સાફ કરવાનો પ્રયાસ કરશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોએ થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે આ સમયે તમારા પ્રિય પણ બિનજરૂરી ગુસ્સાને કારણે વ્યથિત રહેશે. તમને તેમનું વર્તન ગમશે નહીં. અઠવાડિયાના શરૂઆતના અને છેલ્લા દિવસોમાં મુસાફરી સારી રહેશે. વિદ્યાર્થીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તેમના અભ્યાસ પર અસર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.