ETV Bharat / bharat

એક્ઝિટ પોલ; છત્તીસગઢ, તેલંગાણામાં કોંગ્રેસને લીડ, MP-રાજસ્થાનમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન - એક્ઝિટ પોલના પરિણામો

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો રાઉન્ડ ગુરુવારે તેલંગાણામાં મતદાન સાથે સમાપ્ત થયો. આ સાથે જ એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. જાણો ક્યાં કોની બની શકે છે સરકાર ? Assembly Elections 2023, Exit Poll Results, Poll of polls.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના  એક્ઝિટ પોલના પરિણામો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 5:46 PM IST

Updated : Nov 30, 2023, 7:57 PM IST

નવી દિલ્હીઃ મોટાભાગના એક્ઝિટ પોલમાં છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસની લીડ, જ્યારે ભાજપને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મતદાનકર્તાઓએ એ પણ સંકેત આપ્યો કે મિઝોરમમાં, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM), મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સાથે નજીકની હરીફાઈમાં છે અને કોંગ્રેસ અને ભાજપ પાછળ છે.

હાલ કોની સરકાર: 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપ સત્તામાં છે, જ્યારે રાજસ્થાન (199) અને છત્તીસગઢ (90)માં કોંગ્રેસનું શાસન છે. કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) 10 વર્ષથી તેલંગાણામાં સત્તામાં છે અને MNF મિઝોરમમાં સત્તામાં છે.

મધ્યપ્રદેશ વિધાનસભાઃ

230 વિધાનસભા મતવિસ્તાર ધરાવતી મધ્યપ્રદેશ વિધાનસભાના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. જન કી બાત સર્વે મુજબ ભાજપને 100 થી 123 સીટો મળવાની આશા છે. કોંગ્રેસને 102થી 105 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને પાંચ બેઠકો મળી શકે છે. રિપબ્લિકના સર્વે મુજબ ભાજપને 118થી 130, કોંગ્રેસને 97થી 107 અને અન્યને બે બેઠકો મળવાની ધારણા છે. પોલસ્ટ્રોટના સર્વે મુજબ ભાજપને 106થી 116 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને 111થી 121 બેઠકો મળતી જોવા મળી રહી છે. અન્યને છ બેઠકો મળી શકે છે.

  • #WATCH | Indore, MP: Congress leader Jitu Patwari says, "BJP does not have a lead anywhere. Be it Chhattisgarh, Telangana, Madhya Pradesh or Rajasthan, Congress is forming the govt in all four states..." pic.twitter.com/WYUQPagz58

    — ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજસ્થાન વિધાનસભાઃ

199 સીટો ધરાવતા રાજસ્થાનની વાત કરીએ તો જન કી બાત સર્વેમાં ભાજપને 100 થી 122 સીટો મળવાની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે કોંગ્રેસને 62થી 85 બેઠકો મળી શકે છે. 14થી 15 બેઠકો અન્યના ખાતામાં જશે તેવો અંદાજ છે. પોલસ્ટ્રોટના સર્વે મુજબ ભાજપને 100થી 110, કોંગ્રેસને 90થી 100 અને અન્યને 5થી 15 બેઠકો મળવાની ધારણા છે. એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં કોંગ્રેસને 86થી 106 બેઠકો, ભાજપને 80થી 100 બેઠકો અને અન્યને 9થી 18 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.

  • #WATCH | Udaipur: Congress leader Gourav Vallabh says, "...There has been positive voting in Rajasthan...We got votes from all religious communities. The exit polls show that Congress will be forming the govt..." pic.twitter.com/umGjCigqcP

છત્તીસગઢ વિધાનસભાઃ

છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ હોવાનું અનુમાન છે. 90 સીટોવાળી વિધાનસભા માટે એક્સિસ મોઈ ઈન્ડિયાના સર્વે મુજબ કોંગ્રેસને 40થી 50 સીટો મળવાની આશા છે. ભાજપને 36થી 46 બેઠકો મળી શકે છે. અન્યને એકથી પાંચ બેઠકો મળી શકે છે. જન કી બાતના સર્વેમાં ભાજપને 34થી 45 બેઠકો, કોંગ્રેસને 42થી 53 બેઠકો મળવાનો અંદાજ છે.

  • #WATCH | On exit polls, Chhattisgarh CM and Congress leader Bhupesh Baghel says, "We had set a target of getting 75 seats and we will remain close to that figure..." pic.twitter.com/lO6DRlZPVV

તેલંગાણા વિધાનસભાઃ

119 બેઠકોવાળી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી ગુરુવારે પૂર્ણ થઈ હતી. જન કી બાત સર્વેમાં કોંગ્રેસને 48થી 64 બેઠકો, BRSને 40થી 55 બેઠકો, ભાજપને સાતથી 13 બેઠકો અને AIMIMને ચારથી સાત બેઠકો મળવાનો અંદાજ છે. પોલસ્ટ્રોટના સર્વે મુજબ કોંગ્રેસને 49થી 59, BRSને 48થી 58, ભાજપને 5થી 10 અને AIMIMને 6થી 8 બેઠકો મળવાની આશા છે. સીએનએનના સર્વે મુજબ કોંગ્રેસને 56, બીઆરએસને 48, ભાજપને 10 અને એઆઈએમઆઈએમને પાંચ બેઠકો મળવાની આશા છે.

  • #WATCH | On exit polls, Telangana Minister and BRS leader KTR Rao says, "This is an illogical exit poll. People are still voting... It is ridiculous of the Election Commission of India also basically to allow for exit polls at 5:30 when people are queuing up to vote till 9pm. I… pic.twitter.com/ysQNVjXW8U

મિઝોરમ વિધાનસભાઃ

40 સીટોવાળી મિઝોરમ વિધાનસભાના સર્વેના પરિણામો પણ સામે આવ્યા છે. જન કી બાત સર્વેમાં, MNFને 10 થી 14 બેઠકો, ZPMને 15 થી 25 બેઠકો, કોંગ્રેસને પાંચથી 9 બેઠકો અને ભાજપને બે બેઠકો મળવાની ધારણા છે. CNX એ જણાવ્યું કે MNFને 14-18, ZPMને 12-16, કોંગ્રેસને 8-10 અને BJPને 0-2 બેઠકો મળશે. સી વોટરે કહ્યું કે MNFને 15-21, ZPMને 12-18 અને કોંગ્રેસને 2-8 બેઠકો મળવાની ધારણા છે.

3 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ:

પાંચેય વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. જ્યારે તેલંગાણામાં બંને રાજકીય પક્ષો અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સાથે ત્રિકોણીય જંગ છે. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) એ મિઝોરમના મુખ્ય રાજકીય પક્ષોમાંનો એક છે.

સમાજવાદી પાર્ટી (SP), બહુજન સમાજ પાર્ટી (BSP), આમ આદમી પાર્ટી (AAP) અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) જેવા અન્ય રાજકીય પક્ષો પણ આ રાજ્યોમાં ચૂંટણી લડી રહ્યા છે. અત્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન છે. MNFના ઝોરામથાંગા મિઝોરમના મુખ્યમંત્રી છે અને BRSના કે ચંદ્રશેખર રાવ તેલંગાણામાં સત્તા પર છે.

શું છે વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ? એક સર્વેક્ષણ એજન્સી એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણીના સંભવિત પરિણામોનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરે છે. મતદાન મથકની બહાર નીકળ્યા પછી, મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે, તેથી તેને 'એક્ઝિટ પોલ' કહેવામાં આવે છે. એક્ઝિટ પોલ એક સર્વે છે. એક્ઝિટ પોલ વિધાનસભાના પરિણામો દર્શાવે તેવી શક્યતા છે.

  1. તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023: મોહમ્મદ અઝહરુદ્દીને મતદાન કર્યુ, મતદાતાઓને વાયબ્રન્ટ ડેમોક્રસી માટે મતદાન કરવા અપીલ કરી
  2. તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 લાઈવ અપડેટ્સ: બપોરે 3 વાગ્યા સુધી 51.89 ટકા મતદાન નોંધાયું

Last Updated : Nov 30, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.