ETV Bharat / bharat

એશિયા કપ 2022ઃ આજે ભારત અને હોંગકોંગ વચ્ચે ટક્કર - ભારત સામે હોંગકોંગની ટક્કર

આજે ભારત અને હોંગકોંગ વચ્ચે સાંજે 7ઃ30 વાગ્યે મેચ રમાશે. ભારતીય ટીમ માટે લોકેશ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય, પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને મોકો મળે તેવી સંભાવના. Asia Cup 2022 In Dubai, India vs HongKong, T20 Cricket

એશિયા કપ 2022ઃ આજે ભારત અને હોંગકોંગ વચ્ચે ટક્કર

author img

By

Published : Aug 31, 2022, 4:47 PM IST

દુબઈઃ એશિયા કપ 2022(Asia Cup)માં આજે ટૂર્નામેન્ટની ચોથી મેચ ભારત અને હોંગકોંગ (India vs HongKong) વચ્ચે રમાશે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારત હોંગકોંગને મજબૂત ટક્કર આપવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ સ્પર્ધાના આગલા રાઉન્ડમાં પહોંચવા માટે આ મેચ મજબૂત રીતે જીતવા માંગશે. શ્રીલંકા સામે અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા જોરદાર અપસેટને જોતા ભારતીય ટીમ હોંગકોંગને હળવાશથી લેવાનો પ્રયાસ કરશે નહીં.

આ પણ વાંચોઃપાકિસ્તાન સામે મળેલી જીત પર હાર્દિક પંડ્યાનું ઇમોશનલ ટ્વિટ

કોહલી પર રહેશે નજરઃભારત આ મેચ જીતીને ટોપ 4માં પહોંચવાનો પ્રયાસ કરશે. રવિવારે યોજાયેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. હોંગકોંગ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ રમશે, આ પછી ટીમે પાકિસ્તાનનો સામનો કરવાનો છે. એક રીતે જોઈએ તો ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગમાં હોંગકોંગ કરતા ઘણી મજબૂત છે. પરંતુ ઘણા એવા ખેલાડીઓ છે જેમના પર આ મેચમાં સારું કરવાનું દબાણ રહેશે. બીજી તરફ, વિરાટ કોહલીનું નબળુ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃઆંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સિલેક્શન થવા બાદ પણ સુરતના ચૌહાણ નિશાંત ભાગ લઈ શકશે નહીં

પીચ રીપોર્ટઃ આજે જે પીચ પર મેચ રમાવવાની છે, તે સખત (Hard) અને ઉછાળવાળી હશે. એટલે કે તે ઝડપી બોલરો માટે સારું રહેશે. દુબઈમાં ઝાકળની ગેરહાજરીને કારણે બીજી ઈનિંગમાં બોલિંગ કરી રહેલી ટીમોની મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ છે. ત્યારે ભારે ગરમીની અસર ખેલાડીઓ પર જોવા મળી રહી છે અને ઝડપી બોલરોને થોડી મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ભારત પાકિસ્તાન મેચમાં બંને ટીમો સમયસર ઓવર પૂરી કરવામાં વિલંબ થયો હતો. આ કારણે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બંને ઇનિંગ્સમાં ઓવર રેટ પેનલ્ટીની સિસ્ટમ લાગુ કરવી પડી હતી.

ભારતની સંભવિત ટીમઃ રોહિત શર્મા (કપ્તાન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અથવા દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ , ભુવનેશ્વર કુમાર,આવેશ ખાન, અર્શદિપ સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે.

હોંગકોંગની સંભવિત ટીમઃ નિઝાકત ખાન (કપ્તાન), કિંચિત શાહ, ઝીશાન અલી, હારૂન અરશદ, બાબર હયાત, એજાઝ ખાન, એહસાન ખાન, મેકકેની (wk), ગઝનફર મોહમ્મદ, આયુષ શુક્લા, અહાન ત્રિવેદી કે યાસ્મીન મુર્તઝા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.