ETV Bharat / bharat

ભારતે આપી પાકિસ્તાનને ધોબી પછાડ, 5 વિકેટે વિજય - દુબઈ પાકિસ્તાન સામે મેચ

પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની તમામ 10 વિકેટ તેના ઝડપી બોલરોએ લીધી હતી. ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 4 અને હાર્દિક પંડ્યાએ 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. india vs pakistan match, Asia Cup 2022, india won Against pakistan

INDIA PAKISTAN CRICKET MATCH INDIA WON
INDIA PAKISTAN CRICKET MATCH INDIA WON
author img

By

Published : Aug 29, 2022, 6:18 AM IST

Updated : Aug 29, 2022, 8:33 AM IST

દુબઈ: એશિયા કપ 2022માં (Asia Cup 2022) ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમને જીતવા માટે પાકિસ્તાને 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 19.4 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ 35-35 રનનું યોગદાન આપ્યું (india won Against pakistan) હતું. આ દરમિયાન, હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન બનાવીને મેચ પૂરી કરી હતી.

હાર્દિક બન્યો હિરો : આ પહેલા તેણે બોલિંગમાં પણ સારૂ પ્રદર્શન કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. 15 ઓવર પછી ભારતનો સ્કોર 97 અને 3 હતો. એવું લાગી રહ્યું હતું કે, પાકિસ્તાનની ટીમ પ્રેશર બનાવવામાં સફળ થઈ શકે છે, પરંતુ જાડેજા અને પંડ્યાએ ખૂબ જ બુદ્ધિમત્તા સાથે બેટિંગ કરી અને મેચ જીતી લીધી. india vs pakistan match

પાકિસ્તાને 148 રનનો આપ્યો ટાર્ગેટ : એશિયા કપ 2022માં ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 19.5 ઓવરમાં 10 વિકેટ પર માત્ર 147 રન જ બનાવવા દીધા હતા. આમ, ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી 35 રન બનાવીને તેની 100મી T20 ઈન્ટરનેશનલ મેચ રમવા આવ્યો હતો. તેને મોહમ્મદ નવાઝે ઈફ્તિખાર અહેમદના હાથે કેચ કરાવ્યો હતો.

10 ઓવરનો અંત: ભારતીય ટીમની અડધી ઈનિંગ્સ પૂરી થઈ ગઈ છે. આ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 62 રન છે. રવિન્દ્ર જાડેજા 8 અને સૂર્યકુમાર યાદવ 2 રન બનાવીને રમી રહ્યા હતા. હવે બંને ખેલાડીઓ પર મોટી જવાબદારી આવી ગઈ હતી. india pakistan cricket match

પાકિસ્તાન 147 રનમાં ઓલઆઉટ: ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યાર બાદ તેના બોલરોએ શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાન પર શરૂઆતથી જ દબાણમાં રાખ્યું હતું. પરિણામે સમગ્ર ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભુવનેશ્વર કુમારે બાબર આઝમને આઉટ કરીને પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ ભારતીય બોલરોએ ચુસ્ત અને સીધી બોલિંગ કરીને પાકિસ્તાનને બેકફૂટ પર રાખ્યું હતું. ભુવીએ ચાર અને હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ લીધી હતી.

કોહલી આઉટ: ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો જ્યારે વિરાટ કોહલી 35 રન બનાવીને આઉટ થયો. મોહમ્મદ નવાઝે વિરાટને ઈફ્તિખાર અહેમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કોહલી મોટો શોટ રમવા માંગતો હતો પરંતુ સમય યોગ્ય ન હોવાથી તે કેચ આઉટ થયો હતો.

રોહિત શર્મા આઉટ: કેપ્ટન રોહિત શર્મા મોટો શોટ રમીને આઉટ થયો હતો. રોહિતને મોહમ્મદ નવાઝને ઈફ્તિખાર અહેમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોહિતે 12 રનની ઇનિંગ રમી હતી. આ સમયે ભારતનો સ્કોર 8.2 ઓવર બાદ 2 વિકેટે 51 રન હતો.

Last Updated : Aug 29, 2022, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.