- શાહરૂખ ખાનની નજીકની મિત્ર જૂહી ચાવલા આર્યન વતી જામીન બની
- જામીન મળ્યા બાદ પણ આર્યનને આજની રાત જેલમાં જ વિતાવવી પડશે
- શાહરૂખ ખાનનાં ફેન્સ માટે થોડા નિરાશાજનક સમાચાર
ન્યુઝ ડેસ્ક : આર્યન ખાનની જેલમાંથી છૂટવાની તમામ પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ પણ આજે મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર નહી આવે કારણ કે, જામીનના આદેશની નકલ સમયસર જેલમાં ન પહોંચતા હવે આર્યન ખાનને શનિવારે જેલ માંથી મુક્ત કરવામાં આવશે.
જામીનના હુકમની સમયમર નકલ ન પહોચી
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે 29 ઓક્ટોબરે પણ જેલ માંથી છૂટ્યો નથી. કિંગ ખાન સહિતનાં ચાહકો આર્યનનાં બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતાં પરંતુ જામીનના હુકમની નકલ 5:30 વાગ્યા સુધી NDPS કોર્ટમાંથી આર્થર રોડ જેલમાં પહોંચી ન હતી. જેના કારણે જામીન મળ્યા બાદ પણ આર્યનને આજની રાત જેલમાં જ વિતાવવી પડશે.
શનિવાર સુધી રાહ જોવી પડશે
આર્યન ખાન કેસમાં લેટેસ્ટ અપડેટ્સ સામે આવી છે. શાહરૂખ ખાનનાં ફેન્સ માટે થોડા નિરાશાજનક સમાચાર છે. બેલ ઓર્ડરની નકલ સમયસર આર્થર રોડ જેલમાં પહોંચી ન શકવાનાં કારણે આર્યનને આજે મુક્ય કરાયો નથી. જેલનાં અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આર્યન ખાને શુક્રવારની રાત જેલમાં વિતાવવી પડશે. લીગલ ટીમ આજે સાંજે જામીનના હુકમની નકલ જેલમાં જમા કરાવશે. આ પછી, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આવતીકાલે એટલે કે શનિવારે 11 વાગ્યા પછી ગમે ત્યારે છૂટી શકે છે.
જુહી ચાવલા જામીન બની
આર્યન ખાનને જામીન મળી ગયા હતા અને તે આજે શુક્રવારે જેલમાંથી મુક્ત પણ થવાનો હતો જે હવે આવતીકાલે થશે. તેને એક લાખ રૂપિયાનાં બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે. અભિનેત્રી અને શાહરૂખ ખાનની નજીકની મિત્ર જૂહી ચાવલા આર્યન વતી જામીન બની છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'', આવતીકાલે ફરી સુનાવણી
આ પણ વાંચો : EXCLUSIVE: રાજ્ય સરકાર સોસાયટીમાં CCTV ઇન્સ્ટોલ કરવા અંગે નિર્ણય, ગૃહ વિભાગ કરશે સતાવાર જાહેરાત