ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના કહેરના પગલે કેજરીવાલે કેન્દ્રની માંગી મદદ - કોરોના વાઇરસ

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશની રાજધાનીમાં પરિસ્થિતી ખૂબ ખરાબ છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી.

દિલ્હીમાં કોરોનાનો કહેરના પગલે કેજરીવાલે કેન્દ્રની મદદ માંગી

author img

By

Published : Apr 18, 2021, 2:11 PM IST

  • કેજરીવાલે કેન્દ્રમાંથી બેડ અને ઓક્સિજનની માંગ કરી
  • કેન્દ્રિય હોસ્પિટલોમાં 7 હજારથી વધુ બેડ અનામત રાખવા અનુરાધ કર્યો
  • કેજરીવાલે અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીએ છીએ

નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે, આજે રવિવારે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન સાથે દિલ્હીની પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તેમજ, કેન્દ્રમાંથી બેડ અને ઓક્સિજનની માંગ કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે, દિલ્હીમાં ઓક્સિજન અને કેન્દ્રિય હોસ્પિટલોમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ માટે 7 હજારથી વધુ બેડ અનામત રાખવા અનુરાધ કર્યો છે. આ સાથે જ કેજરીવાલે કહ્યું કે, આગામી કેટલાક દિવસોમાં શાળાઓ, મેદાન અને મંદિરોમાં લગભગ 6 હજાર ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા

કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીએ છીએ

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના આશરે 25.5 હજાર કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે, દિલ્હી સરકારને કેન્દ્રની મદદ મળી રહી છે. તેમણે કહ્યું કે, કોરોનાના બેડ ખૂબ ઝડપથી ફૂલ થઈ રહ્યા છે. આખી દિલ્હીમાં 100થી ઓછા ICU બેડ બાકી છે. ઓક્સિજનની પણ તંગી છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીએ છીએ અને અમને કેન્દ્ર સરકારની મદદ મળી રહી છે.

આ પણ વાંચો: દિલ્હીમાંં કોરોનાથી મુત્યુ દર વધતા મુખ્ય પ્રધાને બેઠક યોજી

કેજરીવાલે ડો.હર્ષ વર્ધન સાથે વાત કરી

કેજરીવાલે કહ્યું કે, તેઓ સતત કેન્દ્રના સંપર્કમાં છે. વધુમાં કહ્યું કે, 'ગઈકાલે મેં ડો.હર્ષ વર્ધન સાથે વાત કરી, મેં તેમને કહ્યું કે અમને બેડ અને ઓક્સિજનની ખૂબ જ જરૂર છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં 10,000 બેડ છે, જેમાંથી 1800 બેડ કોરોના માટે આરક્ષિત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.