ચંદીગઢઃ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલ પંજાબના IAS (IAS Officer Punjab) અધિકારી સંજય પોપલીના એકમાત્ર પુત્ર કાર્તિક પોપલીનું શનિવારે તેના ચંદીગઢના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પરિવારનો આરોપ છે કે પોલીસે કાર્તિક પર ગોળીબાર (Firing Case in Punjab) કર્યો હતો. ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા (IAS in Bribe Case Punjab) સંજય અને તેના પુત્ર કાર્તિકની પોલીસ અલગ-અલગ રૂમમાં પૂછપરછ કરી રહી હતી.
આ પણ વાંચોઃ પ્રયાગરાજ હિંસાના પડઘા સૌરાષ્ટ્રમાં! ડેમુ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરનાર શખ્સો ઝડપાયા
દરોડા પાડવા ગઈ હતી ટીમઃ ચંદીગઢના સેક્ટર 11માં વિજિલન્સની ટીમ જ્યારે દરોડા પાડવા માટે પહોંચી ત્યારે આ ફાયરિંગની ઘટના બની હતી. એવું જાણવા મળ્યું છે કે, આ ગોળી અધિકારીના પુત્ર કાર્તિકને લાગી હતી. જેના કારણે એમનું મૃત્યું થયું હતું. વિજિલન્સની ટીમ કેટલોક સામાન જપ્ત કરવા માટે અધિકારીના ઘરે પહોંચી હતી. આ સમગ્ર કેસની તપાસ કરતા SSP કુલદીપસિંહ ચહલે આ વાત કરી હતી. સંજય પર પંજાબ અને હરિયાણા સહિત વિવિધ કોન્ટ્રાક્ટરો પાસેથી ટેન્ડરના બદલામાં મોટી રકમની લાંચ લેવાનો આરોપ છે, જેના માટે ચંદીગઢ પોલીસ અને વિજિલન્સ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. એ સમયે તેની પાસેથી ઘણા જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ રૂપિયા 6 કરોડની લોન દેવામાં બેંક મેનેજર ફસાયો,ખાતેદાર કોણ હતું એ જાણીને ચોંકી જશો...
કોર્ટમાં રજૂ કરવાના હતાઃ જેના માટે ચંદીગઢ પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો હતો. અત્યાર સુધી પોલીસ રિમાન્ડ પર હતો અને આજે તેને ફરીથી મોહાલી કોર્ટમાં રજૂ કરવાનો હતો. એ પહેલા એના દીકરાનું ફાયરિંગમાં મોત થયાનું સામે આવ્યું છે. સંજય પોપલીના ઘરે પોલીસ તપાસ માટે આવી હતી. જ્યાં તે સંજય પોપલી અને કાર્તિક પોપલીની અલગ-અલગ પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન ફાયરીંગનો અવાજ આવ્યો હતો.
પરિવારજનોની વાતઃ પરિવારજનોનું કહેવું છે કે પોલીસે તેના પુત્રને ગોળી મારી હતી. જ્યારે પોલીસનું કહેવું છે કે જ્યારે પોલીસ પુત્રની પૂછપરછ કરી રહી હતી ત્યારે તેના પુત્ર કાર્તિક પોપલીએ પોતે જ કપાળ પર પિસ્તોલ વડે ગોળીબાર કર્યો હતો. પછી પોલીસ એને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પણ આ કેસમાં પોલીસ જુદા જુદા દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે.