- ભારતીય આર્મીના પ્રમુખે એમ. એમ. નરવણેએ ઓમિક્રોન અંગે આપ્યું નિવેદન
- ઓમિક્રોનના વધતા કેસથી ખબર પડે છે કે, કોરોના હજી ગયો નથીઃ નરવણે
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ અભ્યાસના ઉદ્ઘાટન સમારોહમાં સેના પ્રમુખનું નિવેદન
નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Cases in India) ભારત જ નહીં, પરંતુ વિશ્વભરમાં કહેર મચાવી રહ્યો છે. આ તમામની વચ્ચે ભારતીય સેનાના ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેને (manoj mukund naravane) કોરોનાના નવા વેરિયન્ટ અને આ (New variant of Corona Omicron) કેસ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો- Omicron variant Morbi:વિદેશથી પરત આવેલા 6 મુસાફરોને હોમ કોરોન્ટાઇન કરાયા
ઓમિક્રોન અંગે સેના પ્રમુખે આપી ચેતવણી
BIMSTEC સભ્ય દેશો સાથે જોડાયેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અભ્યાસના ઉદ્ઘાટન સમારોહમાં સેના પ્રમુખે કોરોનાના નવા વેરિયન્ટને વધતા કેસ અંગે ચેતવણી (Army chief's concern over Omicron) આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 હજી (Omicron Cases in India) પણ ખતમ નથી થયો. તેમણે કહ્યું હતું કે, જળવાયુ પરિવર્તન, બિનઆયોજિત શહેરીકરણ, અવિકસિતતા, ગરીબી અને રોગચાળાના ભય જેવા ઘણા પરિબળો ભવિષ્યમાં આફતોની આવર્તન, જટિલતા અને ગંભીરતામાં વધારો કરશે. હું એ વાત પર પ્રકાશ પાડવા માગું છું કે, વર્તમાન રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન ભારતીય સેના તમામ જરૂરી સહાય પૂરી પાડવાના સરકારી પ્રયાસોમાં સંપૂર્ણરીતે વ્યસ્ત છે.
આ પણ વાંચો- Omicron Variant in Rajasthan: ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 10એ પહોંચી, વધુ 2 લોકો આવ્યા પોઝિટિવ
આ વેરિયન્ટ અન્ય વેરિયન્ટમાં પણ ફેરવાઈ શકે છે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે દેશના દૂરના વિસ્તારોમાં જઈને મહામારીની અસરને ઓછી કરવામાં મદદ કરી છે. કોરોનાનો આ વેરિયન્ટ અન્ય વેરિયન્ટમાં પણ ફેરવાઈ શકે છે. આ માટે આપણે તૈયાર રહેવું પડશે. આ કાર્યક્રમમાં ભારત સહિત બાંગ્લાદેશ, નેપાળ, મ્યાંમાર, ભૂતાન, થાઈલેન્ડ, શ્રીલંકા ભાગ લઈ રહ્યા છે.