હૈદરાબાદ: 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું (UP Election 2022) બ્યુગલ વાગી ગયું છે. રાજ્યમાં 10 ફેબ્રુઆરીથી ચૂંટણી છે આ સંદર્ભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે 125 ઉમેદવારોની યાદી (Priyanka Gandhi announces list of candidates) જાહેર કરી હતી.
યુપીમાં કોંગ્રેસે 40 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી
આ વખતે યુપીમાં કોંગ્રેસે 40 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ ( UP in Congress gave tickets to women candidates) આપી છે. આ યાદીમાં અભિનેત્રી અર્ચના ગૌતમનું નામ પણ સામેલ છે.
હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી અર્ચનાને ટિકિટ આપી
કોંગ્રેસે મેરઠની પ્રખ્યાત હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી અર્ચનાને ટિકિટ આપી છે. આવો જાણીએ કોણ છે 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ?
અર્ચના ગૌતમ 'મિસ ઉત્તર પ્રદેશ' રહી ચૂકી
બહુ ઓછા લોકો જાણે છે કે મેરઠ (યુપી)માં રહેતી 26 વર્ષની અર્ચના ગૌતમ 'મિસ ઉત્તર પ્રદેશ' (2014) રહી ચૂકી છે. અર્ચના અભિનેત્રી, મોડલ અને સૌંદર્ય સ્પર્ધાની વિજેતા છે.
'મિસ ઉત્તર પ્રદેશ'નો ખિતાબ જીત્યા
'મિસ ઉત્તર પ્રદેશ'નો ખિતાબ જીત્યા બાદ અર્ચનાએ 'મિસ બિકીની ઈન્ડિયા', 'મિસ બિકીની યુનિવર્સ ઈન્ડિયા' અને 'મિસ બિકીની યુનિવર્સ' સ્પર્ધાઓમાં ઝંડો લહેરાવ્યો હતો.
અર્ચના ગૌતમને ડૉ.એસ.રાધાકૃષ્ણન મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવી
અર્ચનાએ વર્ષ 2018માં 'મિસ કોસ્મોસ વર્લ્ડ કોમ્પિટિશન'માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અર્ચના ગૌતમ વર્ષ 2018માં ડૉ. એસ. રાધાકૃષ્ણન મેમોરિયલ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
અર્ચના મોસ્ટ ટેલેન્ટનો ખિતાબ જીત્યો
2018માં મનોરંજનની દુનિયામાં તેમના યોગદાન માટે GRT એવોર્ડ દ્વારા વુમન અચીવર એવોર્ડ (Women Achiever Award by GRT) આપવામાં આવ્યો હતો. અર્ચના મોસ્ટ ટેલેન્ટ 2018નો ખિતાબ પણ જીતી ચૂકી છે.
અર્ચનાએ મલેશિયામાં 'મિસ ટેલેન્ટ'નો ખિતાબ જીતી
વર્ષ 2018માં અર્ચનાએ મલેશિયામાં 'મિસ ટેલેન્ટ'નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. અર્ચના ગૌતમના અભ્યાસ વિશે વાત કરીએ તો, તેણે મેરઠના IIMTમાંથી તેની BJMC ડિગ્રી મેળવી છે.
વર્ષ 2015માં અર્ચના ગૌતમે બોલિવૂડમાં એન્ટ્રી કરી
વર્ષ 2015માં અર્ચના ગૌતમે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે બિકીની ગર્લ તરીકે જાણીતી છે. એટલું જ નહીં, અર્ચનાએ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'માં પણ બોલ્ડ સીન્સ આપ્યા હતા.
અર્ચના શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'હસીના પારકર'
આ પછી અર્ચના શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'હસીના પારકર' અને 'બારાત કંપની'માં પણ જોવા મળી હતી. અર્ચના હજુ પણ અભિનયની દુનિયા સાથે જોડાયેલી છે અને તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે.
ફિલ્મ 'જંકશન વારાણસી'માં અર્ચના ગૌતમે આઈટમ નંબર કર્યું
ફિલ્મ 'જંકશન વારાણસી'માં (2019) અર્ચના ગૌતમે આઈટમ નંબર કર્યું હતું. અર્ચનાએ ટી-સીરીઝના ઘણા ગીતોમાં પણ કામ કર્યું છે. આ સિવાય અર્ચના પંજાબી અને હરિયાણવી ગીતોમાં પણ જોવા મળી છે.
અર્ચના સાઉથ સિનેમામાં સક્રિય
હવે અર્ચના સાઉથ સિનેમામાં સક્રિય છે. તે તેલુગુ ફિલ્મો IPL ઇટ્સ પ્યોર લવ અને ગુંડાસ અને 47A નામની તમિલ ફિલ્મોમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો:
Happy Lohri 2022 : અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી સહિતના સ્ટાર્સે ચાહકોને લોહરીની પાઠવી શુભેચ્છા
યુપી ચૂંટણી 2022: યુપીમાં કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી જાહેરાત