રાંચી: ચારા કૌભાંડ મામલે (The Fodder Scam) સજા કાપી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ જામીન પર મુક્ત થયા છે. પણ એની મુશ્કેલીમાં કોઈ ઘટાડો થયો નથી. CBI કોર્ટમાં (Ranchi CBI court) એનો પાસપોર્ટ જમા કરાવી દેવાયો છે. હવે આ પાસપોર્ટની લાલુ પ્રસાદ યાદવને (Release passport) જરૂર છે. આ માટે તેમણે પોતાના વકીલની મદદ લીધી છે. પોતાનો પાસપોર્ટ રીલિઝ કરવા માટે વકીલ તરફથી તેમણે કોર્ટમાં અરજી મૂકી છે. જેના પર તારીખ 10 જુનના રોજ કોર્ટ સુનાવણી કરશે.
આ પણ વાંચો: ભારતીય રેલ્વેએ ઓનલાઈન ટિકિટ બુકિંગની સમય મર્યાદા કર્યો વધારો
શા માટે પાસપોર્ટની જરૂર પડી: CBIની સ્પેશ્યલ કોર્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું કે,લાલુનો જે પાસપોર્ટ છે, એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે. આ માટે પાસપોર્ટ રીન્યૂ કરાવવો છે. કોર્ટને એ વાતની પણ જાણકારી દેવામાં આવી છે કે, રીન્યૂ કરાવવા પાછળનો હેતું છે. લાલુને સિંગાપુર જવું છે. એમની કિડની ખરાબ છે, તેઓ સિંગાપુર પોતાની કિડની ટ્રાંસપ્લાન્ટ કરાવવા માટે જવા ઈચ્છે છે.
આ પણ વાંચો: ડીસામાં વધુ એક હત્યાઃ ક્રિકેટ રમવા બાબતે બાળકોના ઝઘડામાં વૃદ્ધાની હત્યા
સુનાવણી પછી નિર્ણય: લાલુના વકીલે એ વાત પણ ઉમેરી કે, કિડની ટ્રાંસપ્લાન્ટ માટે સિંગાપુરની એક હોસ્પિટલની અપોઈમેન્ટ લેવાની છે. પણ એ અપોઈમેન્ટમાં પાસપોર્ટ અપડેટ હોવો અનિવાર્ય છે. આ માટે કોર્ટમાં પાસપોર્ટ પાછો દેવા માટેની અરજી કરવામાં આવી છે. જેથી એને રીન્યૂ કરીને સારવાર માટે અપોઈમેન્ટ લઈ શકાય. તારીખ 10 જુનના રોજ આ કેસમાં સુનાવણી થશે. કોર્ટના નિર્ણય બાદ ખ્યાલ આવશે કે, તેઓ સારવાર માટે વિદેશમાં જઈ શકશે કે નહીં.