નવી દિલ્હી: ગયા મહિને કતારની અદાલત દ્વારા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે દોહામાં ભારતીય દૂતાવાસને મંગળવારે ફરી એકવાર અટકાયતમાં લેવાયેલા ભારતીયોને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો હતો અને ભારત તેમને તમામ કાયદાકીય અને રાજદ્વારી સહાયતા આપવાનું ચાલુ (External Affairs Ministry, Spokesperson Arindam Bagchi) રાખશે.
-
#WATCH Delhi: On death sentence to 8 Indians in Qatar, MEA Spokesperson Arindam Bagchi says, "As we had informed earlier, the court of first instance of Qatar passed a judgment on October 26 in the case involving 8 Indian employees, the judgment is confidential and has only been… pic.twitter.com/Xsbdk01vWf
— ANI (@ANI) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Delhi: On death sentence to 8 Indians in Qatar, MEA Spokesperson Arindam Bagchi says, "As we had informed earlier, the court of first instance of Qatar passed a judgment on October 26 in the case involving 8 Indian employees, the judgment is confidential and has only been… pic.twitter.com/Xsbdk01vWf
— ANI (@ANI) November 9, 2023#WATCH Delhi: On death sentence to 8 Indians in Qatar, MEA Spokesperson Arindam Bagchi says, "As we had informed earlier, the court of first instance of Qatar passed a judgment on October 26 in the case involving 8 Indian employees, the judgment is confidential and has only been… pic.twitter.com/Xsbdk01vWf
— ANI (@ANI) November 9, 2023
કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ: 26 ઓક્ટોબરે કતારની 'કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ'એ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે આ નિર્ણયને અત્યંત આઘાતજનક ગણાવ્યો અને કહ્યું કે આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. બાગચીએ સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે 'કેસમાં અપીલ પહેલાથી જ દાખલ કરવામાં આવી છે.' ખાનગી કંપની 'અલ દહરા' સાથે કામ કરતા આ ભારતીય નાગરિકોની ગયા વર્ષે ઓગસ્ટમાં કથિત જાસૂસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
-
"Pursuing further legal steps...": MEA on Qatar's death penalty to 8 ex-navy personnel
— ANI Digital (@ani_digital) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/fHTV3QqUbb#Qatar #India #MEA #deathpenalty pic.twitter.com/bAXZ4CrAz2
">"Pursuing further legal steps...": MEA on Qatar's death penalty to 8 ex-navy personnel
— ANI Digital (@ani_digital) November 9, 2023
Read @ANI Story | https://t.co/fHTV3QqUbb#Qatar #India #MEA #deathpenalty pic.twitter.com/bAXZ4CrAz2"Pursuing further legal steps...": MEA on Qatar's death penalty to 8 ex-navy personnel
— ANI Digital (@ani_digital) November 9, 2023
Read @ANI Story | https://t.co/fHTV3QqUbb#Qatar #India #MEA #deathpenalty pic.twitter.com/bAXZ4CrAz2
કતાર કે ભારતીય સત્તાવાળાઓ દ્વારા ભારતીય નાગરિકો પરના આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. કતારની કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા, વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે તે આ બાબતને અત્યંત મહત્વ આપી રહ્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ સામે 25 માર્ચે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કતારના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.