હમીરપુર ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એનાયત થતાં પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે બોલિવૂડની જાણીતી અભિનેત્રી આશા પારેખ (Dadasaheb Phalke Award 2022 to Asha Parekh)ને આપવામાં આવશે. 30 સપ્ટેમ્બરે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરે (Anurag thakur on Dadasaheb Phalke Award) કહ્યું કે આશા પારેખને હિન્દી સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવશે.
આશા પારેખને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અનુરાગ ઠાકુરે (Anurag thakur on Dadasaheb Phalke Award) જણાવ્યું કે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે નામ પસંદ કરનાર સમિતિએ આશા પારેખની પસંદગી કરી છે. આશા પારેખે 10 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણેે 95થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 1998થી 2001 સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ રહી ચૂકેલા આશા પારેખને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પણ એનાયત થઈ ચૂક્યો છે.
30 સપ્ટેમ્બરે આપવામાં આવશે સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિશે અનુરાગ ઠાકુર (Anurag thakur on Dadasaheb Phalke Award) જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દર વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ ( National Film Award ) નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 68મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 30 સપ્ટેમ્બરે આપવામાં આવશે. આશા પારેખને આ દિવસે દિલ્હીમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવાની સાથે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે.