બેંગલુરુઃ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડીકે શિવકુમારે (KPCC President DK Shivkumar )કર્ણાટક વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલની (Anti Conversion Bill Karnataka 2021)નકલ ફાડી નાખી. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ (Karnatak Congress MLA) ગૃહમાં રાજ્ય સરકાર અને ધર્માંતરણ વિરોધી બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં અને ગૃહની બહાર નીકળી ગયા હતાં.
આ પણ વાંચોઃ કેપીસીસીના પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘરે સીબીઆઈના દરોડા
નોંધનીય છે કે આ દિવસોમાં કર્ણાટક વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. 20 ડિસેમ્બરે કર્ણાટક કેબિનેટે 20 ડિસેમ્બરે ધર્માંતરણ વિરોધી બિલને (Anti Conversion Bill Karnataka 2021) મંજૂરી આપી હતી. જે રાજ્યના ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્ર દ્વારા આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ આ બિલના વિરોધમાં હંગામો મચાવ્યો હતો. જેમાં કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે ગૃહમાં આ ધર્માંતરણ વિરોધી બિલની (KPCC President DK Shivkumar ) નકલ ફાડી નાખી હતી. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યો (Karnatak Congress MLA) સૂત્રોચ્ચાર કરતા ગૃહમાંથી બહાર નીકળી ગયાં હતાં.
આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું - ઉત્તર પ્રદેશ યોગી સરકારની વ્યક્તિગત સંપત્તિ નથી
કર્ણાટક વિધાનસભાના સ્પીકરે કહ્યું છે કે તેમણે જ સરકારને ગૃહની કાર્યવાહીના ધર્માંતરણ વિરોધી બિલ (Anti Conversion Bill Karnataka 2021) રજૂ કરવાની મંજૂરી આપી હતી અને બુધવારે 22 ડિસેમ્બરે ગૃહમાં તેના પર ચર્ચા કરવામાં આવશે.