- આજે મંગળવારે અનૂપ ગુપ્તાની ન્યાયિક કસ્ટડી પુરી થશે
- કોર્ટ આજે અનુપ ગુપ્તાની વચગાળાની અને નિયમિત જામીન અરજીઓ પર સુનાવણી કરશે
- વિશેષ ન્યાયાધીશ અરવિદ કુમાર સુનાવણી કરશે
નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આજે અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસમાં આરોપી KRB કંપનીના ડિરેક્ટર અનૂપ ગુપ્તાની જામીન અરજી પર સુનાવણી કરશે. વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમાર સુનાવણી કરશે.
3600 કરોડ રૂપિયાનું કૌભાંડ
આજે મંગળવારે અનૂપ ગુપ્તાની ન્યાયિક કસ્ટડી પુરી થશે. કોર્ટ અનુપ ગુપ્તાની વચગાળાની અને નિયમિત જામીન અરજીઓ પર સુનાવણી કરશે. EDએ જાન્યુઆરી 2019માં 3600 કરોડના કૌભાંડમાં બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ કરી હતી. મિશેલને દુબઇથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બર 2018માં તેને ભારત લાવવામાં આવ્યો હતો. 23 ઓક્ટોબર 2020ના રોજ કોર્ટે CBI દ્વારા દાખલ પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી. 19 સપ્ટેમ્બર 2020ના રોજ CBIએ પૂરક ચાર્જશીટ ફાઇલ કરી હતી.
આ પણ વાંચો: અગસ્તા વેસ્ટલેન્ડ કેસઃ સુપ્રીમ કોર્ટે ક્રિશ્ચિયન મિશેલની વચગાળાની જામીન અરજી ફગાવી
13 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે
ચાર્જશીટમાં ક્રિશ્ચિયન મિશેલ, રાજીવ સક્સેના, અગસ્તા વેસ્ટલેન્ડ ઇન્ટરનેશનલ ડિરેક્ટર જી. સપોનારો અને સંરદ ત્યાગી, એરફોર્સના ભૂતપૂર્વ વડા SP ત્યાગીના સંબંધી સહિત 13 આરોપી છે. આ ચાર્જશીટમાં ભૂતપૂર્વ SG અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ શશીકાંત શર્માને આરોપી બનાવવામાં આવ્યા નથી. કારણ કે CBIને હજી સુધી તેમની સામે કાર્યવાહી કરવાની કોઈ મંજૂરી મળી નથી.
આ પણ વાંચો: ઓગસ્ટા વેસ્ટલેન્ડના આરોપી અનુપ ગુપ્તાને કોર્ટમાં રજૂ કરાયો