તુમાકુરુ: કર્ણાટક રાજ્યના તુમાકુરૂ જિલ્લામાંથી (Anganwadi teacher Karnataka) એક હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી છે. તુમાકુરુ જિલ્લાના ચિક્કનાયકનાહલ્લીમાં આંગણવાડી (નર્સરી) શિક્ષક અને તેના એક મદદગારે એક છોકરાના પ્રાઈવેટ (3 yearl old boy private part) પાર્ટને દીવાસળીથી બાળી નાખ્યો છે. બાળકનો વાંક એટલો જ હતો કે, તે વારંવાર પેન્ટમાં પેશાબ (Child Welfare Authority) કરી રહ્યો હતો. કહેવાય છે કે ત્રણ વર્ષના છોકરાની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. આમ, આંગણવાડી શિક્ષક અને મદદનીશએ દીવાસળી મૂકીને છોકરાનો પ્રાયવેટ પાર્ટ બાળી નાંખ્યો હતો.
આ પણ વાંચોઃ BSF એ બે શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોની ધરપકડ કરી,
જાંધ પણ સળગીઃ અહીં માત્ર પ્રાયવેટ પાર્ટ જ નહીં પણ છોકરાની જાંધને પણ ગંભીર ઈજા પહોંચી છે. આ કિસ્સો સામે આવતા જ જિલ્લા બાળ અધિકાર સંરક્ષણ એકમના અધિકારીઓ ગામમાં દોડી આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીઓએ છોકરાના માતા-પિતાનું નિવેદન લીધા બાદ આંગણવાડી શિક્ષક અને સહાયકને નોટિસ પાઠવી છે.