ETV Bharat / bharat

India Ratings: આંધ્રના કેપેક્સ અંદાજો અવાસ્તવિક, લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ

ઈન્ડિયા રેટિંગ્સ (India Ratings) કહે છે કે, આંધ્ર પ્રદેશના બજેટમાં મૂડી (Andhras capex growth projection) ખર્ચ વૃદ્ધિનો અંદાજ અવાસ્તવિક અને હાંસલ કરવો મુશ્કેલ છે. આંધ્ર પ્રદેશની રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષમાં (Andhras fiscal deficit) ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) ના લગભગ 3% સુધી આવવાની ધારણા છે.

India Ratings: આંધ્રના કેપેક્સ અંદાજો અવાસ્તવિક, લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ
India Ratings: આંધ્રના કેપેક્સ અંદાજો અવાસ્તવિક, લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ
author img

By

Published : Apr 7, 2022, 9:50 PM IST

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશ સરકારે (India Ratings) ગયા મહિને નાણાકીય વર્ષ 2022-23 માટે 2.56 લાખ કરોડ રૂપિયાના (Andhras capex growth projection) પ્રસ્તાવિત ખર્ચ અને 17,036 કરોડ રૂપિયાની અંદાજિત આવક ખાધ સાથેનું બજેટ (Andhras fiscal deficit) રજૂ કર્યું હતું. સાર્વભૌમ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ કહે છે કે, આંધ્ર પ્રદેશના બજેટમાં મૂડી ખર્ચ વૃદ્ધિનો અંદાજ અવાસ્તવિક અને હાંસલ કરવો મુશ્કેલ છે.

આ પણ વાંચો: Cabinet Ministers resigned: આંધ્રપ્રદેશ કેબિનેટના તમામ પ્રધાનઓએ કયા કારણોસર આપ્યા રાજીનામા, જાણો તે અંગે

આંધ્રપ્રદેશની અર્થવ્યવસ્થામાં વિક્ષેપ: ઈન્ડિયા રેટિંગ્સે 'ETV BHARAT'ને મોકલેલી નોટમાં જણાવ્યું છે કે, 'કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ 2021-22માં અન્ય રાજ્યોની જેમ આંધ્રપ્રદેશની અર્થવ્યવસ્થામાં પણ વિક્ષેપ આવ્યો છે.' મૂડી ખર્ચ એ તે ખર્ચ છે, જે સંપત્તિના નિર્માણ તરફ દોરી જાય છે, જેમ કે રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલોનું બાંધકામ, પગાર અને વેતનની ચુકવણી, સબસિડી ચૂકવણી વગેરે. ઝડપી જીડીપી વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે મૂડી ખર્ચમાં વધારો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આંધ્ર પ્રદેશનો મૂડી ખર્ચ: ઈન્ડિયા રેટિંગ્સ એ સાર્વભૌમ રેટિંગ એજન્સી ફિચ ગ્રુપનો એક ભાગ છે. ઈન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું કે, સંશોધિત બજેટ અનુમાન મુજબ છેલ્લા નાણાકીય વર્ષમાં (એપ્રિલ 2021- માર્ચ 2022 સમયગાળામાં) આંધ્ર પ્રદેશનો મૂડી ખર્ચ રૂ.197.30 અબજ હતો, જે બજેટ કરતાં 38.5% ઓછો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં મૂડી ખર્ચ વધીને રૂ. 317.25 અબજ થયો છે, જે પાછલા નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ કરતાં 60.80 ટકાની વાર્ષિક વૃદ્ધિ છે.

આ પણ વાંચો: સ્થાનિક ભાષાઓમાં પણ આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત સામગ્રી અને તાલીમ મોડ્યુલ તૈયાર કરો : શાહ

મૂડીરોકાણ વૃદ્ધિ માત્ર 6.8%: એજન્સીએ જણાવ્યું હતું કે, વાર્ષિક વૃદ્ધિ ખૂબ જ તીવ્ર દેખાતી હોવા છતાં, FY23 માટે બજેટ મૂડી ખર્ચની વૃદ્ધિ માત્ર 4.15% છે. ઈન્ડિયા રેટિંગ્સ માને છે કે, નાણાકીય વર્ષ 2017-21 દરમિયાન આંધ્ર પ્રદેશનો મૂડીરોકાણ વૃદ્ધિ માત્ર 6.8% છે તે ધ્યાનમાં લેતા, 2023 બજેટ અંદાજ અવાસ્તવિક અને હાંસલ કરવો મુશ્કેલ છે. ત્યારે એજન્સીના જણાવ્યા અનુસાર, આંધ્ર પ્રદેશની રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) ના લગભગ 3% થવાની ધારણા છે, જે GSDP ના અંદાજિત 3.6% (રૂ. 487.24) કરતા ઓછી છે. અબજ).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.