ઉત્તરકાશીઃ ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. રવિવારે એક ખાનગી બસ ગંગનાની પાસે ઉંડી ખીણમાં પડી હતી. બસમાં ગુજરાતના 35 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 27 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સીએમ ધામીએ આ ઘટના પર શોકની લાગણી વ્યક્ત કરી છે.
8 લોકોના મોત નિપજ્યા : મળતી માહિતી મુજબ, ગુજરાતના યાત્રાળુઓથી ભરેલી બસ નંબર UK07PA-8585 ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે ઉંડી ખીણમાં પડી ગઇ હતી. બસ ગંગોત્રી ધામથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બસ ખાઈમાં પડતાની સાથે જ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને બહાર કાઢવા લાગ્યા હતા.
-
गंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9D
">गंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9Dगंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9D
ભાવનગર જિલ્લાના પ્રવાસીઓ હતા બસમાં : ગુજરાત રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે, પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસડીઆરએફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.
-
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
">ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
-
ચિંતાજનક સમાચાર મળ્યા છે કે ઉતરાખંડમાં ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે .. આ દુર્ઘટનામાં સાત યાત્રાળુના મૃત્યુ અને 27 ઘાયલ થયેલ છે . ગંગોત્રી નેશનલ હાઈવે પર બસ ખીણમાં પડતા ઘટના બની છે ..
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
તીર્થસ્થાના દર્શન અને પ્રવાસે ગયેલા ગુજરાતીઓને નડેલા અકસ્માત અંગે રાજ્ય સરકાર…
">ચિંતાજનક સમાચાર મળ્યા છે કે ઉતરાખંડમાં ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે .. આ દુર્ઘટનામાં સાત યાત્રાળુના મૃત્યુ અને 27 ઘાયલ થયેલ છે . ગંગોત્રી નેશનલ હાઈવે પર બસ ખીણમાં પડતા ઘટના બની છે ..
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 20, 2023
તીર્થસ્થાના દર્શન અને પ્રવાસે ગયેલા ગુજરાતીઓને નડેલા અકસ્માત અંગે રાજ્ય સરકાર…ચિંતાજનક સમાચાર મળ્યા છે કે ઉતરાખંડમાં ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે .. આ દુર્ઘટનામાં સાત યાત્રાળુના મૃત્યુ અને 27 ઘાયલ થયેલ છે . ગંગોત્રી નેશનલ હાઈવે પર બસ ખીણમાં પડતા ઘટના બની છે ..
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 20, 2023
તીર્થસ્થાના દર્શન અને પ્રવાસે ગયેલા ગુજરાતીઓને નડેલા અકસ્માત અંગે રાજ્ય સરકાર…
ઇમરજન્સી નંબર જાહેર કર્યો : ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનરશ્રી આલોક પાંડે એ જણાવ્યું છે.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે મૃત્યુની પુષ્ટિ કરી : આ દરમિયાન, ઘટનાની માહિતી પર, પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી અને સ્થાનિક લોકોની સાથે ઘાયલોને બચાવવાનું કાર્ય શરૂ કર્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અકસ્માતમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.
દેહરાદૂનમાં હેલિકોપ્ટર તૈયારઃ ઉત્તરકાશીના ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડીએમ રુહેલાએ કહ્યું કે રાહત કાર્યની જરૂર પડે તો દેહરાદૂનમાં હેલિકોપ્ટર તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું કે બસમાં લગભગ 33 લોકો સવાર હતા. આ ઘટના રવિવારે સાંજે લગભગ 4.15 કલાકે બની હતી.
-
गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 20, 2023गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 20, 2023
CM ધામી ક્ષણે ક્ષણે માહિતી લઈ રહ્યા છે : મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગંગોત્રી હાઈવે પર અકસ્માત અંગે પ્રભારી મંત્રી સહિતના અધિકારીઓ સાથે વાત કરી છે. સમગ્ર ઘટનાની માહિતી લેતા તેમણે ઘાયલોની સારી સારવાર માટે તમામ વ્યવસ્થાઓ ઠીક કરવા સૂચના આપી છે. ઘાયલોને જરૂર પડ્યે ઉચ્ચ કેન્દ્રો સુધી લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સીએમ ધામીએ અધિકારીઓને ઘટના અંગે ક્ષણેક્ષણ માહિતી આપવા જણાવ્યું છે.