ETV Bharat / bharat

શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓ જ નીકળ્યા કાંડ કરનાર

પંજાબના અમૃતસર જિલ્લાની સ્પ્રિંગ ડેલ સ્કૂલને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકીઓ મળી (Amritsar school bomb threat) હતી, જેના પગલે સ્કૂલ સત્તાવાળાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોમવારની સાંજે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક મેસેજમાં લખ્યું છે કે, 16 સપ્ટેમ્બરે સ્પ્રિંગ ડેલ સ્કૂલમાં વિસ્ફોટ થશે.

author img

By

Published : Sep 13, 2022, 8:14 PM IST

શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમૃતસરઃ પંજાબના અમૃતસર જિલ્લામાં ડીએવી પબ્લિક સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શહેરમાં ઓહાપો સર્જાયો (Amritsar school bomb threat) હતો. જો કે આ કેસની તપાસ બાદ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી કૃત્ય સામે આવ્યું હતું. જણાવી દઈએ કે, અમૃતસરની સ્પ્રિંગ ડેલ સ્કૂલને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી, જે બાદ સ્કૂલ પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક મેસેજમાં લખ્યું છે કે, 16 સપ્ટેમ્બરે સ્પ્રિંગ ડેલ સ્કૂલમાં ધમાકો થશે. Student cancels maths exam

પોલીસે વાલીઓને કરી આપીલ : પોલીસ તપાસ દરમિયાન બે લોકોના નામ સામે આવ્યા હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસ પ્રશાસને બાળકોના વાલીઓને અપીલ કરી છે કે, તેઓ તેમના બાળકોને સ્માર્ટ ફોન ન આપે અને બાળકો પર કડક નજર રાખે. Threats bomb school

સ્કૂલ પાસે પોલીસ તૈનાત કરાયા : આ પહેલા પોલીસને આ મામલાની માહિતી મળતાની સાથે જ સ્કૂલ અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શાળાના ધ્યાન પર આવ્યું છે કે સોશિયલ મીડિયા પર આવા જ ધમકીભર્યા સંદેશાઓ ફરતા થયા હતા, જેમ કે ગયા અઠવાડિયે શહેરની અન્ય શાળા સામે ફરતા થયા હતા." સોશિયલ મીડિયા મેસેજને ગંભીરતાથી લેતા, શાળાના સત્તાવાળાઓએ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસને જાણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.