નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીની કાર પર કથિત ગોળીબાર મામલે ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે લોકસભામાં નિવેદન (Amit Shah Statement on Owaisi) આપશે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે આ જાણકારી આપી હતી. લોકસભાના સભ્ય ઓવૈસીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના હાપુડમાં તેમની કાર પર કથિત ફાયરિંગની ઘટના અંગે ગૃહમાં વાત કરી હતી.
આ પણ વાંચો: ઓવૈસી, સંજય રાઉત સહિતના નેતાઓએ PM Modi પર કર્યા પ્રહાર
UPથી દિલ્હી પરત ફરતી વખતે આ ઘટના બની હતી
ગોળીબારની ઘટના (attack on Asaduddin Owaisi in hapur) બાદ પ્રધાન ગોયલે કહ્યું કે, ઓવૈસીજી સુરક્ષિત છે, અમે આ માટે ભગવાનનો આભાર માનીએ છીએ. અમે તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. જેના કારણે આરોપીઓ ઝડપાઈ ગયા છે. ઘટનામાં વપરાયેલું હથિયાર મળી આવ્યું છે. ગૃહપ્રધાન સોમવારે આ અંગે ગૃહને માહિતગાર કરશે. ઓવૈસી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપીને સાંજે દિલ્હી પરત ફરી રહ્યા હતા. તે દરિમિયાન ઓવૈસીની કાર પર કથિત ફાયરિંગની ઘટનાની બની હતી.
આ પણ વાંચો: ઓવૈસીની મુલાકાત સંદર્ભે કોંગ્રેસના સાંસદ ગિયાસુદ્દીન શેખ સાથે ખાસ વાતચીત
આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ
રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. પોલીસે એમ પણ કહ્યું કે, ઘણી ટીમો આ મામલાની તપાસ કરી રહી છે અને મેરઠ વિસ્તારના ઇન્સ્પેક્ટર જનરલને તપાસની દેખરેખ માટે મોકલવામાં આવ્યા હતા.