લખનઉ: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીની (UP Assembly elections 2022) તૈયારીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી રાજ્યવ્યાપી જન વિશ્વાસ યાત્રા કાઢી રહી છે અને આ એપિસોડમાં આજે રવિવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah Address Meetings) કાસગંજ અને જાલોનમાં (Kasganj And Jalaun) જનસભાને સંબોધશે.
જન વિશ્વાસ યાત્રાઓ દરમિયાન આયોજિત જાહેર સભાઓને સંબોધિત કરશે
શનિવારે ઉત્તર પ્રદેશમાં ભાજપના સહ-મીડિયા પ્રભારી હિમાંશુ દુબે (Himanshu Dubey) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર અમિત શાહ જન વિશ્વાસ યાત્રા દરમિયાન આયોજિત જાહેર સભાઓને સંબોધિત કરશે. શાહ 26 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે કાસગંજના બાર પથ્થર મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને તે પછી બપોરે 2 વાગ્યે તેઓ GIC ગ્રાઉન્ડ, ઉરઈ, જાલોનની જાહેર સભાને સંબોધશે.
આ પણ વાંચો: વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવ આવેલા લોકોના ઘરે પાલિકાએ માર્યુ નો એન્ટ્રીનું સ્ટીકર