હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતાઓ આજે પાર્ટીના રાજ્ય એકમ દ્વારા શરૂ કરવામાં (Amit Shah to address public meeting in Telangana) આવેલી "પ્રજા સંગ્રામ યાત્રા"ના બીજા તબક્કાના સમાપન પર એક જાહેર સભાને (Amit Shah visit Telangana ) સંબોધશે.
આ પણ વાંચો: IPL 2022: પંજાબ પ્લેઓફની રેસમાં પરત ફર્યું, RCBને 54 રનથી ચટાડી ધૂળ
પ્રજા સંગ્રામ યાત્રા: ઉલ્લેખનીય છે કે, તેલંગાણા પ્રદેશ બીજેપી અધ્યક્ષ બંદી (Amit Shah In Telangana) સંજય કુમારના નેતૃત્વમાં પાર્ટીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રજા સંગ્રામ યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. બીજો તબક્કો 14 એપ્રિલે આંબેડકર જયંતિ પર ગડવાલના આલમપુરમાં આવેલા જોગુલાંબા મંદિરથી શરૂ થયો હતો. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શાહ આજે જાહેર સભામાં હાજરી આપતા પહેલા શહેરના રામનાથપુર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પણ મુલાકાત લેશે.
ભાજપ અહીં આગામી સરકાર બનાવશે: આ જાહેર સભાનું આયોજન શહેરની સીમમાં આવેલા તુક્કુગુડા ખાતે કરવામાં આવ્યું છે. કેન્દ્રીયપ્રધાન જી. કિશન રેડ્ડીએ શુક્રવારે રેલીના સ્થળનું નિરીક્ષણ કર્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યમાં પરિવર્તન આવશે અને ભાજપ અહીં આગામી સરકાર બનાવશે.
આ પણ વાંચો: જ્ઞાનવાપી વિવાદઃ આજે સવારે 8 વાગ્યે કોર્ટ કમિશનરનો વીડિયોગ્રાફી સરવે શરૂ
ચૂંટણીઓમાં ભાજપની સફળતા પ્રોત્સાહક: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આ પદયાત્રાના ભાગરૂપે 5 મેના રોજ મહબૂબનગરમાં જાહેર સભામાં હાજરી આપી હતી, જ્યારે કેન્દ્રીયપ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ પદયાત્રામાં ભાગ લીધો હતો. શાહની જાહેર સભા રાજકીય મહત્વ ધારણ કરે છે કારણ કે, ભાજપ આવતા વર્ષે થનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વિકલ્પ તરીકે ઉભરી આવવા માંગે છે. 2020 અને 2021માં દુબક અને હુઝુરાબાદ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપની સફળતા પ્રોત્સાહક છે.