- આજે તમિલનાડુ અને કેરળમાં અમિત શાહ
- રેલી યોજી તમિલનાડુ-કેરળમાં ભાજપની પકડ મજબુત બનાવશે
- અમિત શાહ યોજશેે રેલી
નવી દિલ્હી: તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે પણ આ રાજ્યોમાં ભાજપની કોઈ ખાસ પકડ નથી. જો કે ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે કે તે અહીં પોતાની પકડ મજબૂત કરી શકે. આ તબક્કામાં અમિત શાહ રવિવારે એટલે કે આજે આ બંને રાજ્યોની મુલાકાત લેશે.
રેલી યોજી તમિલનાડુ-કેરળમાં ભાજપની પકડ મજબુત બનાવશે
ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહપ્રધાન અમિત શાહ તમિલનાડુના ચૂંટણીલક્ષી રાજ્યોના એક દિવસીય રાજકીય પ્રવાસ પર રહેશે, જ્યાં તેઓ રવિવારે ડોર-ટુ-ડોર અભિયાન કરશે. રવિવારે કેરળની મુલાકાતે જશે.
વાંચો: પોંડિચેરીમાં ભાજપની આગેવાનીમાં બનશે NDAની સરકાર : અમિત શાહ
તમિલનાડુ અને કેરળના પ્રવાસે અમિત શાહ
પક્ષના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શાહ તિરુવનંતપુરમમાં ભાજપના "કેરળ વિજય યાત્રા" કાર્યક્રમને સંબોધન કરશે, ઉપરાંત દક્ષિણના બે રાજ્યોમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.
સત્તાધારી AIADMK સાથે જોડાણમાં ભાજપ રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે
સત્તાધારી AIADMK સાથે જોડાણમાં ભાજપ રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. કેરળ અને તમિલનાડુમાં પુડુચેરી સિવાયની વિધાનસભાની ચૂંટણીઓ 6 એપ્રિલના રોજ એક જ તબક્કામાં યોજાશે.
વાંચો: પશ્ચિમ બંગાળમાં એક જ જિલ્લામાં અમિત શાહ અને મમતા બેનરજી ચૂંટણી રેલી સંબોધશે