ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં અમિત શાહે યોજી રેલી - વિકાસ યાત્રા

અમિત શાહે પરિવર્તનના પ્રવાસમાં જણાવ્યું કે,'આ સમય બંગાળની સ્થિતિને બદલવાની છે. તેમણે લોકોનું અભિવાદન સ્વીકારીને જણાવ્યું હતું કે, તમે ભાજપની સરકાર બનાવો, બંગાળમાં કોઈ ઘુસણખોર નહીં આવે. બંગાળની આ સમયની ચૂંટણી ઐતિહાસિક થવાની છે.'

અમિત શાહ
અમિત શાહ
author img

By

Published : Feb 11, 2021, 5:02 PM IST

  • બંગાળની પરિવર્તનની યાત્રા શરૂ
  • બોમ્બ વિસ્ફોટોને અટકાવીને, રોજગારીની તકો
  • ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેની યાત્રા

કોલકાતા : ગૃહપ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રા (પરિવર્તન યાત્રા)માં ભાગ લઇ રહ્યા છે. જે દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, આ યાત્રા સોનાર બાંગ્લા બનાવવા માટેની યાત્રા છે.

લોકસમૂહને સંબોધન કરતા અમિત શાહ

શાહે જણાવ્યું કે, નડ્ડાએ ત્રણ સ્થળેથી પરિવર્તનની યાત્રા શરૂ કરી છે. આજે ચોથી યાત્રા શરૂ થઈ રહી છે. સોનાર બાંગ્લા બનાવવાની આ યાત્રા છે." તેમને કોચ રાજવંશી સમાજના લોકસમૂહનું સંબોધન કરતા સમયે અમિત શાહે જણાવ્યું હતું કે, આ કોઈ મુખ્ય પ્રધાનને બદલવાની યાત્રા નથી, ધારાસભ્યો અથવા પ્રધાનોને દૂર કરવાની આ મુલાકાત નથી, પરંતુ બંગાળની પરિસ્થિતિને બદલવાની છે.

શાહે લોકોને કર્યા પ્રશ્ન

અમિત શાહે લોકોને પ્રશ્ન કર્યો કે, મમતાદીદી ઘૂસણખોરી રોકી શકે છે? એકવાર તમે ભાજપની સરકાર બનાવો, ત્યાર બાદ કોઈ માણસ તો શું પક્ષી પણ પ્રવેશ કરી શકશે નહીં. અમે આ પ્રકારનું બંગાળ બનાવવા જઈ રહ્યા છીએ. ભાજપની પરિવર્તન યાત્રા ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેની યાત્રા છે. મમતાની સરકારે તમારા લોકોના 6 હજાર રૂપિયા રોકી રાખ્યા છે.

હિંસાને બદલે વિકાસની યાત્રા

અમિત શાહે જણાવ્યું હતું કે, પરિવર્તન યાત્રા બંગાળમાં બેકારીને સમાપ્ત કરવા માટે પરિવર્તન યાત્રા છે. પરિવર્તન યાત્રા બોમ્બ વિસ્ફોટોને અટકાવીને અહીંયા રોજગારી પૂરો પાડવાનો છે. બંગાળમાં પરિવર્તન એ હિંસાને બદલે વિકાસની યાત્રા છે. મમતાને હવે લોકોની જરૂર નથી. આ વખતે 200થી વધુ બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાની છે. આ સાથે જ અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીને એક તક આપો, પાંચ વર્ષમાં અમે સોનાર બાંગ્લા બનાવીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.