અમદાવાદઃ ગુજરાતમાં આવીને અમિત શાહ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવીને સભાને સંબધોન કરશે. ગોવર્ધન પાર્કના મેદાનામાં સવારે 11 કલાકે આ સભા શરૂ થશે. આ માટે 25000 લોકો માટેની ખાસ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. એસપીજીની એક ટીમ સિદ્ધપુરમાં આવી પહોંચી હતી. સભા સ્થળની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમને લઈને પાટણ જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના આગેવાનો તથા હોદ્દેદારોએ ખાસ હાજરી આપી હતી.
કોંગ્રેસના ગઢમાં સભાઃ નાંદેડને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ અશોક ચવ્હાણનો ગઢ માનવામાં આવે છે. ગુરુ ગોવિંદ સિંહે તેમના જીવનનો અંતિમ સમય નાંદેડમાં વિતાવ્યો હતો, તેથી આ સ્થળ શીખો માટે પણ ખાસ છે. અમિત શાહ અહીં નાંદેડ ખાતે ગુરુદ્વારા સમિતિના સભ્યો સાથે બેઠક પણ કરશે. શાહ 11 જૂને તમિલનાડુમાં રેલી કરશે. અમિત શાહ શનિવારે રાત્રે ચેન્નાઈ પહોંચશે. તારીખ 11 જૂને અહીં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. આ પછી શાહ તમિલનાડુના વેલ્લોરમાં રેલી કરશે. આ પછી ભાજપ મોદી સરકારના નવ વર્ષ પૂરા થવાના અવસર પર તમિલનાડુમાં 66 જાહેર સભાઓ કરશે, જે એક મહિના સુધી ચાલશે. અમિત શાહ 11મી જૂને સાંજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જશે. ત્યાં પણ તેઓ જાહેર સભા કરશે. આ પછી શાહ દિલ્હી પરત ફરશે.
સંપર્ક સમર્થન અભિયાન: લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પક્ષમાં થઈ રહેલી યોજનાઓ તથા જુદા જુદા અભિયાન અંતર્ગત શાહ કાર્યકર્તા-આગેવાનો સાથે બેઠક યોજીને કોઈ મહત્ત્વના કામ સોંપી શકે છે. જોકે, ભાજપના સાંસદો તથા ધારાસભ્યોએ સંપર્ક સમર્થન અભિયાન થકી ફરી લોકોની વચ્ચે જવાનું શરૂ કરી દીધું છે. જેના પ્રથમ તબક્કામાં જાણીતી હસ્તીઓ તથા પદાધિકારી-કલાકારોનો સંપર્ક કરીને સમર્થ ન લેવાઈ રહ્યું છે.