શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર થઈ રહી છે. રવિવારે સતત ત્રીજા દિવસે પવિત્ર અમરનાથ યાત્રામાં મોટી બ્રેક લાગી હતી. જમ્મુ કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પંથયાલ સુરંગ પાસે ભૂસ્ખલન થયું છે. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. રવિવારે બોપર સુધીમાં યાત્રાના બન્ને રૂટ ચાલું કરી દેવાયા હતા. આ પહેલા સુરક્ષા સંબંધીત પાસાઓ પણ તપાસ કરાયા હતા.
-
#WATCH | Amarnath yatra in J&K resumes from the Pahalgam side after three days today as the weather improves pic.twitter.com/mkzwSabjLm
— ANI (@ANI) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Amarnath yatra in J&K resumes from the Pahalgam side after three days today as the weather improves pic.twitter.com/mkzwSabjLm
— ANI (@ANI) July 9, 2023#WATCH | Amarnath yatra in J&K resumes from the Pahalgam side after three days today as the weather improves pic.twitter.com/mkzwSabjLm
— ANI (@ANI) July 9, 2023
યાત્રાના રૂટ પર વરસાદઃ દક્ષિણ કાશ્મીરના પહલગાંવ અને ઉત્તર કાશ્મીરના બાલતાલના યાત્રાના માર્ગ પર ભારે વરસાદ થયો હતો. જેના કારણે યાત્રામાં અલ્પવિરામ મૂકાયો હતો. અમરનાથ યાત્રા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, શિબિર કે કેમ્પમાંથી કોઈ ભાવિકોને ગુફા સુધી જવાની કોઈ મંજૂરી દેવાઈ નથી. સૈન્ય જવાનોએ પણ રસ્તાનું નિરિક્ષણ કર્યું છે.
વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. રવિવારે બપોર થતા વાતાવરણ સ્વચ્છ થવા માંડ્યું હતું. સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રસ્તો ખોલવામાં આવશે, અત્યાર સુધીમાં 87000થી વધારે ભાવિકોએ અમરનાથ શિવલીંગના દર્શન કરી લીધા છે. યાત્રીઓ કાં તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ દ્વારા હિમાલયન ગુફા મંદિર સુધી પહોંચે છે.-- બોર્ડ અધિકારી
43 kmનું ચઢાણઃ જેમાં પહેલગામ બેઝ કેમ્પથી 43 કિમીની ચઢાણ અથવા ઉત્તર કાશ્મીરના બાલટાલ બેઝ કેમ્પથી 13 કિમી ચઢાણનો સમાવેશ થાય છે. પરંપરાગત પહેલગામ માર્ગનો ઉપયોગ કરનારાઓને ગુફા મંદિર સુધી પહોંચવામાં 3-4 દિવસ લાગે છે, જ્યારે બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ દરિયાની સપાટીથી 3,888 મીટરની ઊંચાઈ પર સ્થિત ગુફા મંદિરની અંદર 'દર્શન' કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પ સુધી પહોંચે છે.
હેલિકોપ્ટર સેવા પ્રાપ્યઃ બંને રૂટ પર મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે. ગુફા મંદિરમાં બરફનું માળખું છે જે ભક્તો માને છે કે ભગવાન શિવની પૌરાણિક શક્તિઓનું પ્રતીક છે. બરફના સ્ટેલાગ્માઇટ્સની રચના ચંદ્રના તબક્કાઓ સાથે ઘટે છે અને વધે છે. આ વર્ષની 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી. 31 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા પર્વ સાથે સમાપ્ત થશે.