ETV Bharat / bharat

અમરનાથ યાત્રાઃ 3 લાખ જેટલા ભાવિકોએ કરાવી નોંધણી,આ સુવિધાઓ પણ મળશે - અમરનાથ યાત્રા 2022

30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે કડક (Amarnath Yatra 2022) સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે સરકારે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) સિસ્ટમ શરૂ કરી છે. તેનો હેતુ યાત્રાના રૂટ પર નજર રાખીને યાત્રાળુઓને (Amarnath Yatra Pilgrims Security) સુરક્ષા પૂરી પાડવાનો છે. યાત્રા માટે 3 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે.

અમરનાથ યાત્રાઃ 3 લાખ જેટલા ભાવિકોએ કરાવી નોંધણી,આ સુવિધાઓ પણ મળશે

author img

By

Published : Jun 27, 2022, 10:19 PM IST

જમ્મુ: અમરનાથ યાત્રા 2022 માટે (Amarnath Yatra 2022) અત્યાર સુધીમાં લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ (Amarnath Yatra Pilgrims Registration) નોંધણી કરાવી છે, જ્યારે લાખો શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચી (Jammu Amarnath Yatra Camp) ગયા છે. સરકાર આ વર્ષે યાત્રાળુઓ માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) સિસ્ટમ શરૂ કરી રહી છે જેથી તેઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય. જમ્મુ રેલ્વે સ્ટેશન પર યાત્રાળુઓને RFID કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

  • IGP Kashmir chaired final security review meeting related to Amarnath Yatra in South Kashmir’s Anantnag. GOC Victor Force, IG CRPF, DIGs of BSF, ITBP, CRPF & JKP besides South Kashmir dist SSPs & COs attended. Real threats&countermeasures being taken by police & SFs were reviewed pic.twitter.com/L58VF5Db6r

    — ANI (@ANI) June 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ રથયાત્રા કે એના આગલા દિવસે ગમે ત્યાં પાર્કિગ કરતા પહેલા ચેતજો, જોઇ લો પોલીસનું જાહેરનામું

ચુસ્ત સુરક્ષા બંદોબદસ્તઃ અમરનાથ યાત્રા 2022 માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 30મી જૂને પહેલગામના નુનવાન બેઝ કેમ્પ અને બાલ તાલ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રીઓનું પ્રથમ ગ્રૂપ બાબા બર્ફાનીના દર્શન કરવા પવિત્ર ગુફા માટે રવાના થશે. આ વખતે યાત્રા માટે અસાધારણ સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત મેડિકલ અને અન્ય વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. પવિત્ર ગુફા સુધીનો પ્રવાસ માર્ગ પણ સરળ બનાવવામાં આવ્યો છે. યાત્રાળુઓની પ્રથમ ટુકડી યાત્રાની સત્તાવાર શરૂઆતના એક દિવસ પહેલા જમ્મુના ભગવતી નગર અને રામ મંદિરથી કાશ્મીરમાં બે બેઝ કેમ્પ માટે રવાના થશે.

આ પણ વાંચોઃ 84 વર્ષના વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાંથી મેળવી ડૉક્ટર ઑફ લિટરેચરની ડિગ્રી

રક્ષાબંધન પર પૂર્ણઃ પરંપરા મુજબ રક્ષા બંધનના તહેવાર પર યાત્રા સમાપ્ત થશે. આ વખતે રક્ષા બંધન 11 ઓગસ્ટે છે. SASBના અધિકારીએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી છે." આરઓપી વિના જમ્મુથી કાશ્મીર જવા માટે કોઈપણ વાહનને મંજૂરી આપવામાં આવશે નહીં. સીસીટીવી અને ડ્રોન કેમેરા સેવાઓ ઉપરાંત ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અન્ય મુખ્ય રાજમાર્ગો પર અસાધારણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે મુસાફરો અને સેવા પ્રદાતાઓના પરિવહન પર નજર રાખવા માટે RFID અને GPS ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત CRPF, BSF, SSB અને આર્મીની સેવાઓ પણ લેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.