ETV Bharat / bharat

બધી નજર ફરી નેપાળ પર મંડાઈ છે

ભારત અને ચીન નેપાળમાં ઘટી રહેલા રાજકીય ઘટનાક્રમ પર દૂરબીન માંડીને બેઠાં છે. કે. પી. શર્મા ઓલી સરકાર ભારે મુશ્કેલીમાં, એટલે કે અસ્તિત્વની કટોકટીમાં ફસાઈ ગઈ તે પછી ભારત અને ચીનમાં ઘણાની આંખો ઊંચી થઈ છે. આ હિમાલય તળેટીના રાષ્ટ્રના સર્વોચ્ચ ન્યાયાલયે ઓલીના ૨૦ ડિસેમ્બરના સંસદના નીચલા ગૃહ- પ્રતિનિધિ સભાને ભંગ કરવાના પગલાને ગેરબંધારણીય ગણાવી ફગાવી દીધું તે પછી જરા રાહત થઈ છે.

નેપાળ
નેપાળ
author img

By

Published : Feb 26, 2021, 7:01 AM IST

પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે તેના ચુકાદામાં કહ્યું કે નેપાળના બંધારણ ૨૦૧૫માં કોઈ પણ અધિકારી, ચાહે તે વડા પ્રધાન કેમ ન હોય, તેને ગૃહનું વિસર્જન કરવા અધિકાર આપતું નથી. ઓલીની ભોંઠપ વચ્ચે, આ ચુકાદો તેઓ તેમના ખૂબ જ વિવાદાસ્પદ પગલાં પછી જાહેરમાં જે દલીલ કરી રહ્યા હતા તેના એકદમ વિરુદ્ધ છે: તેમની દલીલ હતી કે વેસ્ટમિનિસ્ટર સ્ટાઇલ લોકશાહીના વડા પ્રધાન તરીકે તેમને ગૃહનું વિસર્જન કરવાની અને દેશને તેઓ જ્યારે પણ સમય પસંદ કરે તે સમયે મધ્યવર્તી ચૂંટણીમાં ધકેલવાની અંતિમ સત્તા છે.

૨૩ ફેબ્રુઆરીએ સર્વોચ્ચ ન્યાયાલયે તેમને ખોટા સાબિત કર્યા. અને તેના આ ચુકાદાએ નેપાળમાં, તેમના પૂર્વ એનસીપી (નેપાળ કમ્યૂનિસ્ટ પાર્ટી)ના કૉમરેડ કે જેમણે ગૃહને કસમયે ભંગ કરવાની સામે શેરીઓમાં વિરોધ કર્યો હતો, તેમને, વિરોધ પક્ષ નેપાળ કૉંગ્રેસ અને નાગરિકોના અગ્રણી નેતાઓને વિજયી મુદ્રામાં લાવી દીધા હતા.

ચુકાદાને આવકારતાં, તેઓ ગૃહના પુનઃસ્થાપનની ઉજવણી કરવામાં વ્યસ્ત રહ્યા હતા. ચુકાદો કહે છે તેમ, ગૃહ આગામી કાર્ય દિશા નક્કી કરવા માટે ૧૩ દિવસની અંદર એટલે કે ૮ માર્ચ સુધીમાં મળવું જોઈએ. એક વાત સ્પષ્ટ છે: સિવાય કે કે. પી. ઓલી વડા પ્રધાન પદેથી ઉતરી જાય, તેમને તેમના પૂર્વ કૉમરેડ સાથીઓ અને અન્ય વિપક્ષી સાંસદોનો અવિશ્વાસ મતના સ્વરૂપમાં ગુસ્સાનો સામનો કરવો પડશે.

ભારત માટે તે શા માટે મહત્ત્વનું છે?

ભારત અને નેપાળ વચ્ચે ૧,૮૦૦ કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ આવેલી છે જે ભારતમાં ઘણાને નબળી કડી લાગે છે. તેમને એમ પણ લાગે છે કે ભારત અને નેપાળ વચ્ચે સમાન અદ્વિતીય સભ્યતા, ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક અને સાંપ્રદાયિક સંબંધો છે તેથી નેપાળમાં કુદરતી કે રાજકીય કોઈ પણ પ્રકાર ઉથલપાથલની અસર મધ્યમ કે તીવ્ર રીતે ભારત પર પણ પડ્યા વગર રહેતી નથી.

અને એક વાત એ છે કે દિલ્હીમાં કે. પી. ઓલી ઘણાને ગમતા નથી કારણકે તેમના વડા પ્રધાન કાળ દરમિયાન ગયા વર્ષે જૂનમાં નેપાળે નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો જેમાં લિપુલેખ-કાલાપાની-લિમ્પિયાધુરા વગેરે વિવાદિત પ્રદેશો કે જે કૈલાસ પર્વત અને માનસરોવરની દક્ષિણે ચીન-ભારત-નેપાળની ત્રિસંગમ સીમાએ આવેલા છે, તેમનો સમાવેશ કરાયો હતો. આ નકશાને બાદમાં નેપાળની સંસદે અનુમતિ આપી હતી અને બાદમાં નેપાળના રાષ્ટ્રીય ચિહ્ન અને સત્તાવાર બેજમાં પણ સમાવાયો હતો.

૮ મે ૨૦૨૦ના રોજ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કાલાપાની વિસ્તારથી લિપુલેખ સુધી જીપનો માર્ગ ખુલ્લો મૂક્યો તે પછી ટૂંક સમયમાં જ નેપાળનું આ પગલું આવી પડ્યું હતું. લિપુલેખમાં જમીન વિસ્તાર પર નેપાળનો લાંબા સમયથી દાવો છે. ૧૮૧૬માં સુગૌલી સંધિ બ્રિટિશ રાજ હેઠળના ભારત અને નેપાળ વચ્ચે થઈ હતી. આવા સરહદી વિવાદોને ઉકેલવા ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સંવાદ હજુ ફરીથી શરૂ થવાના છે ત્યારે નેપાળમાં સંભવિત રાજકીય અસ્થિરતા, જેનાથી તેના પડોશીઓ ભારત અને ચીન કરતાં તેના પોતાના લોકોને નુકસાન થઈ શકે છે, તેનાથી નવી ચિંતા સર્જાઈ છે.

એક દાયકા લાંબી (૧૯૯૬-૨૦૦૬ સુધી) લોહિયાળ માઓવાદી બળવો, જેમાં લગભગ ૧૭,૦૦૦ લોકોના જીવ ગયા હતા, તેનો ભોગ બન્યા પછી નેપાળ હજી સુધી તેના ૨૦૧૫ના બંધારણને સંપૂર્ણ રીતે લાગુ કરી શક્યું નથી, જે બંધારણ સભા દ્વારા લખાયેલું હતું, જેના માટે બે ચૂંટણીઓ યોજાઈ હતી. નેપાળમાં હજી સંપૂર્ણ આર્થિક સ્વસ્થતા જોવા મળી નથી. અને બેરોજગારીના વધતા દરના લીધે તેના યુવાન અને મહિલાઓ રોજગારી અને અન્ય તકો માટે ભારત અને અન્ય દેશોમાં જવા પ્રેરાય છે.

ચીન માટે તે શા માટે મહત્ત્વ ધરાવે છે?

નેપાળમાં થયેલી ઉથલપાથલથી ચીન ઓછું ચિંતાતુર નથી. ઊંચા હિમાલયન અવરોધો દ્વારા અલગ હોવા છતાં, ચીન અને નેપાળ લગભગ ૧,૪૦૦ કિલોમીટરની સરહદ ધરાવે છે, જે મોટા પ્રમાણમાં શાંત અને નિર્વિવાદ છે. પરંતુ પ્રાચીન રેશમ માર્ગો પર બેલ્ટ અને રોડ પહેલ (બીઆરઆઈ) વિકસાવવાના પ્રયાસમાં, ચીન નેપાળને પણ, બીઆરઆઈમાં જોડાવા માટે લલચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળને પણ તે ઑફર પસંદ છે. તાજેતરનાં વર્ષોમાં, ચીનથી કાઠમંડુ સુધીની ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિતની ઉચ્ચ-સ્તરની મુલાકાતની ધમાલ જોવા મળી છે, જેમાં ચીન કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) ના નેતાઓ સહિતના ચીની અધિકારીઓએ વારંવાર નેપાળના સામ્યવાદી નેતાઓને એક રહેવા વિનંતી કરી હતી.

નેપાળના શાસક સીપીએન- જે હવે ઊભી રીતે વિભાજિત દેખાય છે - સંઘીય અને પ્રાંતીય ચૂંટણીઓના ઑક્ટોબર ૨૦૧૭ માં કેપી ઓલી અને ભૂતપૂર્વ માઓવાદી નેતા પ્રચંડ વચ્ચે થયેલી જોડાણના પરિણામે રચાયું હતું. એકતા સ્પષ્ટ રીતે ચીન માટે એક સુખદ આશ્ચર્યજનક બની હતી, જે વર્ષોથી આવી એકતાને આકાર લેવાની ઈચ્છા રાખતું હતું. નેપાળમાં ચીનના લોકપ્રિય દૂત હૌ યાંગચી પ્રચંડ, ઓલી અને અન્ય લોકોને એકતા રહેવાની વિનંતી કરવામાં સક્રિય રહ્યા.

હમણાંનાં મહિનાઓમાં પણ તેઓ એટલાં સક્રિય રહ્યાં હતાં, જ્યારે એનસીપીમાં ખાસ કરીને ઓલી અને પ્રચંડ-માધવ નેપાળ જૂથો વચ્ચે મુશ્કેલીઓ ઊભી થવા માંડી હતી. પરંતુ તેણી નિષ્ફળ ગયાં કારણ કે ઓલી અને પ્રચંડ-નેપાળ જૂથો વચ્ચેની હરીફાઈ ખરાબથી વધુ ખરાબ થતી ગઈ. સ્પષ્ટ છે કે, ચીન હવે સી.પી.એન. એકતા માટે નેપાળ સંદર્ભે ભારત જેટલું જ ચિંતિત છે.

આગળ માર્ગ શું છે?

આઠ માર્ચ સુધીમાં પુન:સ્થાપિત ગૃહ ફરી મળવાનું છે ત્યારે, નેપાળની શાસક સીપીએન ઔપચારિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે. તેની પાસે બે નવા દાવેદારો પ્રતિષ્ઠિત વડા પ્રધાનની બેઠક માટે લડશે. કેપી ઓલી એક જૂથનું નેતૃત્વ કરશે, જેના સભ્યો હાલમાં સરકારમાં છે, હરીફ જૂથમાં સંભવત: પ્રચંડ હશે જેમણે તેમની પકડ મજબૂત કરવા માટે પૂર્વ વડા પ્રધાનો માધવ નેપાળ અને ઝાલાનાથ ખનાલ સાથે હાથ મિલાવ્યા છે. પ્રચંડ-માધવ નેપાળ જૂથનો દાવો છે કે કેન્દ્રીય સમિતિના ૭૦ ટકા સભ્યો તેમની સાથે છે. આ દાવો ઓલી દ્વારા નકારવામાં આવ્યો હતો કે જેમણે પોતાનું જૂથ મોટું, મજબૂત હોવાનો દાવો કર્યો હતો.

સીપીએન પક્ષમાંથી કોઈ પણ જૂથ ગૃહમાં બહુમતી ધરાવતું નથી. સાદી બહુમતી સરકાર બનાવવા માટે જરૂરી છે. આથી જ ઓલી અને પ્રચંડ-માધવ પક્ષો નેપાળી કોંગ્રેસના નેતા શેર બહાદુર દેઉબાને ગઠબંધન માટે મનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે જેથી આરામદાયક બહુમતી મેળવી શકાય. વિશ્વસનીય ગઠબંધન માટે ભાગીદારની શોધ ચાલુ હોવાથી પૂર્વ માઓવાદી નેતા બાબુરામ ભટ્ટરાયની આગેવાની હેઠળની જનતા સમાજવાદી પાર્ટી જેવી અન્ય રાજકીય શક્તિઓ પણ અચાનક ચર્ચામાં આવી ગઈ છે. નવી સરકારના વડા, આકાર અને કદ જાણી શકાય તે પહેલાં આગામી બે અઠવાડિયાં નેપાળમાં નિર્ણાયક બનવા જઈ રહ્યાં છે.

તે પ્રચંડ હોઈ શકે, તે દેઉબા હોઈ શકે કે પછી ઓલી ફરી હોઈ શકે, જેઓ આ પરિવર્તનમાંથી નેપાળને બહાર કાઢશે.

-નેપાળથી સુરેન્દ્ર ફુવલ (સુરેન્દ્ર ફુવલ નેપાળના કાઠમંડુ સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.