ETV Bharat / bharat

Assam-Mizoram Border વિવાદ અંગે આજે આસામના તમામ સાંસદો PM Modiને મળશે - Mizoram Governor Haribabu Kambhampati

આસામના તમામ સાંસદો આજે આસામ-મિઝોરમ સીમા વિવાદ (Assam-Mizoram border dispute) અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે મુલાકાત કરશે. બંને રાજ્યોના મુખ્યપ્રધાનોએ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) સાથે ફોન પર વાતચીત કરીને કહ્યું હતું કે, બંને રાજ્યો વચ્ચે જે પણ વિવાદ છે. તેનું સમાધાન વાતચીતથી થઈ શકે છે.

Assam-Mizoram Border વિવાદ અંગે આજે આસામના તમામ સાંસદો PM Modiને મળશે

author img

By

Published : Aug 2, 2021, 3:10 PM IST

  • આસામના તમામ સાંસદો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળશે
  • આસામ-મિઝોરમ સીમા વિવાદ અંગે તમામ સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળશે
  • બંને રાજ્યોના મુખ્યપ્રધાને ગૃૃહપ્રધાન અમિત શાહને (Union Home Minister Amit Shah) ફોન પર જણાવ્યું હતું કે, વાતચીતથી સમાધાન થઈ શકે છે

ન્યૂઝ ડેસ્કઃ આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે આજે આસામના તમામ સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે બેઠક યોજશે. વડાપ્રધાનની સાંસદોથી આ મુલાકાત બંને રાજ્યો વચ્ચે શાંતિ જાળવવાના પ્રયાસ રીતે જોવા મળી રહી છે. તો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગઈકાલે બંને રાજ્યોના મુખ્યપ્રધાન સાથે ફોન પર વાતચીત કરી હતી. મિઝોરમના મુખ્યપ્રધાન જોરામથંગા (Mizoram Chief Minister Joramthanga)એ કહ્યું હતું કે, ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) સાથે ફોન પર વાતચીત દરમિયાન એ નિર્ણય કર્યો હતો કે, સીમા વિવાદનું સૌહાર્દપૂર્ણ રીતે વાતચીતથી સમાધાન કરવામાં આવે.

આ પણ વાંચો- Mizoram-Assam border dispute: મિઝોરમ પોલીસે Assam CM હિમંત બિશ્વ સરમા સામે FIR નોંધી

મિઝોરમના લોકો ભડકાઉ સંદેશ પોસ્ટ ન કરેઃ મિઝોરમના મુખ્યપ્રધાન

તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને આસામના મુખ્યપ્રધાન હિમંત બિશ્વા સરમા (Assam Chief Minister Himant Bishwa Sarma)એ ફોન પર થયેલી વાતચીત અનુસાર, અમે મિઝોરમ-આસામ સીમા વિવાદ (Mizoram-Assam border dispute)નું સોહાર્દપૂર્ણ માહોલમાં સાર્થક વાર્તાના માધ્યમથી સમાધાન કરવા સંમત થયા છે. આ સાથે જ જોરામથંગાએ અપીલ કરી હતી કે, મિઝોરમના લોકો ભડકાઉ સંદેશ પોસ્ટ ન કરે અને સોશિયલ મીડિયાનો (Social Media) દુરૂપયોગ કરવાથી બચે, જેથી વર્તમાન તણાવને ખતમ કરી શકાય.

આ પણ વાંચો- આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ યતાવત, CRPF દ્વારા પેટ્રોલિંગ

પોલીસકર્મીઓ પર થયેલા કેસ ચાલશે

આસામના મુખ્યપ્રધાન હિમંત બિશ્વા સરમાએ (Assam Chief Minister Himant Bishwa Sarma) ટ્વિટ કરી માહિતી આપી હતી કે, તેમણે આસામ પોલીસને નિર્દેશ આપ્યો છે કે, મિઝોરમથી રાજ્યસભા સાંસદ કે. વનલાલવેના વિરૂદ્ધ નોંધાયેલી FIR પરત લેવામાં આવે, પરંતુ હિંસા મામલામાં જે પોલીસકર્મીઓ સામે કેસ દાખલ છે. તેમની પર કેસ ચાલશે. આ અંગે મિઝોરમના રાજ્યપાલ હરિબાબૂ કંભમપતિ (Mizoram Governor Haribabu Kambhampati)એ કહ્યું હતું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સ્થિતિને શાંત કરવા અને સમાધાન શોધવાના પ્રયાસ કરી રહ્યા છે

26 જુલાઈએ થયો હતો વિવાદ

આપને જણાવી દઈએ કે, આસામ અને મિઝોરમ વચ્ચે ગયા અઠવાડિયે 26 જુલાઈએ ત્યારે તણાવ વધી ગયો હતો, જ્યારે મિઝોરમના કોલાસિબ જિલ્લામાં વાયરેંગ્ટે વિસ્તારમાં બંને રાજ્યોના લોકો અને પોલીસ બળ સામસામે આવી ગયું હતું. આ હિંસક ઝપાઝપીમાં આસામના કુલ 6 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 7 લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંને રાજ્યો વચ્ચે ભારી તણાવ છે. કેન્દ્ર સરકારે કેન્દ્રિય અર્ધસૈનિક બળની પાંચ કંપનીઓ આ વિસ્તારમાં તહેનાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.