લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (Uttar Pradesh Assembly Election 2022) પહેલા હવે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. તેવામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં (Akhilesh Yadav on Lord Krishna) આવે છે અને કહે છે કે, તમારી સરકાર બનવા (Samajwadi Party government in Uttar Pradesh) જઈ રહી છે.
બાબા મુખ્યપ્રધાન ઉત્તરપ્રદેશમાં ફેલ થયા છેઃ અખિલેશ યાદવ
સોમવારે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સપા સુપ્રીમો અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ પર (Akhilesh Yadav attacks on BJP ) નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારા બાબા મુખ્યપ્રધાન ફેલ થઈ ગયા છે. તેમને કોઈ પાસ નહીં કરાવી શકે. હવે જે પાસ કરાવવા આવી રહ્યા છે તે પણ પાસ નથી કરાવી શકતા. તે દરમિયાન અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવે છે અને કહે છે કે, તમારી સરકાર બનવા જઈ રહી છે.
સમાજવાદનો રસ્તો જ રામરાજ્યનો રસ્તો છેઃ અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કહ્યું હતું કે, ભાજપ સામાન્ય રીતે રામરાજ્યની વાત કરે છે, પરંતુ ખરેખર સમાજવાદનો રસ્તો જ રામરાજ્યનો રસ્તો છે. તેમણે કહ્યું હતું કે, સમાજવાદનો રસ્તો જ રામરાજ્યનો રસ્તો છે. જે દિવસે સંપૂર્ણ રીતે સમાજવાદ લાગુ થશે તે દિવસથી રામરાજ્ય શરૂ થઈ જશે.
જેમની પર ગંભીર કલમોના કેસ છે તેમને ભાજપે મુખ્યપ્રધાન બનાવ્યા છેઃ અખિલેશ યાદવ
સપા અધ્યક્ષે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર નિશાન (Akhilesh Yadav attacks on BJP) સાધતા કહ્યું હતું કે, જે વ્યક્તિ પર તમામ ગંભીર કલમોમાં કેસ નોંધાયેલો હતો. ભાજપે તેમને મુખ્યપ્રધાન બનાવી દીધા છે. ભાજપના અનેક નેતા જે ઉંમરલાયક છે, તેઓ વર્ષોથી લોહી અને પરસેવો રેડીને પાર્ટીને મજબૂત કરી રહ્યા હતા. તેઓ અનેકવાર કહે છે કે, અમે તો લોહી-પરસેવો વહાવ્યા હતા. આ કોણ જાણે ક્યાંથી આવી ગયા. તેમને અમારી ઉપર બેસાડી દીધા હતા.
આ પણ વાંચો- UP Assembly Elections 2021: વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે રેલીઓના આયોજન પર પ્રતિબંધ લગાવવો જોઈએ
યોગી આદિત્યનાથ પર અખિલેશ યાદવે કર્યો કટાક્ષ
યોગી આદિત્યનાથના આગામી વિધાનસભા ચૂંટણી લડવાના સંબંધિત પ્રશ્ન અંગે યાદવે કહ્યું હતું કે, જ્યારે તેઓ ભાજપની વચ્ચે જશે તો તેમને પૂછવામાં આવશે કે, રોજગાર આપવા અને ખેડૂતોની આવગ બમણી કરવા સહિત તમામ વાયદાઓ કેમ પૂરા ન થયા. તેમણે કટાક્ષ કર્યો હતો કે, તમામ લોકો જાણતા હશે કે, જ્યારે પુત્ર પરીક્ષામાં પાસ ન થઈ શકતો હોય તો કેટલીક વાર માતાપિતા અને કાકા પણ જાય છે થોડી નકલ કરાવવા માટે .અમારા બાબા મુખ્યપ્રધાન ફેલ થઈ ગયા છે. હવે તેમને કોઈ પાસ નહીં કરાવી શકે અને જે લોકો તેને પાસ કરાવવા આવી રહ્યા છે તેઓ પણ પાસ નથી કરાવી શકતા.
ચીન યોગી આદિત્યનાથ પાસેથી ઘણું શીખ્યું છેઃ અખિલેશ યાદવ
અખિલેશ યાદવે પોતે વિધાનસભા ચૂંટણી લડવાની સંભાવના અંગે કહ્યું હતું કે, જ્યાંથી તેમની પાર્ટી કહેશે ત્યાંથી તેઓ ચૂંટણી લડશે. સપા અધ્યક્ષે ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશના કેટલાક ગામના નામ કથિત રીતે બદલવાના સમાચારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જે આપણો પાડોશી દેશ છે તે આપણા મુખ્યપ્રધાનજી પાસેથી થોડું શીખી ગયો છે. તેણે ગામનું નામ બદલી દીધું છે. આ કામ તો અમારા મુખ્યપ્રધાનજી કર્યા કરતા હતા, પરંતુ ચીન પણ તેમનાથી શીખી ગયું છે.
આ પણ વાંચો- Uttar Pradesh Assembly Election 2022: નારાજ બ્રાહ્મણોને મનાવવા માટે નડ્ડાએ ભાજપ સમિતિના સભ્યો સાથે કરી બેઠક
અમારી સરકાર આવશે તો અમે શરૂ કરેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશેઃ અખિલેશ યાદવ
તેમણે સરકાર બનાવવા પર સ્થાનિક ગ્રાહકોને 300 યુનિટ મફત વિજળી આપવાના પોતાના વાયદાનો (Akhilesh Yadav attacks on BJP) ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આનાથી સૌથી વધુ કરંટ ભાજપને જ લાગ્યો છે. તેમણે કહ્યું હતું કે, 300 યુનિટ ઘરની વીજળી મફત આપવાનો વાયદો એ માટે કરવામાં આવ્યો છે. કારણ કે, સપાની ગઈ સરકારના કાર્યકાળમાં વિજળી ઘર લગાવવાના અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, જેને વર્તમાન ભાજપ સરકાર પૂરા ન કરી શકી. તેમણે કહ્યું હતું કે, બીજી વાર સપાની સરકાર બનવા પર આ પ્રોજેક્ટ્સ પૂરા થઈ જશે અને તમામ ગ્રાહકોને 300 યુનિટ વીજળી મફત મળશે.