ETV Bharat / bharat

Ajinkya Rahane : અજિંક્ય રહાણેનું લક્ષ્ય ભારતીય ક્રિકેટ ટીમ માટે 100 ટેસ્ટ મેચ રમવાનું છે

ભારતીય ટીમના પૂર્વ ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. રહાણેએ કહ્યું છે કે હાલ તેનું ધ્યાન રણજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમમાં વાપસી પર છે. તેણે પોતાના મોટા લક્ષ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. વાંચો પૂરા સમાચાર...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 12:20 PM IST

દિલ્હી : ભારતીય ટીમના જમનેરી બેટ્સમેન અજિંક્ય રહાણેએ કહ્યું છે કે તે ભારતીય ટીમ માટે 100 ટેસ્ટ મેચ રમવા માંગે છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ કરશે. BCCIએ આ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરી છે. પરંતુ અજિંક્ય રહાણેને તેમાં સ્થાન મળ્યું નથી. જો કે, આની પરવા કર્યા વિના, અજિંક્ય રહાણે ભારતીય ટીમ માટે 100 ટેસ્ટ મેચ રમવાના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે.

  • Rahane said "My goal is to secure both the Ranji Trophy & bigger objective of playing in 100 Test matches for India". [TOI] pic.twitter.com/8ZU9LpzLrx

    — Johns. (@CricCrazyJohns) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

100 ટેસ્ટ મેચ રમવાનું સપનું છે : અજિંક્ય રહાણેએ કહ્યું કે, 'મારો ઉદ્દેશ્ય રણજી ટ્રોફી અને ભારતને છેલ્લી 100 ટેસ્ટ મેચ રમવાની તક સુરક્ષિત કરવાનો છે. મારું ધ્યાન મુંબઈ માટે સારૂ પ્રદર્શન કરવા અને દરેક મેચમાં એક-એક પગલું ભરવા પર છે. મારું લક્ષ્ય 100 ટેસ્ટ મેચ રમવાનું અને રણજી ટ્રોફીમાં સતત સારું પ્રદર્શન કરવાનું છે. તેણે આંધ્રપ્રદેશ સામેની રણજી મેચ બાદ આ વાત કહી હતી. રહાણે રણજીની પ્રથમ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. રહાણેના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 85 ટેસ્ટ મેચની 144 ઇનિંગ્સમાં 5077 રન બનાવ્યા છે જેમાં તેણે 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 49.50 છે.

હાલ રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે : અજિંક્ય રહાણે હાલ મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમી રહ્યો છે. રહાણેએ ભારતીય ટીમ માટે 85 ટેસ્ટ મેચ રમી છે અને તે 100 ટેસ્ટ મેચ રમવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે સતત મહેનત કરી રહ્યો છે. રહાણેએ છેલ્લે 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચ રમી હતી, ત્યાર બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો અને તે હજુ સુધી ટીમમાં પાછો ફર્યો નથી.

આકાશ ચોપરાએ ભવિષ્યવાણી કરી હતી : તાજેતરમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું હતું કે મને લાગે છે કે ભારતીય ટીમમાંથી અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાનું પ્રકરણ બંધ થઈ ગયું છે. આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે બંનેની પસંદગી કરવામાં આવી ન હતી. તેની પસંદગી ઈંગ્લેન્ડ સામે થવી જોઈતી હતી. તેણે કહ્યું કે પૂજારાએ પણ તાજેતરમાં સદી ફટકારી હતી.

  1. 2nd T20I : ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી T20I જીતીને સીરીજ કબજે કરી, દુબેએ સતત બીજી અડધી સદી ફટકારી
  2. Yuvraj Singh : યુવરાજ ટીમ ઈન્ડિયાને આગળના પડકારો માટે તૈયાર કરવા માટે 'મેન્ટર' બનવા માંગે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.