ન્યુ દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર યુરિન(Air India urination case ) કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ તેને દિલ્હી પણ લાવવામાં આવ્યો છે. આરોપી ઘણા સમયથી ફરાર હતો. પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી(Accused Shankar Mishra arrested from Bengaluru) હતી. એટલા માટે પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા શંકર મિશ્રાએ 70 વર્ષની વૃદ્ધ મહિલા પર યુરિન કર્યુ હતુ. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 354, 294, 509, 510 હેઠળ કેસ નોંધ્યો છે.
ફોન સ્વીચ ઓફ થઈ જતો હતો: શંકર મિશ્રાનું છેલ્લું લોકેશન બેંગલુરુ હતું, તેના આધારે તેની શોધ ચાલી રહી હતી. દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે 3 જાન્યુઆરીએ શંકર મિશ્રા (35)નો મોબાઈલ ફોન બેંગલુરુમાં એક્ટિવ હતો. પરંતુ ત્યારપછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ જતો હતો. બેંગલુરુ પહેલા, દિલ્હી પોલીસ દ્વારા ઘણી ટીમોને મુંબઈ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનો પત્તો લાગ્યો ન હતો.
આ પણ વાંચો: જાણો કોણ છે શંકર મિશ્રા? જેણે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર કર્યું હતું યુરિન
તપાસમાં સંપૂર્ણ સહકાર: મામલો ગરમાયા બાદ આરોપી શંકર મિશ્રાને તેની કંપની વેલ્સ ફાર્ગોએ ટર્મિનેટ કરી દીધો હતો. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે "વેલ્સ ફાર્ગો અપેક્ષા રાખે છે કે તેના કર્મચારીઓ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે વર્તે. અમને આ આરોપો ખૂબ જ ચિંતાજનક લાગ્યા. આ વ્યક્તિને વેલ્સ ફાર્ગોમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. અમે આ મામલે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ." શંકર મિશ્રા વેલ્સ ફાર્ગો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. આ કંપની અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા નિગમ સાથે સંકળાયેલી છે.