નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AEI-173 6 જૂનના રોજ સાન ફ્રાન્સિસ્કો જવા માટે રવાના થઈ હતી. એરક્રાફ્ટના એેક એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટને રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ્ં. વિમાનમાં 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સવાર હતા. મુસાફરોને અમેરિકા લઈ જવા માટે એર ઈન્ડિયા દ્વારા ફેરી ફ્લાઈટ મોકલવામાં આવશે.
ફેરી ફ્લાઈટ મોકલી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AEI-173 એરક્રાફ્ટના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતા રશિયાના મગદાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઈટ 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સાથે સુરક્ષિત લેન્ડ થઈ હતી. ત્યારે એર ઈન્ડિયા મગદાદમાંથી મુસાફરોને અમેરિકા લઈ જવા માટે ફેરી ફ્લાઈટ મોકલી રહી છે.
પરિસ્થિતિ પર રહેશે નજર: યુ.એસ.એ કહ્યું હતું કે, સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ટાટા ગ્રુપની માલિકીની ખાનગી એરલાઈને મંગળવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હીથી ફ્લાઈટ AEI-173ના એન્જિનમાં સર્જાયેલ ખામીને કારણે રશિયાના મગદાન તરફ વાળવામાં આવી હતી.
અમારી પાસે યુએસ જનારા એક વિમાન વિશે માહિતી છે જેણે રશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. જો કે, આ ફ્લાઈટમાં કેટલા યુએસ નાગરિકો હતા તેની હું પુષ્ટિ કરવામાં અસમર્થ છું.--- વેદાંત પટેલ (ડેપ્યુટી પ્રવક્તા,યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ)
ફ્લાઈટમાં કેટલા યુએસ નાગરિક: ઉપરાંત વેદાંત પટેલે જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ અમેરિકા માટે જતી હતી. તેથી, ચોક્કસપણે એવી શક્યતા છે કે તેમાં અમેરિકન નાગરિકો હોય. એર ઇન્ડિયા મુસાફરોને ગંતવ્ય સ્થાને લઇ જવા માટે બીજી ફ્લાઇટ મોકલી રહી છે. જો કે, હું આ વિશે વધુ કહેવા માંગતો નથી કારણ કે એરલાઇન આ વિશે ચોક્કસ માહિતી આપી શકે છે.
પ્રવક્તાએ આપી માહિતી: એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા 7 જૂને મગદાનથી સાન ફ્રાન્સિસ્કોની વૈકલ્પિક ફ્લાઇટનું સંચાલન કરશે, જેમાં AI-173ના તમામ મુસાફરો અને ક્રૂને લઈ જશે. હાલમાં મુસાફરો અને ક્રૂને મગદાનની સ્થાનિક હોટલોમાં રાખવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાના પ્રયાસોમાં અધિકારીઓ એરલાઇનને સહકાર આપી રહ્યા છે. કંપનીએ કહ્યું કે, એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી રહી છે અને એરપોર્ટ પર મુસાફરોને તમામ મદદ પૂરી પાડવામાં આવી છે.
Air India Closed Flite From Bhavnagar : એર ઇન્ડિયાની મુંબઇ ફ્લાઈટ બંધ થતાં ઉદ્યોગોને નુકસાનનો દાવો
Karnataka: બેલાગવીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ