- એઈમ્સએ INI CET PGની પરીક્ષા મુલતવી રાખી
- પરીક્ષાની નવી તારીખોની ઘોષણા કરાઇ નથી
- જુલાઈ 2021નો કોર્સ માટે આવેદકોને પ્રવેશ આપવાનો હતો
નવી દિલ્હી : રાજધાનીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ઑલ ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)એ 8 મે 2021ના રોજ યોજાનારી INI CET PGની પરીક્ષા મુલતવી રાખી છે. હમણાં સુધી, પરીક્ષાની નવી તારીખોની ઘોષણા કરવામાં આવી નથી.
આ પણ વાંચો : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના સંક્રમિત, AIIMSમાં કરાયા દાખલ
PG પરીક્ષા એઈમ્સ વતી વર્ષમાં બે વાર લેવામાં આવે
એઈમ્સ દ્વારા લેવાયેલી INI CET PGની પરીક્ષા પછી જુલાઈ 2021નો કોર્સ માટે આવેદકોને પ્રવેશ આપવાનો હતો. આ PG પરીક્ષા એઈમ્સ વતી વર્ષમાં બે વાર લેવામાં આવે છે. ત્યારપછી એમડી, એમએસ, ડીએમ, એમસીએચ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવામાં આવે છે.
આ પણ વાંચો : દિલ્હીમાં સરકારે AIIMS અને LNJP હોસ્પિટલની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો
પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય
ત્યારે પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. એઈમ્સ વતી પરીક્ષા મુલતવી રાખ્યા પછી કહેવામાં આવ્યું છે કે, વધુ માહિતી માટે ઉમેદવારોએ એઈમ્સની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું જોઈએ.