નવી દિલ્હી: દિલ્હી સ્થિત AIIMS એ સાંસદો માટે સારવારની સુવિધાઓને સુવ્યવસ્થિત કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડ્યુ છે.(AIIMS Delhi introduces SOPs for sitting MPs ) આ SOP હેઠળ, સાંસદોની સારવાર અને સંભાળની વ્યવસ્થાના સંકલન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. જો કે, ડોકટરોના એક વર્ગે તેને 'વીઆઈપી કલ્ચર' ગણાવી ટીકા કરી છે.
SOP વિશે માહિતી આપવામાં આવી: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર એમ. શ્રીનિવાસ, લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ વાય.એમ. કંદપાલને લખેલા તાજેતરના પત્રમાં, 'આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ' (OPD), ઇમરજન્સી કન્સલ્ટેશન અને લોકસભા અને રાજ્યસભા બંનેના વર્તમાન સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવા માટે બહાર પાડેલ SOP વિશે માહિતી આપવામાં આવી છે.
પત્રમાં કેટલાક નંબર પણ આપ્યા: ડો. શ્રીનિવાસે માહિતી આપી હતી કે, "તમામ વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે હોસ્પિટલ વહીવટી વિભાગના અધિકારીઓ AIIMS કંટ્રોલ રૂમમાં ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. AIIMSના ડાયરેક્ટરે પત્રમાં કેટલાક નંબર પણ આપ્યા છે, જેના પર સાંસદોના કર્મચારીઓ ફોન કરીને ફરજ પરના અધિકારી સાથે વાત કરી શકે છે."
-
We condemn VIP culture. No patient should suffer at the cost of another’s privileges. THAT being said, having a protocol to streamline things should not be viewed as derogatory, provided it doesn’t hamper patient care. #equityinhealth @soumya_pillai @hemantrajora_ @OfficeOf_MM
— FORDA INDIA (@FordaIndia) October 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">We condemn VIP culture. No patient should suffer at the cost of another’s privileges. THAT being said, having a protocol to streamline things should not be viewed as derogatory, provided it doesn’t hamper patient care. #equityinhealth @soumya_pillai @hemantrajora_ @OfficeOf_MM
— FORDA INDIA (@FordaIndia) October 19, 2022We condemn VIP culture. No patient should suffer at the cost of another’s privileges. THAT being said, having a protocol to streamline things should not be viewed as derogatory, provided it doesn’t hamper patient care. #equityinhealth @soumya_pillai @hemantrajora_ @OfficeOf_MM
— FORDA INDIA (@FordaIndia) October 19, 2022
VIP સંસ્કૃતિની નિંદા: જો કે, AIIMS ના ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ આ પગલા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "સાંસદો માટે વિશેષ વ્યવસ્થા દર્દીઓને આપવામાં આવતી સેવાઓને અસર કરી શકે છે." ફોર્ડાએ ટ્વીટ કર્યું હતુ કે, “અમે આ VIP સંસ્કૃતિની નિંદા કરીએ છીએ. કોઈ પણ દર્દીને બીજાના વિશેષાધિકારો દ્વારા નુકસાન થવું જોઈએ નહીં. એવું કહેવામાં આવે છે કે, વસ્તુઓને સુવ્યવસ્થિત કરવા માટે બનાવવામાં આવેલ આ 'પ્રોટોકોલ'ને અપમાનજનક તરીકે ન લેવું જોઈએ, પરંતુ તે અન્ય દર્દીની સંભાળમાં અવરોધ ન આપવો જોઈએ."
સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર: AIIMSના ડિરેક્ટરે પત્રમાં કહ્યું હતુ કે, "MPનો સ્ટાફ ફરજ પરના અધિકારી સાથે વાત કરવા માટે 011-26589279, 011-26593308, 011-26593574 અથવા 9868397016 પર સંપર્ક કરી શકે છે. સાથે જ, પત્રમાં જણાવાયું છે કે નોડલ ઓફિસર, જે એક લાયકાત ધરાવતા મેડિકલ પ્રોફેશનલ પણ છે, નિમણૂક નક્કી કરવા માટે નિષ્ણાત અથવા સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અથવા સંબંધિત વિભાગના વડા સાથે વાત કરશે. કટોકટીના કિસ્સામાં, લોકસભા અથવા રાજ્યસભા સચિવાલય અથવા સાંસદનો સ્ટાફ ફરજ અધિકારીનો સંપર્ક કરી શકે છે, જે તેમને કટોકટીની સેવાઓ માટે માર્ગદર્શન આપશે."