ETV Bharat / bharat

AIADMKનું હેડક્વાર્ટર તમિલનાડું સરકારે સીલ કરાવ્યું, બે નેતાઓના સમર્થકોએ બબાલ કરી - કે પલાનીસ્વામી તમિલનાડું

તમિલનાડુમાં AIADMK હેડક્વાર્ટરની બહાર ભારે હંગામો (Conflict AT AIADMK Headquarter) થયો છે. જે બાદ AIADMK હેડક્વાર્ટર સીલ (AIADMK Headquarter Seal) કરી દેવામાં આવ્યું છે. જેના કારણે રાજકીય પક્ષના સમર્થકોએ બબાલ કરી નાંખી હતી. આ સાથે પનીરસેલ્વમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જેના કારણ દક્ષિણના રાજકારણમાં એક ગરમાવો આવે એવા એંધાણ છે.

AIADMKનું હેડક્વાર્ટર તમિલનાડું સરકારે સીલ કરાવ્યું,બે નેતાઓના સમર્થકોએ બબાલ કરી

author img

By

Published : Jul 11, 2022, 9:46 PM IST

ચેન્નઈઃ AIADMKના બે વિરોધી નેતાઓ એડપ્પડી કે પલાનીસ્વામી અને ઓ પનીરસેલ્વમના સમર્થકોએ પાર્ટીના કાર્યાલયની અંદર અને બહાર હિંસા તેમજ (Conflict AT AIADMK Headquarter) તોડફોડ કરી હતી. આવું કર્યા પછી સત્તાવાળાઓએ સોમવારે તમિલનાડુમાં પક્ષના મુખ્યાલયને સીલ (AIADMK Headquarter Seal) કરી દીધું હતું. પનીરસેલ્વમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એવું પણ કહ્યું છે કે તેઓ હવે કોર્ટનો સંપર્ક કરશે. કાયદાકીય (O. Panneerselvam Takes legal Action) પગલાં ભરશે. કાર્યકર્તાઓ વચ્ચે જઈને ન્યાય માંગશે. આ સાથે તેઓ પાર્ટી કાર્યાલયની બહાર નીકળી ગયા હતા. મહેસૂલ અધિકારીઓએ AIADMK હેડક્વાર્ટર 'MGR Maligai'ને સીલ કરી દીધું.

  • #WATCH | Tamil Nadu: Visuals from outside the AIADMK headquarters in Chennai where supporters of party leaders E Palaniswami and O Panneerselvam burn posters & banners, ahead of the General Council meeting, today pic.twitter.com/BS00E133Ks

    — ANI (@ANI) July 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ નદીમાં પૂર આવતા ટ્રેકટર પત્તાની જેમ વહેવા લાગ્યું, જૂઓ વીડિયો...

શું કહ્યું અધિકારીઓએઃ અધિકારીઓએ કહ્યું કે હિંસાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવાયા છે. પાર્ટી કાર્યાલયમાં હાજર તમામ લોકોને પોલીસે બહાર કાઢી મૂક્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મહેસૂલ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. બન્ને નેતાઓના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. તે પછી તેઓએ અવાઈ ષણમુગમ સલાઈમાં AIADMK હેડક્વાર્ટરમાં તોડફોડ કરી હતી. પલાનીસ્વામીએ પનીરસેલ્વમને શાસક ડીએમકેની "કઠપૂતળી" ગણાવ્યા અને હિંસા માટે તેમને જવાબદાર ગણાવ્યા. એવો પણ આક્ષેપ કર્યો હતો કે પન્નીરસેલ્વમે પાર્ટી ઓફિસમાંથી અને પાર્ટીના દિવંગત પ્રમુખ જે જયલલિતાના ઓફિસ રૂમમાંથી તમામ કાગળો કાઢી લીધા હતા.

AIADMKનું હેડક્વાર્ટર તમિલનાડું સરકારે સીલ કરાવ્યું,બે નેતાઓના સમર્થકોએ બબાલ કરી
AIADMKનું હેડક્વાર્ટર તમિલનાડું સરકારે સીલ કરાવ્યું,બે નેતાઓના સમર્થકોએ બબાલ કરી

આ પણ વાંચોઃ માથા ફરેલ યુવાનોએ અડધીરાત્રે બાઈક રેલી કાઢી, સ્ટંટ કર્યા ને ડ્રાઈવરને ધોકાવ્યો

આવો હતો મામલોઃ મદ્રાસ હાઈકોર્ટે સોમવારે યોજાનારી AIADMKની જનરલ કાઉન્સિલની બેઠક માટે લીલી ઝંડી આપ્યા બાદ પલાનીસ્વામીને પાર્ટીના વચગાળાના મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. વાસ્તવમાં, કોર્ટે પનીરસેલ્વમ દ્વારા મિટિંગ રોકવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં વચગાળાના જનરલ સેક્રેટરીના પદને પુનર્જીવિત કરવા અને સંયોજક તેમજ સંયુક્ત સંયોજકની જગ્યાઓ નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. દિવંગત મુખ્યપ્રધાન જે જયલલિતાએ ડિસેમ્બર 2016માં તેમના મૃત્યુ સુધી આ પદ સંભાળ્યું હતું.

પહેલાથી જ પોલીસને જાણ કરાઈઃ AIADMK નેતા ડી જયકુમારે કહ્યું કે પોલીસને પાર્ટી ઓફિસની સુરક્ષા માટે પહેલાથી જ અરજી આપવામાં આવી હતી. હવે તેમનો ડર સાચો પડ્યો છે. હિંસા માટે પન્નીરસેલ્વમ અને તેમના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા હતા અને પાર્ટીના કાર્યાલયને સીલ કરવા બદલ સરકારની ટીકા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.