- વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી
- મોદી સાથે બેઠક પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં આજે પેનલની બેઠક યોજાશે
- બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અધ્યક્ષતા કરશે
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર બાબતો અંગે કોંગ્રેસના મૂળ જૂથની બેઠક મંગળવારે એટલે કે આજે મળશે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 જૂને બોલાવવામાં આવેલી આ કેન્દ્રશાસિત પ્રદેશના રાજકીય પક્ષોની બેઠક અંગે પક્ષના વલણનો નિર્ણય લેવામાં આવશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજની બેઠકની કરશે અધ્યક્ષતા
પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ મીટિંગનો મુખ્ય એજન્ડા વડા પ્રધાન સાથેની બેઠક અંગે પાર્ટીનું વલણ નક્કી કરવાનો છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અધ્યક્ષતા વાળી બેઠકમાં કોંગ્રેસના આ સમૂહમાં પૂર્વ ગૃહપ્રધાન પી.ચિદમ્બરમ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, કરણ સિંહ, રાજ્ય પ્રભારી રજની પાટિલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામ અહેમદ મીર સામેલ છે.
આ પણ વાંચોઃ Mission 2024: દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે યોજાઈ સિક્રેટ બેઠક
વડા પ્રધાન મોદીએ 24 જૂને બોલાવી રાજકીય પક્ષોની બેઠક
મહત્વનું છે કે, વડા પ્રધાન મોદી દ્વારા 24 જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેશે કે કેમ તે અંગે હજૂ નિર્ણય લેવાનો બાકી છે, જોકે તેમણે બેઠક પૂર્વે કહ્યું છે કે કેન્દ્રએ બંધારણ અને લોકશાહીના હિતમાં જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ રાજ્યત્વ ફરીથી સ્થાપિત કરવું જોઈએ.