ETV Bharat / bharat

અગ્નિપથના લીધે થયેલી બબાલને કારણે 200 ટ્રેનને માઠી અસર, 35 ટ્રેન કેન્સલ - અગ્નિપથ યોજના વિરોધ પ્રદર્શન

અગ્નિપથ યોજના (Agnipath scheme protest reason) સામે દેશના સાત રાજ્યમાં વિરોધ પ્રદર્શન થયું છે. મોટાભાગના રાજ્યમાં બસ અને ટ્રેનમાં તોડફોડ કરવામાં આવી છે. તો ટ્રેનની બોગીઓને આગચંપી કરવામાં આવી છે. રેલવે વિભાગે જણાવ્યું હતું કે, આ વિરોધ પ્રદર્શનને (Massive Loss to Indian Railways) કારણે 200થી વધારે ટ્રેનને સીધી અસર થઈ છે. વિરોધ પ્રદર્શનને કારણે ટ્રેનની (Agnipath Recruitment Scheme Protest) દરેક મુવમેન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ 35 ટ્રેન એવી છે જેને રદ્દ કરી દેવામાં આવી છે.

અગ્નિપથના લીધે થયેલી બબાલને કારણે 200 ટ્રેનને માઠી અસર, 35 ટ્રેન કેન્સલ

author img

By

Published : Jun 17, 2022, 5:46 PM IST

નવી દિલ્હી: ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાનું (Agnipath Recruitment Scheme) એલાન કરવામાં આવ્યું છે. જેના વિરોધમાં (Agnipath scheme protest) સતત ત્રણ દિવસથી દેશના જુદા જુદા રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનની આગ (Agnipath scheme controversy) બિહારથી શરૂ થઈને જુદા જુદા રાજ્ય સુધી ફેલાઈ ચૂકી છે. બિહાર, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને ઓડિશા જેવા રાજ્યમાં આગચંપીના બનાવ સામે આવ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર પથ્થરમારાની ઘટના બની છે. બિહારમાં પ્રદર્શન કરનારાઓએ જુદા જુદા સ્થળેથી ટ્રેનમાં આગચંપી કરી હતી.

અગ્નિપથના લીધે થયેલી બબાલને કારણે 200 ટ્રેનને માઠી અસર, 35 ટ્રેન કેન્સલ
અગ્નિપથના લીધે થયેલી બબાલને કારણે 200 ટ્રેનને માઠી અસર, 35 ટ્રેન કેન્સલ

આ પણ વાંચો: Agnipath Scheme Protest : અગ્નિપથ યોજનાના વિરોધમાં સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનની જૂઓ હાલત

ટ્રેન સેવાને માઠી અસર: યુવાનોના વિરોધ પ્રદર્શનને કારણે ટ્રેન સર્વિસને માઠી અસર પડી છે. રેલવે વિભાગને મોટું નુકસાન પણ થયું છે. અગ્નિપથ યોજનાના વિરોધ પ્રદર્શનને કારણે 200થી વધારે ટ્રેનને અસર થઈ છે. રેલવે વિભાગે જણાવ્યું કે, વિરોધ પ્રદર્શન શરૂ થતા 35 ટ્રેન પહેલા તબક્કામાં જ રદ્દ કરી દેવામાં આવી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, યુવાનોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ રેલવેની કોઈ સંપત્તિને નુકસાન ન પહોંચાડે. યુવાનો આવા કોઈ હિંસક પ્રદર્શનમાં સામિલ ન થાય. સૌથી વધુ અસર મધ્ય રેલવેના ઝોનમાં થઈ છે.

કઈ કઈ ટ્રેન: આ ટ્રેનમાં 12303 હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ, 12353 હાવડા-લાલકુવા એક્સપ્રેસ, 18622 રાંચી-પટના-પાટલીપુત્ર એક્સપ્રેસ, 18182 દાનાપુર-ટાટા એક્સપ્રેસ, 22387 હાવડા-ધનબાદ બ્લેક ડાયમંડ એક્સપ્રેસ, 13512 એક્સપ્રેસ, 13512, 13512 એચ. અને 13409 માલદા ટાઉન - કીલ એક્સપ્રેસ. પૂર્વ મધ્ય રેલવેની બે ટ્રેન 12335 માલદા ટાઉન-લોકમાન્ય તિલક એક્સપ્રેસ અને 12273 હાવડા-નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી છે. રેલ્વેએ કહ્યું કે ઉત્તર સરહદની ઘણી ટ્રેન પૂર્વ મધ્યના અધિકારક્ષેત્રમાંથી પસાર થાય છે અને તેમાંથી ત્રણને અસર થઈ છે.

આ પણ વાંચો: અગ્નિપથ યોજના પર સેનાનું મોટું નિવેદન, 24 જૂનથી શરૂ થશે ભરતી પ્રક્રિયા

કુલ નુકસાન અંગે મૌન: રેલવે અધિકારીઓએ જણાવ્યું કે સ્થાવર મિલકતને થયેલા નુકસાનનું આકલન હાલ મુશ્કેલ છે. બલિયામાં, વિરોધ કરી રહેલા યુવાનોએ ખાલી ટ્રેનને સળગાવી દીધી હતી. 'ભારત માતા કી જય' અને 'ટેક બેક અગ્નિપથ' જેવા નારા લગાવીને કેટલીક અન્ય ટ્રેનમાં તોડફોડ કરી હતી. આ પછી પોલીસે તેમના પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વિરોધીઓએ સિકંદરાબાદ રેલવે સ્ટેશનમાં તોડફોડ કરી અને ટ્રેનને આગ લગાડી હોવાના અહેવાલો પણ છે.

ટ્રેન રદ્દ થતા ચાર્જ નહીં કપાય: સુરક્ષાના દૃષ્ટિકોણથી 124 ટ્રેનને નિયંત્રિત કરવામાં આવી હતી. આરક્ષિત અથવા બિનઆરક્ષિત બંને ટ્રેન રદ કરવા માટે કોઈ ચાર્જ કાપવામાં આવશે નહીં. મુસાફરો માટે ટ્રેનમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. હંગામો સમાપ્ત થયા બાદ લાંબા અંતરની ટ્રેનના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજનાનો ઝારખંડમાં ભારે વિરોધ

આ સ્ટેશન પર નુકસાન વધુ: છપરા સ્ટેશન, સમસ્તીપુર સ્ટેશન, આરા સ્ટેશન, વૈશાલી સ્ટેશન, બેતિયા સ્ટેશન, દાનાપુર સ્ટેશન, વૈશાલી સ્ટેશન, મુઝફ્ફરપુર સ્ટેશન, દાનાપુર સ્ટેશન, ખાગરિયા સ્ટેશન. બિહારના બક્સર, આરા, છાપરા, પટના ગ્રામીણ (દાનાપુર, પાલી), લખીસરાય, ખગરિયા, સમસ્તીપુર, બેતિયા, બગાહા, બેગુસરાઈ, ગયા, વૈશાલી, દરભંગા, સીતામઢી, ગોપાલગંજ, મુઝફ્ફરપુર, જમુઈ, ભાગલપુરમાં દેખાવો યોજાયા હતા. 20 જગ્યાએ ટ્રેનને રોકવામાં આવી છે. 79 ટ્રેન રદ, 40 ટૂંકાવી દેવામાં આવી છે.

ઑપરેશન ઠપ્પ: વિરોધ પ્રદર્શનને કારણે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના રેલવે ઝોનનો સમાવેશ થાય છે. આ રાજ્યમાંથી રેલવેની સંપત્તિઓને મોટું નુકસાન થયું છે. મધ્ય પૂર્વ ઝોનમાં આઠ ટ્રેનને નિરિક્ષણ સાથે ચાલું કરવા નિર્ણય લેવાયો છે. જેમાં જુદા જુદા રૂટની ટ્રેનની આવ જા પર નજર રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.