હૈદરાબાદઃ સમગ્ર વિશ્વમાં જ્યારે કૃષિ પેદાશોના ભાવ વધે છે ત્યારે ગ્રાહકોના હિતમાં પગલા ભરવામાં આવે છે. ગ્રાહકોના હિતને ખેડૂતોના હિત કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. ભારત પણ આ શ્રેણીમાં આવે છે. જો કે આવી ઘટનાઓ જેમ બને તેમ ઓછી થાય તથા આવી ઘટનાઓ ઘટે ત્યારે ખેડૂતોના હિતને પ્રાધાન્ય મળે તેવા ઉપાયો પર સરકારે ધ્યાન આપવું જોઈએ.
ટામેટાની ભાવ વધારાનો ઘા હજુ તાજો છે ત્યાં આપણે અત્યારે ડુંગળીના ભાવ વધારાનો સામનો કરી રહ્યા છીએ. ડુંગળીની કિંમતો વધી રહી છે. ઉત્તરીય રાજ્યોમાં બે અઠવાડિયાથી ઓછા સમયમાં જ ડુંગળીનો ભાવ 40 રુપિયા પ્રતિ કિલોથી વધીને 80 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ડુંગળીની નિકાસ પર સરકારે 40 ટકા ટેક્સ લગાવ્યો છે. તેમજ અફઘાનિસ્તાનથી ડુંગળીની આયાતને મંજૂરી આપી છે. ઉત્તરીય રાજ્યોના ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે જાહેરાત કરી છે. સરકાર 2 લાખ ટન વધારાની ડુંગળીનો ખરીદીને બફર સ્ટોક કરશે. અગાઉ સરકારે 5 લાખ ટનથી વધારાનો બફર સ્ટોક રાખ્યો હતો.
ભારતીય પકવાનોમાં ડુંગળી એક મહત્વપૂર્ણ ઘટક છે. તેની કિંમતો વધવાથી લોકોમાં ગુસ્સો પણ વધે છે. અગાઉ પણ સરકાર ડુંગળીના ભાવ નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. 1998માં ડુંગળીના અનિયંત્રિત ભાવને પરિણામે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી કરવી પડી હતી. રાજસ્થાનમાં આ જ કારણથી ભાજપે સત્તા ગુમાવી હતી. આ પરિણામોએ સરકારને ચેતવી દીધી હતી. ડૉ. મનમોહનના નેતૃત્વવાળી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાડી દીધો હતો. આ પછી દરેક સરકારે ડુંગળીના વધતા ભાવોને ગંભીર પ્રશ્ન ગણ્યો છે.
સરકારના સત્વરે પગલા ન લેવાથી ખેડૂતોને નુકસાન થયું હતું. સપ્લાય અને ડિમાન્ડનું સંતુલન ખોરવાવાથી ભાવો સાવ ઓછા થઈ ગયા અને ખેડૂતોને પોતાના હાલ પર છોડી દેવાયા. જોકે મધ્ય પ્રદેશ જેવા કટેલાક રાજ્યમાં સરકારે ખેડૂતોને સહાય ચૂકવી હતી. ડુંગળીના ભાવોમાં તેના ઉત્પાદન ખર્ચ અને 10 ટકા માર્જિન વચ્ચે કેટલાક વર્ષોથી તફાવત જોવા મળે છે. મધ્ય પ્રદેશ જેવી વ્યવસ્થા અન્ય અનેક રાજ્યોમાં જોવા મળતી નથી. કેન્દ્ર સરકાર હજુ પણ આ બાબતે મધ્ય પ્રદેશ સરકારના મોડલનો અભ્યાસ કરી રહી છે.
ડુંગળીની સમસ્યામાંનું મુખ્ય કારણ તેનું ઉત્પાદન ઓછું થયું હોય તે નથી. જો કે કેટલાક રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થયું હતું જેમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લાંબા સમયનો ઉનાળો હોવાથી ઉત્પાદન ઘટ્યું હતું. ડુંગળીની અછતને ઓછી કરી શકાય છે. તેના માટે યોગ્ય સપ્લાય અને વેલ ડેવલપ્ડ કોલ્ડ ચેનની જરુરિયાત છે. ફૂડ ઈન્ફલેશન એક ચિંતાજનક વિષય છે. દાળ, અનાજ અને મસાલામાં આંશિક ભાવ ઘટાડો થયો હોવા છતા તેમની કિંમતો વધી જ છે.
ગયા મહિને આરબીઆઈએ પોતાના ઈકોનોમી રિપોર્ટમાં ખાદ્ય પદાર્થોની માંગને પહોંચી વળવા માટે મોટા પરિવર્તનની જરુર હોવાનું જણાવ્યું હતું. જેમાં ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક, વેરહાઉસ અને સ્ટોરેજ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. જો કે ડુંગળીનો ભાવ વધારો આ બાબતે માત્ર સપાટી પર જ કાર્ય થયું હોવાનું સૂચવે છે. ભારતને આ મુદ્દે વ્યાપક સુધારો કરવાની જરુર છે. પાકને ખરીદવાથી લઈને ગ્રાહકો સુધી પહોંચે તે સમગ્ર સિસ્ટમમાં વ્યાપક સુધારા કરવા પડશે.
ટામેટા, ડુંગળી અને બટાકા(TOP-ટોપ)ના વધતા ભાવ હંમેશાથી ગંભીર મુદ્દો રહ્યા છે. તેની ભારતની રાજકીય અને આર્થિક સ્થિતિ પર વ્યાપક અસર પડે છે. આ ત્રણેય પાક(TOP-ટોપ-ટામેટા, ડુંગળી, બટાકા)ના ભાવ વધારાની અસર ગરીબ તેમજ અમીરોની રસોઈ પર પડે છે. તેથી પોલિસી મેકર્સે હંમેશા TOP-ટોપના ભાવ વધારાને કાબુમાં રાખવા યોગ્ય પગલા લેવા જોઈએ. સામાજિક રીતે આ ત્રણેય પાક (TOP-ટોપ) દરેક પરિવારના ખોરાકનો મુખ્ય હિસ્સો છે. TOP-ટોપમાં થતા ભાવ વધારાને લીધે નીમ્ન વર્ગના દૈનિક ખર્ચની સાથે સાથે બચત પર પણ અસર થાય છે.
આ પરથી ખ્યાલ આવે છે કે કિંમતમાં સ્થિરતા કેટલી મહત્વપૂર્ણ છે. કિંમતમાં સ્થિરતાની સીધી અસર 90 ટકા સીપીઆઈ બાસ્કેટ પર થાય છે. જેનાથી આર્થિક વિકાસની ગતિ પણ સતત રહે છે. જ્યારે ટોપ ફન્ડામેન્ટલને પોલિસી મેઝર્સ, વેલ્યૂ ચેનમાં કન્સપ્શનનું મુવિંગ, એન્હેસિંગ સ્ટોરેજ અને સપ્લાય એન્ડ માર્કેટમાં ટ્રાન્સપરન્સી દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. જે બાબત આપણા નિયંત્રણમાં છે તેને આપણે નિયંત્રિત કરવી જોઈએ. સીપીઆઈ બાસ્કેટમાં કેટલીક બાબતો પણ આપણું નિયંત્રણ નથી, જેમકે કિંમતનો વધારો, ખાદ્યતેલ અને ઈંધણનું નીતિ નિર્ધારણ આપણા નિયંત્રણમાં નથી. TOP-ટોપના સપ્લાય પાછળ જળવાયુ પરિવર્તન, ઋતુચક્રમાં વિક્ષેપ જેવી ઘટનાઓ જવાબદાર છે. આપણે પાયાગત બાબતોમાં સુધારા કરી શકીએ છીએ.
સૌથી પહેલા સપ્લાય વધારવો પડશે. જેમાં ક્વાલિટી ઈનપુટ અને યોગ્ય માર્જિન સાથેની વેચાણ કિંમત મળી રહે તેવા બજાર જેવા અનેક આયામોનો સમાવેશ થાય છે. જો વેચાણ બાદ જથ્થો વધે તો આપણે તેના સંગ્રહ પર ધ્યાન આપવું જોઈએ. અત્યારે કોલ્ડ સ્ટોરેજ ડુંગળી માટે આદર્શ બની ગયું છે ત્યારે આ સગવડ દરેક વેપારી પાસે હોતી નથી. આ રીતે સ્ટોરેજ થતા પાક પર કોઈ નિયંત્રણ નથી. આ કિસ્સામાં વેયરહાઉસિંહ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) પાસેના ડેટા પણ મહત્વના છે.
પોલિસી મેકિંગમાં ડુંગળીના પાવડર અને ફલેક્સની કિંમતોને પ્રાઈઝ ચેન(વેલ્યૂ ચેન)માં સૌથી ઉપર લાવવો અન્ય વિકલ્પ બની શકે છે. ડુંગળીમાંથી બનતા ઉત્પાદનોના વ્યાપક ઉપયોગ કરવો જોઈએ. ગ્રાહકો આ બાબતોના ઉપયોગ પર પણ વિચાર કરી શકે છે. આ સંદર્ભે અનુસંધાનો પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અત્યારે ભારતમાં શહેરીકરણ વધ્યું છે ભારતના ફોર્મલ સેક્ટરમાં વૃદ્ધિ થઈ રહી છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઈ રહી છે. ખોરાકના અન્ય વિકલ્પો સામાન્ય ખોરાકના પ્રમાણમાં 10 ટકા જ છે. થાઈલેન્ડમાં 20 અને બ્રાઝિલમાં 25 ટકા પ્રમાણ જોવા મળે છે. આપણે TOP-ટોપમાં થતા ભાવ વધારાની સમસ્યાને ઉકેલવી હોય તો ચોક્કસ પોલિસી પર ધ્યાન આપવાની જરુર છે. જેમકે TOP-ટોપના ઉપયોગમાં જાગૃતિ લાવવી જરુરી છે. રોકાણને પ્રોત્સાહિત કરવું પડશે, પ્રોસેસ્ડ ટેકનોલોજીને વિક્સિત કરવી પડશે. આ દરેક બાબતો ગ્રાહકોના વપરાશની પેટર્ન સાથે મેળ ખાય તે જરૂરી છે. જેથી TOP-ટોપ કિફાયતી કિંમતે મળી રહે.
વેલ્યૂ ચેનમાં ઉપર આવવાથી પુરવઠાના માંગની યોજના બનશે તેમજ ઉત્પાદકોને સંકેત મળશે જે સંદર્ભે ખેતીમાં પણ નવી તકો પેદા કરીને પુરવઠો વધારી શકાશે. આ ઉપરાંત TOP-ટોપના ભાવોને તેની લાંબી પ્રોસેસમાં ઘટાડો કરીને નિયંત્રિત કરી શકાય છે. પ્રોસેસમાં ઘટાડો થતા TOP-ટોપની કિંમતો પણ ઘટશે. TOP-ટોપની કિમતોમાં અસ્થિરતાને કાબુ કરી શકાય છે. આ રીતે થતા સોદામાં કિફાયતી કિંમતે ગુણવત્તાયુક્ત માલ પણ મળી રહેશે. આ સમગ્ર ઘટનામાં કોલ્ડ સ્ટોરેજની ભૂમિકા મહત્વની છે તેથી વેયરહાઉસિંહ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA)ની માન્યતા પ્રાપ્ત કોલ્ડ સ્ટોરેજનું મહત્વ અનેકગણું વધી જાય છે.
વેયરહાઉસિંહ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) માન્યતા પ્રાપ્ત કોલ્ડ સ્ટોરેજ ટોપ સ્ટોરેજ બની રહે તે અનિવાર્ય છે. રિયલ ટાઈમ સ્ટોરેજની ઉપલબ્ધિને પરિણામે સ્ટોરેજ પ્રોસેસમાં ટ્રાન્સપેરન્સી આવશે. તે ઉપરાંત લણણી બાદ પાક સંગ્રહ માટે ઈલેકટ્રોનિક બજાર પણ ખરીદ વેચાણ માટે આવશ્યક બની રહેશે. અન્ય અગ્રણી પાકોની જેમ જ પાકની તંદુરસ્તી, વરસાદ અને પાકનો સંગ્રહ પણ સરળ બનશે. ડેટાને આધારે આ વિષયમાં થતું સંશોધન સઘન બની શકે છે. TOP-ટોપનું ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સપ્લાય ચેન મજબૂત બનાવવી આવશ્યક છે.
ભારતની એગ્રી પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રી 400 બિલિયન ડોલરથી વધુની છે. વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આ ઈન્ડસ્ટ્રીનો 11 ટકા હિસ્સો છે. જો કે વૈશ્વિક નિકાસમાં આ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો 3 ટકાથી પણ ઓછો છે. એક રિપોર્ટ અનુસાર ફૂડ પ્રોસેસિંગમાં તો આ હિસ્સો 2 ટકાથી પણ ઓછો છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી જણાવે છે કે આપણે ડિમાન્ડ ચેનમાં અસક્ષમતાને લીધે ખાદ્ય પદાર્થો પૂરતા પ્રમાણમાં નિકાસ કરવામાં અસમર્થ છીએ. ભારતમાં માત્ર 2 ટકા ફળ અને શાકભાજીનું પ્રાયમરી ફૂડ પ્રોસેસિંગ થાય છે. બ્રાઝિલમાં આ પ્રમાણ 70 ટકા છે,જ્યારે ચીનમાં આ પ્રમાણ 23 ટકા છે.
એફિશિયન્સી ફોર એક્સેસ(E for A)નામક એક પ્રતિષ્ઠિત થિંક ટેન્ક બજારોનું અનુમાન લગાડવાનું કાર્ય કરે છે. ભારતમાં કોલ્ડ ચેનના એકીકરણ માટે 19 બિલિયનથી વધુના રોકાણની જરુર છે. આનો અર્થ એ નથી કે આપણે કોલ્ડ ચેનમાં રોકાણ માટે પ્રયત્નો કર્યા નથી. તાજેતરમાં જ 41 મિલિયન ડોલરના મૂલ્યની આ ક્ષેત્રની લગભગ 100 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આપણા દેશમાં નાણાકીય સહાય અને સબસિડી યોજનાઓ સાથે સરકાર સહાયતા પૂરી પાડી રહી છે. જેમાં સમગ્ર દેશમાં કોલ્ડ ચેનની સ્થાપના અને સંચાલનનો સમાવેશ થાય છે.
કોલ્ડ ચેનની પરિયોજનામાં કુલ કિંમતના 35 ટકા જેટલી સબસિડી મળે છે. જેનાથી આ ક્ષેત્રમાં યોગ્ય સુધારાઓ 50 ટકા જેટલા વધી રહ્યા છે. આપણી પાસે એગ્રિકલ્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ(AIF) એક લાખ રુપિયા કરોડ રુપિયા ઉપલબ્ધ કરાવાની વ્યવસ્થા છે. ખેતીને લગતી વિવિધ યોજનાઓમાં લોન પર 3 ટકા વ્યાજની છુટ આપવામાં આવે છે. મંત્રી કિસાન સંપદા યોજના જેવી અન્ય નાણાકીય સહાય યોજનાઓ પણ ઉપલબ્ધ છે.ધી ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર કોઓપરેશન એન્ડ ફાર્મર વેલફેર(DAC&FW) દ્વારા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર(MIDH) સંસ્થા ખેતી સહાય પૂરી પાડે છે.
ખાનગી ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ માટે વેરહાઉસ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ જેવી યોજના દ્વારા કોલ્ડ સ્ટોરેજ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ છતાં આ ક્ષેત્રમાં જોઈએ તેટલી પ્રગતિ થઈ નથી. ધી મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષોમાં કોલ્ડ સ્ટોરેજ ક્ષેત્ર 11.8 ટકા જેટલા દરથી વૃદ્ધિ પામી રહ્યું છે. જો ભારતે ગ્રાહકો અને ઉત્પાદકોને યોગ્ય ન્યાય આપવો હોય તો આ દર ઘણો... ઘણો ઓછો છે. લગભગ 20 ટકા જેટલો ઓછો છે.
સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જિનિયરિંગ (CIPHET) જણાવે છે કે પાક ઉત્પાદિત થયા ગયા બાદ તેના સંગ્રહ કરવા માટેની યોગ્ય વ્યવસ્થાઓમાં ખામીને કારણે 16 બિલિયન ડોલરનું નુક્સાન થયું છે. એનો અર્થ એ નથી કે સરકાર આ મુદ્દે નિષ્ક્રિય છે. ભારતમાં અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા 790 મિલિયન ટન છે. જો કે કોલ્ડ સ્ટોરેજ જેવી સુધી 37.5 મિલિયન ટન છે જે માત્ર મોટા ચાર રાજ્યો પૂરતી જ સિમિત છે. જે વધુ પ્રમાણના પુરવઠાને પહોંચી વળે તેમ નથી. ભારતનું વર્તમાન કોલ્ડ સ્ટોરેજ ક્ષેત્ર બટાકા અને ડુંગળીના કેટલાક પાકનો સંગ્રહ કરી શકે તેમ છે. દેશની 10 ટકાથી ઓછી ઉપજ કોલ્ડ ચેનમાંથી પસાર થાય છે.
ધ્યાનાકર્ષક બાબત એ છે કે ફળ અને શાકભાજીમાં વધુ નુકસાન જોવા મળે છે. તેમાંય લણણી બાદ પાક સંગ્રહની પદ્ધતિમાં બહુ ઉણપ જોવા મળે છે. તેથી આ પાકના વેચાણ માટે ખેડૂતોએ વચેટિયા અને ખુલ્લા બજારમાં મળતી કિંમતો પર નિર્ભર રહેવું પડે છે. E for A ગઠબંધન જણાવે છે કે 2020 સુધીમાં રાષ્ટ્રીય સેન્ટર ફોર કોલ્ડ ચેન ડેવલપમેન્ટ (NCCD) દ્વારા ખેતપેદાશોની લણણી થઈ ગયા બાદ યોગ્ય રીતે સંગ્રહ કરી શકાય તેમાં 90 ટકાનું અંતર જાહેર કર્યુ હતું.
પાયાગત સુવિધા પૂરી નહિ પડાય ત્યાં સુધી આમાંથી એક પણ સમસ્યાનો ઉકેલ આવશે નહીં. ભારતના કૃષિ ઉપજ બજારોમાં પરિવર્તન આવશ્યક છે. જ્યારે લણણી બાદ પાક ગ્રાહક સુધી ખોરાક તરીકે પહોંચે તેમાં વ્યાપક સુધારા થાય ત્યારે જ આ પરિવર્તન આવી શકે છે. સરકારી યોજનાઓ તો માત્ર એક શરુઆત છે. ભારતે કૃષિ ક્ષેત્રે વિખરાયેલી પાયાગત સુવિધાઓનું સંકલન કરવા અને કૃષિ બજારોને નવું સ્વરુપ આપવા માટે આવનારા 10 વર્ષોમાં 40 બિલિયન ડોલરનું રોકાણ કરવું પડશે. ઘણા મોટા પાયે ડેટા માઈનિંગ કરવું પડશે. ડેટા માઈનિંગનું ફલક સ્થાનિક કૃષિ ક્ષેત્રથી લઈને સેટેલાઈટ ઈમેજરી સુધી વિસ્તારવું પડશે.