મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય રોહિત શેટ્ટીની આગામી સિરીઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'માં (Indian Police Force)જોડાઈ ગયા છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ પ્રથમ શ્રેણી છે. ફિલ્મ નિર્માતાએ મંગળવારે વિવેક વિશે જાહેરાત કરી છે. સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હી પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: Come Back Manjulika : ડર, ડ્રામા અને ડાયલોગનો સમન્વય, 'ભૂલ ભુલૈયા 2'નું ટ્રેલર રિલીઝ
વિવેક ઓબેરોય, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી ફિલ્મમાં જોવા મળશે : રોહિત શેટ્ટીના જણાવ્યા અનુસાર આગામી શ્રેણી 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' દેશભરના પોલીસ અધિકારીઓની નિઃસ્વાર્થ સેવા, બિનશરતી પ્રતિબદ્ધતા અને દેશભક્તિને શ્રદ્ધાંજલિ હશે. દેશને સુરક્ષિત રાખવા અને પોતાની ફરજ નિભાવવા માટે ફોર્સે બધુ દાવ પર લગાવી દીધું છે. આ સિરીઝમાં વિવેક ઓબેરોય, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
શિલ્પાએ શોના સેટ પરથી એક તસવીર કરી શેર : અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર વિવેક ઓબેરોય રોહિત શેટ્ટીની આગામી સિરીઝમાં જોડાવાના સમાચાર શેર કર્યા છે. શિલ્પાએ શોના સેટ પરથી એક તસવીર શેર કરી છે. ફિલ્મ નિર્માતાએ કેપ્શનમાં લખ્યું, 'અમારી ટીમના સૌથી અનુભવી વરિષ્ઠ અધિકારીને મળો. વિવેકનું સ્વાગત છે. આ સાથે તેણે #indianpoliceforce #filmingnow હેશટેગ મૂક્યું.
વિવેક ઓબેરોય તેની શ્રેણીમાં જોડાવા માટે ઉત્સાહિત દેખાયો : વિવેક ઓબેરોય તેની શ્રેણીમાં જોડાવા માટે ઉત્સાહિત દેખાયો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે આ શ્રેણીમાં જોડાવા અને સુપર કોપની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત છે. સુપર ફોર્સમાં જોડાવા બદલ રોહિત શેટ્ટીનો આભાર માનતા,તેણે લખ્યું, આ અદ્ભુત ભૂમિકા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ ભાઈ @itsrohitshetty તમારો આભાર! મારા અન્ય બે સુપર કોપ્સ છે @sidmalhotra અને @theshilpashetty. #IndianPoliceForceOnPrime, સાથે તેમણે ખાકીમાં માત્ર બહાદુરી લખી છે!
આ પણ વાંચો: ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ક્યાં પ્રપોઝ કર્યું તેનો કર્યો ખુલાસો
'ઈન્ડિયન પોલીસ ફોર્સ' નું શૂટિંગ ચાલી રહ્યું છે મુંબઈમાં : વિવેકે ઓબેરોય, કંપની, દમ, સાથિયા, યુવા અને શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી હિટ ફિલ્મો આપી છે. તે અન્ય પ્રાઇમ વિડિયો સિરીઝ 'ઇનસાઇડ એજ'માં પણ કામ કરી રહ્યો છે. રોહિત શેટ્ટી પિક્ચર્સ સાથે મળીને 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' નું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. આ સિરીઝ આવતા વર્ષે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની શક્યતા છે.