ETV Bharat / bharat

ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશમાં વ્હાઈટ ફંગસનો પગપેસારો, જબલપુરમાં નોંધાયો પ્રથમ કેસ - વ્હાઈટ ફંગસ

મધ્યપ્રદેશના જબલપુરમાં વ્હાઈટ ફંગસનો પગપેસારો થયો છે. વ્હાઈટ ફંગસનો એક દર્દી મેડિકલ કોલેજમાં જોવા મળ્યો છે. કોલેજમાં 55 વર્ષીય વ્યક્તિના શરીરમાં વ્હાઈટ ફંગસ જોવા મળ્યો છે.

ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશમાં વ્હાઈટ ફંગસનો પગપેસારો, જબલપુરમાં નોંધાયો પ્રથમ કેસ

author img

By

Published : May 22, 2021, 9:56 AM IST

  • ગુજરાતના અમદાવાદમાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો હતો
  • જબલપુરની મેડિકલ કોલેજમાં 55 વર્ષીય વ્યક્તિમાં દેખાયા લક્ષણ
  • આ જૂની બીમારી હોવાથી ડરવાની જરૂર નથીઃ ડોક્ટર

જબલપુરઃ ગુજરાતના અમદાવાદમાં વ્હાઈટ ફંગસ ઈન્ફેક્શનનો કેસ સામે આવ્યા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુરમાં પણ વ્હાઈટ ફંગસનો પગપેસારો થયો છે. અહીં મેડિકલ કોલેજમાં 55 વર્ષીય વ્યક્તિમાં વ્હાઈટ ફંગસ જોવા મળ્યો છે. વ્હાઈટ ફંગસના ડોક્ટરોએ કહ્યું કે, આ એક જૂની બીમારી છે. તેનાથી ડરવાની જરૂર નથી.

આ પણ વાંચો- ગુજરાતમાં વ્હાઈટ ફંગસનો પગપેસારો, સોલા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ

જબલપુર મેડિકલ કોલેજમાં વ્હાઈટ ફંગસ

જબલપુર મેડિકલ કોલેજમાં એક 55 વર્ષીય વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમને એક ઈન્ફેક્શન હતું. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે એક વ્હાઈટ ફંગસ છે. મેડિકલ કોલેજનાં ENT વિભાગનાં પ્રમુખ ડો. કવિતા સચદેવાએ કહ્યું હતું કે, આખા વર્ષમાં આવા કેટલાક કેસ આવ્યા છે. જોકે, આ ફંગસ, બ્લેક ફંગસ જેવા ખતરનાક નથી અને આને સામાન્ય દવા આપીને ખતમ કરી શકાય છે.

આ પણ વાંચો- બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન

વ્હાઈટ ફંગસથી ડરવાની જરૂર નથીઃ ડોક્ટર

વ્હાઈટ ફંગસ નાકમાં થાય છે અને તેના કારણે માથાના દુખાવો અને નાકમાં દર્દ થવાના કેસ સામે આવે છે, પરંતુ આ ખતરનાક નથી. તે માટે આનાથી ડરવાની જરૂર નથી અને તેની દવા બજારમાં ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.