ETV Bharat / bharat

પટનામાં કોરોના બાદ હવે એસ્પરગિલસ ફંગસના 8 કેસ નોંધાયા - એસ્પરગિલસ

પહેલા કોરોના પછી મ્યુકોરમાઈકોસિસ ને હવે બિહારમાં અસ્પરગિલસ ફંગસના કેસ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણથી સાજા થનારા દર્દીઓમાં હવે એસ્પરગિલસ ફંગસના ઈન્ફેક્શનના કેસ સામે આવી રહ્યા છે. પટનામાં આવા 8 દર્દી મળ્યા છે. એસ્પરગિલસ ફંગસ વ્હાઈટ ફંગસથી વધુ ખતરનાક છે. સમયસર સારવાર ન મળે તો અચાનક જ દર્દી શ્વાસ લેવાનું બંધ કરી દે છે અને દર્દીનું મોત થઈ જાય છે.

પટનામાં કોરોના બાદ હવે એસ્પરગિલસ ફંગસના 8 કેસ નોંધાયા

author img

By

Published : Jun 12, 2021, 9:17 AM IST

  • બિહારમાં કોરોના બાદ હવે એસ્પરગિલસ ફંગસનો આંતક
  • પટનામાં એસ્પરગિલસ ફંગસના આઠ કેસ નોંધાયા
  • સમયસર સારવાર ન મળે તો દર્દી શ્વાસ લેવાનું બંધ કીર દે છે

પટનાઃ બિહારમાં હવે પોસ્ટ કોવિડ-19 સિન્ડ્રોમ (Post Covid-19 Syndrome)ના કેસ ઝડપથી વધી રહી છે. બ્લેક ફંગસ (Black Fungus) અને વ્હાઈટ ફંગસ (White Fungus) પછી હવે એક નવો ફંગસ એસ્પરગિલસ સામે આવ્યું છે. પટનાના કંકડબાગમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આ બીમારીના આઠ દર્દી મળ્યા છે. આ તમામ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો- સુરેન્દ્રનગર પોલીસે મ્યુકોરમાઈકોસિસ માટેના ઇન્જેક્શનના કાળા બજાર કરતાં શખ્સોને પકડ્યાં

PMCHના માઈક્રોબાયોલોજીના વિભાગના અધ્યક્ષે આપી માહિતી

એસ્પરગિલસ ફંગસ (Aspergillus Fungus) અંગે જાણકારી આપતા PMCHના માઈક્રોબાયોલોજીના વિભાગના અધ્યક્ષ ડો. સત્યેન્દ્ર નારાયણ સિંહે જણાવ્યું હતું કે, એસ્પરગિલસ ફંગસને સામાન્ય ભાષામાં યેલો ફંગસ અને ગ્રીન ફંગસ કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક બ્રાઉન ફંગસ તરીકે પણ મળે છે. દરેક એસ્પરગિલસ ફંગસ યેલો ફંગસ નથી હોતા. લગભગ 40 ટકા એસ્પરગિલસ ફંગસ યેલો ફંગસ હોય છે. કેન્ડિડા જેવા સામાન્ય ભાષામાં વ્હાઈટ ફંગસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૌથી કોમન ફંગસ એસ્પરગિલસ છે.

આ પણ વાંચો- મ્યુકોરમાઈકોસિસ જેટલું જ ઘાતકી Bacterial Infection : ભાવનગરમાં કરાઈ 50થી વધારે સર્જરી

પોસ્ટ કોવિડ19 સિન્ડ્રોમ તરીકે આ બીમારી સામે આવી

ડો. સત્યેન્દ્ર નારાયણ સિંહે જણાવ્યું હતું કે, એસ્પરગિલસ ફંગસની અસર છાતીમાં દેખાય છે. તેનું સંક્રમણ ફેફસાંમાં ફેલાય છે. તેના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક દર્દી હાઈપોક્સિયાનો શિકાર બને છે. તેવામાં દર્દીનું મૃત્યુ થઈ જાય છે. આ કોઈ નવી બીમારી છે. પોસ્ટ કોવિડ19 સિન્ડ્રોમ તરીકે આ બીમારી સામે આવી રહી છે. આનું મુખ્ય કારણ દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા કમજોર હોવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.