ETV Bharat / bharat

Adani vs. Hindenburg: એક ઍમ્બુલન્સ ડ્રાઇવરે અદાણીના સામ્રાજ્યને 'હચમચાવી' દીધું - gautam adani lost his crown in just a few days

અદાણીના મહાકાય સામ્રાજ્યને હચમચાવી નાખનાર હિન્ડેનબર્ગ રિપોર્ટ પાછળની વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ જેરુસલેમમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર રહી ચુક્યો છે. ગયા અઠવાડિયે 'હિંડનબર્ગ રિસર્ચ'ના અહેવાલ બાદ અદાણી જૂથની કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. ઘટાડાનો આ ટ્રેન્ડ બુધવારે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં ગ્રુપ કંપનીઓની સામૂહિક માર્કેટ મૂડીમાં રૂપિયા 7 લાખ કરોડનો ઘટાડો થયો છે.

adani-vs-hindenburg-how-asias-richest-man-gautam-adani-lost-his-crown-in-just-a-few-days

author img

By

Published : Feb 2, 2023, 11:57 AM IST

અમદાવાદ: 24 જાન્યુઆરી 2023 ના રોજ હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા પછી સોશિયલ સાઇટ્સ પર સૌથી વધુ સર્ચ કરાયેલ નામ નાથન એન્ડરસનનું નામ છે. આ એક જ નામના કારણે ગૌતમ અદાણી પાસેથી ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ છીનવાઈ ગયું છે. માત્ર 72 કલાકમાં આ એક વ્યક્તિએ બનાવેલી કંપનીએ ભારતના સૌથી અમીર માણસને લગભગ 1.5 લાખ કરોડ ગરીબ બનાવી દીધા છે. અને થોડી જ વારમાં અદાણીના સામ્રાજ્યમાં તિરાડો દેખાવા લાગી... અને શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ.

નાથન એન્ડરસન અને અદાણી: નાથન એન્ડરસન જેણે માત્ર બે દિવસમાં જ માર્કેટમાંથી $51 બિલિયનનો નાશ કર્યો હતો, તે ખરેખર અગાઉ એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતો. તે જેરુસલેમની હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ ચલાવતો હતો. તે પછી તે અમેરિકા ગયો અને 2017માં અમેરિકાની પ્રખ્યાત કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટમાંથી સ્નાતક થયા.

માર્કોપોલોસ સાથે કરી ચુક્યા છે કામ: કોર્સ પૂરો કર્યા પછી એન્ડરસને પહેલા ફેક્ટ સેટ એક નાણાકીય ડેટા કંપનીમાં નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. તે પછી વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્કમાં સ્ટોક માર્કેટમાં બ્રોકર ડીલર ફર્મમાં કામ કર્યું. 38 વર્ષના એન્ડરસન હિન્ડેનબર્ગની સ્થાપના કરતા પહેલા હેરી માર્કોપોલોસ સાથે કામ કર્યું હતું. માર્કોપોલોસ એ જ વ્યક્તિ છે જેણે બર્ની મેડોપની પોન્ઝી સ્કીમ જાહેર કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો. માર્કોપોલોસ સાથે એન્ડરસને એક પ્લેટિનમ ભાગીદારની તપાસ કરી જેણે અબજ-ડોલરની છેતરપિંડી કરી હતી.

દુર્ઘટના પરથી લીધું 'હિંડનબર્ગ'નું નામ: એ પછી એન્ડરસને હિંડનબર્ગ રિસર્ચ નામની કંપની સ્થાપી. તેનો હેતુ તેના નામ સાથે જોડાયેલો હતો. વાસ્તવમાં એન્ડરસને હિંડનબર્ગનું નામ એક દુર્ઘટના પરથી લીધું હતું જેમાં વર્ષ 1937માં હવામાં હાઈડ્રોજન બલૂનના વિસ્ફોટને કારણે 35થી વધુ લોકો માર્યા ગયા હતા. હકીકતમાં, હિંડનબર્ગ નામનું એરશીપ જર્મન એરશીપ હતું જે તે સમયે ન્યુ જર્સીમાં અકસ્માતનો ભોગ બની હતી. જેના વિશે બાદમાં તપાસ બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ એક એવો અકસ્માત હતો જેને ટાળી શકાયો હતો.

હિન્ડેનબર્ગ રિપોર્ટ: હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રુપ રૂ. 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ લાવ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ માટે આવેલા આ FPOને પ્રથમ દિવસે માત્ર એક ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જ્યારે, ગૌતમ અદાણી સામે કદાચ વ્યવસાયિક જીવનનો સૌથી મોટો પડકાર છે. આ અહેવાલ સામે આવ્યા બાદ વેપાર જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિવિધ પ્રકારની વાતો પણ સામે આવી રહી છે. જોકે, ગૌતમ અદાણીના જીવનમાં આ પહેલા પણ ઘણી વખત પડકારો જોવા મળ્યા છે.

આ પણ વાંચો ADANI ENTERPRISES CALLS OFF FPO: અમે નથી ઈચ્છતા કે રોકાણકારોને નુકસાન થાય: ગૌતમ અદાણી

હિંડનબર્ગનું રિસર્ચ: હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ખોટી રીતે વધારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ અદાણીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અદાણીએ પડકારોનો સામનો કર્યો હોય. આ પહેલા પણ અદાણીની સામે જીવનમાં અનેક પડકારો આવ્યા છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીનું 1998માં ખંડણી માટે ડાકુઓએ અપહરણ કર્યું હતું અને 11 વર્ષ પછી જ્યારે આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો ત્યારે તાજ હોટેલમાં બંધક બનાવવામાં આવેલા લોકોમાં તે પણ એક હતા. કોલેજનો અભ્યાસ વચ્ચે છોડનાર ગૌતમ અદાણીની સંકટો સામે બચી રહેવાની આદત અને બિઝનેસ કુશળતાએ તેમને ભારતના સૌથી ધનિક લોકોની શ્રેણીમાં લાવ્યા.

આ પણ વાંચો Adani vs. Hindenburg: હિંડનબર્ગના રિપોર્ટને કારણે અત્યાર સુધી અદાણી ગ્રુપની કંપનીઓને કેટલું નુકસાન થયું?

અદાણી ગ્રુપ: કોમોડિટી બિઝનેસ શરૂ કર્યાના લગભગ એક દાયકા પછી તેમણે ગુજરાતના દરિયાકાંઠે મુંદ્રા ખાતે બંદરનું સંચાલન કરવાનું શરૂ કર્યું. તેઓએ ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર તરીકે વિશિષ્ટ સ્થાન બનાવ્યું. ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી અને વીજ ઉત્પાદન, ખાણકામ, ખાદ્ય તેલ, ગેસ વિતરણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં પોતાના બિઝનેસ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અદાણીના વ્યાપારી હિતો એરપોર્ટ, સિમેન્ટ અને તાજેતરમાં મીડિયા સુધી વિસ્તર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.