- શોમેન રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરનું નિધન
- અભિનેત્રી નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી લખ્યું RIP
- રાજીવ કપૂર 'રામ તેરી ગંગા મેલી'થી થયા હતા ફેમસ
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
મુંબઇ: રાજીવ કપૂરે ફિલ્મ 'એક જાન હૈ હમ'થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. પરંતુ શોમેન રાજ કપૂર દ્વારા દિગ્દર્શિત અંતિમ ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી'માં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે 'આસમાન', 'લવરબોય', 'જબરદસ્ત' અને 'હમ તો ચલે પરદેસ' જેવી ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી હતી.
વર્ષ 1990માં આવેલી 'ઝિમ્મેદાર' રાજીવ કપૂરની અંતિમ ફિલ્મ
'ઝિમ્મેદાર' પછી તેમણે ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન ક્ષેત્રે ઝુકાવ્યું. તેમના દ્વારા નિર્માણ પામેલી પ્રથમ ફિલ્મ હતી હીના. જેના દિગ્દર્શક હતા રણધીર કપૂર અને તેમાં રીશિ કપૂરે અભિનય કર્યો હતો. 1996માં તેમણે 'પ્રેમગ્રંથ' નામની ફિલ્મ દિગ્દર્શિત કરી હતી જેમાં રીશિ કપૂર અને માધુરી દિક્ષીતની જોડી હતી. તેમણે 1999ની 'આ અબ લૌટ ચલે' પણ દિગ્દર્શિત કરી હતી.
ત્રણેય ભાઇઓમાં સૌથી નાના હતા
રાજ કપૂરના પુત્રો રણધીર, રીશિ, રાજીવમાં તથા બે બહેનો રીતુ નંદા, રીમા જૈનમાં રાજીવ સૌથી નાના હતા. રીતુ નંદા અને રીશિ કપૂર પણ ગતવર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં નિધન પામ્યા હતા.