- દલીપ તાહિલના પુત્ર ધ્રુવની ધરપકડ થઈ
- ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ કરી
- વોટ્સએપ પર ડ્રગ પેડલર સાથે કરતો હતો વાત
મુંબઇ: જાણીતા અભિનેતા દલીપ તાહિલના પુત્ર ધ્રુવ તાહિલને મુંબઇ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) એ ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ કરી છે. NCB મુંબઇ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર પોલીસે ડ્રગ પેડલર મુઝમમિલ અબ્દુલ શેખની ધરપકડ કરી હતી. જેણે 35 ગ્રામ મેફેડ્રોન ડ્રગ કબ્જે કરી હતી.
વોટ્સએપ ચેટમાં ખુલાસો થયો
તપાસ દરમિયાન મુઝામિલની વોટ્સએપ ચેટમાં ખુલાસો થયો કે, ધ્રુવ તેની પાસે વર્ષ 2019-2021 સુધી ઘણી વખત ડ્રગ્સ લેતો હતો અને તેણે પેડલરના ખાતામાં 6 વાર પૈસા પણ ચુકવ્યા હતા. ધ્રુવ ઓનલાઇન તમામ પેમેન્ટ કરતો હતો. આ માહિતી મળ્યા બાદ ધ્રુવના ઘરે દરોડો પાડ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
સમાચાર મુજબ ધ્રુવ વિરુદ્ધ સીઆર નંબર 34/2021 U/S8(C)r/W22(b) NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધ્રુવની ધરપકડ અંગે તેના પિતા દલીપ તાહિલનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
મુંબઈનાં ડ્રગ કાર્ટલ્સ સાથે મોટા નામ જોડાયેલા
નોંધપાત્ર વાત એ છે કે, સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનાં એક વર્ષ બાદ પણ મુંબઈનાં ડ્રગ કાર્ટલ્સ સાથે મોટા નામ જોડાયેલા છે. આ અગાઉ એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, અર્જુન રામપાલ અને ઘણા સેલેબ્સને ડ્રગ્સના મામલા માટે સમન્સ પાઠવ્યું હતું. તે જ સમયે ભારતી સિંહ અને તેના પતિ હર્ષની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.